Home /News /business /

દક્ષિણ ગુજરાતના ખેડૂતોને વધુ એક ફટકો, શેરડીના ઉત્પાદન પર ટેક્ષનો બોજ વધારો

દક્ષિણ ગુજરાતના ખેડૂતોને વધુ એક ફટકો, શેરડીના ઉત્પાદન પર ટેક્ષનો બોજ વધારો

બારડોલીઃ દક્ષિણ ગુજરાતમાં શેરડી પકવતા ખેડૂતો માટે માઠા સમાચાર હોય તેવો નિર્ણય ભારત સરકાર દ્વારા લેવાયો હતો . ઉદ્યોગોની સાથે હવે શેરડી પકવતા ખેડૂતો એ પણ શેરડીના ટન દીઠ ૧૯૫ રૂપિયા ટેક્ષ ચૂકવવો પડશે. જોકે પહેલા માત્ર ૯૪ રૂપિયા લેવાતા હતા.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
બારડોલીઃ દક્ષિણ ગુજરાતમાં શેરડી પકવતા ખેડૂતો માટે માઠા સમાચાર હોય તેવો નિર્ણય ભારત સરકાર દ્વારા લેવાયો હતો . ઉદ્યોગોની સાથે હવે શેરડી પકવતા ખેડૂતો એ પણ શેરડીના ટન દીઠ ૧૯૫ રૂપિયા ટેક્ષ ચૂકવવો પડશે. જોકે પહેલા માત્ર ૯૪  રૂપિયા લેવાતા હતા.

serdi

દક્ષિણ ગુજરાતના શેરડી પકવતા ખેડૂતોની એક માત્ર જીવાદોરી  ખાંડઉત્પાદન કરતી સુગર મિલો છે .  અનેક વિતામ્બના માંથી ખેડૂત પસાર થઇ રહ્યો
છે . જેની સાથે સુગર મિલો પણ સંકટ માં મુકાઈ છે . ગુજરાત માં સહકારી
ધોરણે ચલતા ખાંડના કારખાનામાં ગુજરાત તેમજ  કેન્દ્ર સરકારના ટેક્ષ અંગે
સુગર સંચાલકોમાં સતત મૂંઝવણ ભરી સ્થિતિ ઉભી થવા પામી છે . સરકાર દ્વારા
ખાંડના સેસ ટેક્ષમાં સુગરમાં ઉત્પાદન થતા દાગીના દીઠ ૨૪ રૂપિયાથી
વધારી ૧૨૪ રૂપિયા કર્યા છે.

જે સુગર સંચાલકોને જો ખરીદનાર  વેપારીઓ પાસે વસુલાત કરે તો ખાંડનુ બજારમાં કિંમતમાં વધારો થાય એમ છે . પરંતુ સેસ ટેક્ષ વેપારી ભરે તો ખાંડની ખરીદીના ભાવો નીચા આંકી સકે એમ છે. જેથી સુગર સંચાલકો પણ હવે મૂંઝવણ માં મુકાયા છે. ચલથાણ સુગરના કેતન પટેલે જણાવ્યું હતું કે,હાલ જે સરકારે શેરડી પકવતા ખેડૂતો પર જે પેહલા ૨૪ રૂપિયા શેષ ટેક્ષ નાખવામાં આવીયો છે જેના પગલે ખેડૂતે હવે રૂપિયા ૧૨૪ ને બદલે ૧૯૫ રૂપિયા ભરવાનો આવશે. તો બીજી તરફ આ ટેક્ષ સુગર ફેક્ટરી ખંડના વેપારી પર વશુલ કરવા જશે તો ખાંડની ઉપજ વેપારીઓ ઓછી કરશે માટે હાલ તો આ લાદવામાં આવેલ ટેક્ષમાં ખેડૂત જ ભોગ બનશે.

હાલ કેન્દ્ર સરકાર દ્વારા ગત માસ માં સુગર સેસ એકત ૧૯૮૨ માં
સુધારો કર્યો હતો . અને સુગર સેસ ખાંડ ના દાગીના એટલે ૧૦૦ કિલો દીઠ
મહત્તમ ૨૫ થી વધારી ને  સીધો ૨૦૦ રૂપિયા નક્કી કરી ગેઝેટ માં પ્રસિદ્ધ
કરી દેતા તે કાયદો બની ગયો હતો . જેનો લાભ લઇ સરકાર એ સેસ તેક્ષ ના
દાગીના દીઠ ૧૨૪ રૂપિયા નક્કી કરી દીધા છે . જેની સીધી અસર ખેડૂતો ને
મળનાર શેરડી ના ભાવો પર જોવા મળનાર છે . એક બાજુ ઇન્કમ તેક્ષ નો પ્રશ્ન
તેમજ હવે પ્રતિ ટન એ ૧૯૫ રૂપિયા તેક્ષ ચુકવવા નો આવતા હવે ખેડૂતો શેરડી
ના પાક થી વળવાનું મન બનાવી રહ્યા છે . સાંભળીએ .

સામાન્ય રીતે દેશમાં બીજા નંબર એ આવતો એ ખાંડ ઉદ્યોગ છે . અને
જ્યાં સુધી ગુજરાત ને લાગે વળગે છે ત્યાં સુધી દક્ષિણ ગુજરાત ના મહત્તમ
ખેડૂતો માટે શેરડી અને શેરડી દ્વારા ઉત્પાદિત થતી ખાંડ પેકી ખાંડ મિલો
ખેડૂતો ની જીવાદોરી છે . અને ખેડૂતો નું આર્થિક માળખું તેના પર નિર્ભર
રેહતું હોય છે . પરંતુ હાલ ખેડૂતો વિરોધી સરકાર ની નીતિ બનતી જતા અન્ય
ઉદ્યોગો ની જેમ હવે ખેતી ને પણ વ્યવહારુ ગણાવી લઈ ખેડૂતો પર તેક્ષ નાખવું
ખેડૂતો યોગ્ય માની રહ્યા નથી .

ચાલુ વર્ષે દક્ષિણ ગુજરાત ની સુગર મિલો માં ખાંડ ઉત્પાદન અને આંકડા તરફ નજર કરી એ તો ૯૪ રૂપિયા જેટલો ટેક્ષ ભરતા આવ્યા હતા . પણ ૧ ફેબ્રુઆરી થી ૭૧ રૂપિયા દ્યુતિ અને ૧૨૪ રૂપિયા સેસ અડી કુલ ૧૯૫ રૂપિયા ભરવાની  નોબત  આવી છે . તો બીજી બાજુ તમામ સુગર મિલો એ પીલાણ  કરેલ શેરડીની રીકવરી સરેરાશ ૧૦ ટકાની આસપાસ રહેવા પામી છે . હવે જો પ્રતિ ટન એ ૧૯૫રૂપિયા ટેક્ષ રૂપે કપાત થાય તો આવનાર દિવસો માં જાહેર થનાર શેરડી ના ભાવ
પર અસર થનાર છે . જેથી ખેડૂતો એ ફરી વખત પડતા પર પાતું પાડવા જેવી નુકસાન વેઠવાનો વારો આવી સકે એમ છે .
First published:

Tags: કેન્દ્ર સરકાર, ખાંડ ઉદ્યોગ, ખેડૂતો, ટેક્ષ, વિવાદ, વેપાર, શેરડી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन