વર્ષ 2002થી 2022 સુધૂ મુકેશ અંબાણીની આગેવાનીમાં RIL ની આવક રૂ.45,411 કરોડથી વધીને 17,81,841 સુધી પહોંચી ગઈ છે. આ દરમિયાન CAGR 20.6% રહ્યો. આવે જાણીએ 20 વર્ષના આ અજોડ નેતૃત્વમાં મુકેશ અંબાણીએ કેવી રીતે બદલી કંપનીની તસવીર.
નવી દિલ્હીઃ મુકેશ અંબાણીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સુકાન સંભાળતા 20 વર્ષ પૂરા કરી દીધા છે. આ 20 વર્ષોમાં મુકેશ અંબાણીએ RIL ને એક નવી ઊંચાઈએ પહોંચાવી દીધી છે. વર્ષ 2002થી 2022 સુધૂ મુકેશ અંબાણીની આગેવાનીમાં RIL ની આવક રૂ.45,411 કરોડથી વધીને 17,81,841 સુધી પહોંચી ગઈ છે. આ દરમિયાન CAGR 20.6% રહ્યો. આવે જાણીએ 20 વર્ષના આ અજોડ નેતૃત્વમાં મુકેશ અંબાણીએ કેવી રીતે બદલી કંપનીની તસવીર.
નેતૃત્વએ બદલી તસવીર
CNBC TV18 HINDIના અહેવાલ મુજબ, મુકેશ અંબાણીએ RILના CMD તરીકે 20 વર્ષ પૂરા કરી દીધા છે. મુકેશ અંબાણીએ 2002માં RIL નું સુકાન સંભાળ્યુ હતું. આ 20 વર્ષોમાં કંપનીની આવક, નફો, નેટવર્થ, એસેટ, માર્કેટ કેપમાં ડબલ ડિજિટ વૃદ્ધિ નોંધવામાં આવી. વર્ષ 2022માં જ્યાં કંપનીની માર્કેટ કેપ રૂં. 41,989 કરોડ હતી, જ્યારે હવે રૂ. 17,81,841 કરોડ સુધી પહોંચી છે.
આ 20 વર્ષોમાં રિલાયન્સનો નફો ઘણો વધ્યો છે. FY 2001-02માં જ્યાં કંપનીનો નફો રૂ.3280 કરોડ હતી, જ્યારે હવે તે FY 21-22 માં ₹67,845 કરોડ છે. આ દરમિયાન RIL ના એક્સપોર્ટની વાત કરીએ તો આ 20 વર્ષોમાં રૂ.11,200 કરોડથી વધીને રૂં. 2,54,970 કરોડ સુધી પહોંચી ગયો છે. આ દરમિયાન કંપનીની CAGR 18.7% રહી.
2002માં RIL ના એસેટ 48,987 કરોડના હતા, જે હવે ₹14,99,665 કરોડના છે. આ દરમિયાન કંપનીની CAGR 18.7% રહી. 2002થી હજુ સુધી RIL નેટવર્થ ₹27,977 કરોડથી વધીને ₹6,45,127 કરોડ થઈ ગઈ છે.
રોકાણકારોને તો ચાંદી-ચાંદી
આ 20 વર્ષોમાં RIL રોકાણ કરવાવાળાને પણ તગડો નફો મળ્યો છે. આ દરમિયાન વેલ્થમાં લગભગ 17.4 લાખ કરોડનો વધારો થયો. દર વર્ષે વેલ્થમાં 87 હજાર કરોડનો વધારો થયો. આ 20 વર્ષોમાં મુકેશ અંબાણીની આગેવાનીમાં કંપનીએ ઘણા દમદાર બિઝનેસ પણ ઊભા કર્યા છે. જેમાં રિલાયન્સ રિટેલ, E&P બિઝનેસ, રિલાયન્સ જીયો સામેલ છે.
રિફાઈનિંગ અને પેટ્રોકેન કારોબારમાં આ દરમિયાન ઘણો વધારો થયો. 2002માં 1 રિફાઈનરી, 2009માં બીજી રિફાઈનરી ઊભી કરી. આ 20 વર્ષોમાં રિફાઈનરીની ક્ષમતા બે ગણી થઈ ગઈ. જ્યારે જામનગરમાં દુનિયાનો સૌથી મોટો રિફાઈનિંગ કેમ્પસ છે.
2010માં નીતા અંબાણીના નેતૃત્વમાં રિલાયન્સ ફાઉન્ડેશનની શરૂઆત થઈ, જે હજુ સુધી 6.3 કરોડ લોકોની મદદ કરી ચૂકી છે. ગ્રામીણ સશક્તિકરણ, ન્યૂટ્રિશન, શિક્ષા, રમતમાં રિલાયન્સ ફાઉન્ડેસનનું મોટું યોગદાન રહ્યુ. જાણકારી અનુસાર, રિલાયન્સ ફાઉન્ડેશન CSR માં સૌથી મોટો છે.
જિયોની ડેટા ક્રાંતિ
મુકેશ અંબાણીની આગેવાનીમાં સૌથી મોટા ક્રાંતિ રિલાયન્સ જિયોની ડેટા ક્રાંતિ છે. આજે ઈન્ટરનેટની કિંમત પહેલાથી ₹500/GB ના પ્રમાણે ₹12/GB है. આજે જિયોનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. રિલાયન્સ જિયો 5G પણ સૌથી અગ્રણી ભૂમિકા નિભાવી રહ્યુ છે.
(ડિસ્ક્લેમરઃ નેટવર્ક18 અને ટીવી18 કંપનીઓ ચેનલ/વેબસાઈટનું સંચાલનક કરે છે. જેનું નિયંત્રણ સ્વતંત્ર મીડિયા ટ્રસ્ટ કરે છે, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એક માત્ર લાભાર્થી છે.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર