નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પીએમ સુરક્ષા વીમા યોજનામાં જો તમારું રોકાણ છે તો, તમારા માટે મહત્વના સમાચાર છે. સરકારે આ જનકલ્યાણકારી યોજનાઓનું પ્રીમિયમ વધારી દીધું છે. એટલે કે તમારે હવે આ યોજનાઓનો લાભ ઉઠાવવા માટે વધારે રૂપિયા ખર્ચ કરવા પડશે. જો કે, આ સારી વાત છે કે, તેનું પ્રીમિયમ પહેલાથી જ ઘણું ઓછું છે, એટલા માટે વધારા પછી પણ તમારા ખિસ્સા પર વધારે અસર થશે નહિ.
બંને યોજનાઓના પ્રીમિયમમાં 1.25 રૂપિયાનો વધારો
સરકારે બંને યોજનાઓના પ્રીમિયમમાં 1.25 રૂપિયાનો વધારો કર્યો છે. આ બંને યોજનાઓ લાઈફ કવર સાથે જોડાયેલી છે અને તેનાથી બહુ જ ઓછા પ્રીમિયમમાં તમે 4 લાખ રૂપિયા સુધીનો વીમો લઈ શકો છો. આવો આ બંને યોજનાઓ વિશે વિગતવાર જાણીએ અને જોઈએ કે તમારે કેટલું પ્રીમિયમ આપવું પડશે.
જો તમે આ બંને યોજનાઓમાં રૂપિયા લગાવેલા છે તો, તમારે વધારે પ્રીમિયમ ભરવું પડશે. પહેલા આ યોજનાઓમાં સંયુક્ત રૂપથી 342 રૂપિયાનું વાર્ષિક પ્રીમિયમ ચૂકવવું પડતું હતુ. હવે તે વધીને 456 રૂપિયા થઈ જશે. નોંધનીય છે કે, આ યોજનાઓનો લાભ લેવા માટે તમારું ખાતું સરકારી બેંકમાં હોવું જરૂરી છે.
આ એક ટૂંકાગાળાની વીમા યોજના છે. આ યોજનામાં વીમાધારકની મોત થઈ જવા પર તેના નોમિનીને 2 લાખ રૂપિયા મળે છે. તેને 18-50 વર્ષનો કોઈ પણ વ્યક્તિ ખરીદી શકે છે. આ માટે તમારે વાર્ષિક 436 રૂપિયાનું પ્રીમિયમ ભરવું પડશે. આ વીમો એક વર્ષ માટે હોય છે અને પછી તેને રિન્યૂ કરવો પડે છે.
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના
તેને વીમાધારકની મૃત્યુ કે પછી સંપૂર્ણ રીતે વિકલાંગ થઈ જવા પર 2 લાખ રૂપિયા ચૂકવવામાં આવે છે. મૃત્યુની સ્થિતિમાં તે રકમ નોમિનીને મળશે અને વિકલાંગ હોવા પર વીમાધારકને આપવામાં આવશે. સાથે જ જો વીમાધારક આંશિક રીતે પણ વિકલાંગ થાય છે તો તેને 1 લાખ રૂપિયા મળશે. આ યોજનામાં રોકાણ કરવા માટે તમારી ન્યૂનતમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 70 વર્ષ હોવી જોઈએ. આ માટે તમારે દરેક વર્ષે 20 રૂપિયાનું પ્રીમિયમ આપવાનું હોય છે.
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર