Home /News /business /

સતત બીજા દિવસે વધ્યાં પેટ્રોલ - ડીઝલના ભાવ

સતત બીજા દિવસે વધ્યાં પેટ્રોલ - ડીઝલના ભાવ

    કર્ણાટકમાં મતદાન પુર્ણ થયા પછી તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવાના શરૂ કરી દીધા છે. સોમવારે 19 દિવસો પછી વધારેલા પેટ્રેલ ડીઝલના ભાવમાં મંગળવારે પણ વધારો થયો છે.

    આ વધારા સાથે પેટ્રોલ અને ડીઝલની કિંમતો રેકોર્ડ સ્તર પર પહોંચી ગઇ છે. ઇન્ડિયન ઓઇલ કંપની (IOCL) પ્રમાણે આજે મંગળવારે દિલ્હીમાં એક લિટર પેટ્રોલ માટે તમારે 74.95 રૂપિયા આપવા પડશે. જ્યાં ડિઝલના ભાવની વાત કરીએ તો 56 મહિનાના સૌથી ઉંચા સ્તર પર પહોંચી ગયો છે. અહીંયા એક લિટર ડિઝલના ભાવ 66.36 રૂપિયા ચુકવવા પડશે.

    ડીઝલની વાત કરીએ તો 72 રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. કેરળના ત્રિવેન્દ્રમમાં એક લિટર ડિઝલ આજે 72.05 રૂપિયામાં મળી રહ્યું છે. દિલ્હી પછી મુંબઈની વાત કરીએ તો અહીં એક લીટર પેટ્રોલ માટે 82.79 રૂપિયા ચુકવવા પડશે જ્યારે ડિઝલ માટે 70.66 રૂપિયા પ્રતિ લિટર છે.

    હકીકતમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર કાચા તેલની કિંમતોમાં સતત વધારો થઇ રહ્યો છે. કાચુ તેલ 75 ડોલરને પાર થઇ ગયું છે. આ 2014 પછી સૌથી ઊંચા સ્તર પર પહોંચી ગયું છે. જેની સીધી અસર દેશમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારા સાથે જોવા મળી રહી છે.

    આપને જણાવી દઇએ કે કર્ણાટકની ચૂંટણીઓને કારણે  24 એપ્રિલથી પેટ્રોલિયમ પ્રોડક્ટસની કિમતોમાં કોઇ વધારો થયો ન હતો. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ તેલ સાડા ત્રણ વર્ષના ઉચ્ચતમ સ્તર પર છે. તે જ સમયે ભારતીય રૂપિયો 15 મહિનાના નીચલા સ્તરે છે.

    ગુજરાતની ચૂંટણી દરમિયાન પણ આવુ જ બન્યું હતું

    ડિસેમ્બર 2017ના પ્રથમ 15 દિવસોમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ પહેલા, ઓઇલ કંપનીઓએ દરરોજ ઇંધણની કિમતોમાં 1-3 પૈસા પ્રતિ લિટરની ઓછી કરી હતી. ત્યારબાદ, 14 ડિસેમ્બરે, મતદાન પૂર્ણ થતા જ કંપનીઓએ ભાવમાં વધારો કરવાનું શરૂ કર્યું હતુ.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Crude oil price, Diesel petrol price

    આગામી સમાચાર