નવી દિલ્હી. પેટ્રોલની કિંમતો (Petrol Price Hike)માં રવિવારે પણ વધારો ઝીંકાયો છે. ત્યારબાદ દેશના અનેક શહેરોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયા પ્રતિ લીટરની આસપાસ પહોંચી ગઈ છે. એવામાં આપના ખિસ્સા પર ભારણ વધવું સ્વાભાવિક છે. જો તમે આ ભારણને ઓછું કરવા માંગો છો તો આપને 90 કિલોમીટરની માઇલેજ આપનારી બાઇક્સ (Motorcycles) ખરીદવી જોઈએ. આ બાઇક આપની પસંદગીની કંપની Hero, Bajaj અને TVSની છે. આવો જાણીએ આ તમામ બાઇક્સ વિશે...
Bajaj PLATINA- બજાજ PLATINA 100 Es Drumની કિંમત દિલ્હી એક્સ શોરૂમ 59 હજાર 859 રૂપિયા છે. બજાજે આ બાઇકમાં 4-Stroke, DTSi સિંગલ સિલિન્ડર એન્જિન આપ્યું છે. જે 7.9Psના પાવર અને 8.3Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ બાઇક 1 લીટર પેટ્રોલમાં 90 કિલોમીટર સુધીની માઇલેજ આપે છે.
Bajaj CT બાઇક- બજાજે આ બાઇકને બે વેરિયન્ટ CT100 અને CT110માં રજૂ કરી છે. આ બંને બાઇકની દિલ્હી એક્સ શોરૂમ કિંમત 47 હજાર 654 રૂપિયા છે. CT100માં કંપનીએ 102ccનું 4 સ્ટ્રોક સિંગલ સિલિન્ડર એન્જિન આપ્યું છે. આ એન્જિન 7500 rpm પર 5.81 KWનો મેક્સિમમ પાવર અને 5500 rpm પર 8.34 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. આ બાઇકમાં કંપનીએ 4-સ્પીડ ગિયરબોક્સ આપે છે. પોતાના પાવરફુલ એન્જિનના કારણે બાઇક 90 km/hની ટોપ સ્પીડ પકડવામાં સક્ષમ છે.
બીજી તરફ CT110માં આપને 115ccનું 4 સ્ટ્રોક સિંગલ સિલિન્ડર એન્જિન મળશે. આ એન્જિન 8.6Psનો પાવર અને 9.81નો ટોર્ક જનરેટ કરે છે. આ બાઇકમાં કંપનીએ 4-સ્પીડ ગિયરબોક્સ આપ્યું છે. પોતાના પાવરફુલ એન્જિનના કારણે આ બાઇક 90 km/hની ટોપ સ્પીડ પકડવામાં સક્ષમ છે.
Hero HF DELUXE – હીરો મોટોકોર્પની આ બાઇક લુક અને કન્ફર્ટમાં ઘણી સારી છે. આ બાઇકના બેઝ વેરિયન્ટની દિલ્હી એક્સ શોરૂમ કિંમત 51 હજાર 200 રૂપિયા છે. બીજી તરફ તેના ટોપ વેરિયન્ટની કિંમત 60,025 રૂપિયા છે. કંપનીએ આ બાઇકમાં 97.2ccનું એન્જિન આપ્યું છે જે 5.9kwના પાવર અને 8.5Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ બાઇક એક લીટરમાં 60થી 70 કિલોમીટરની માઇલેજ આપે છે. TVS Sport બાઇક- ટીવીએસનું સૌથી વધુ વેચાતું બાઇકનું નામ છે TVS Sport. તેની સાથે જ આ બાઇકમાં મેન્ટેનન્સ કોસ્ટ પણ ખૂબ ઓછો આવે છે. એવામાં આ બાઇકને લોકો ખૂબ પસંદ કરે છે. TVS Sport બાઇકની દિલ્હી એક્સ શોરૂમ કિંમત 56,100 રૂપિયા છે. કંપનીએ આ બાઇકમાં 109ccનું એન્જિન આપ્યું છે જે 8.1bhpનો પાવર જનરેટ કરે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર