હવે ફોન ઉપાડવા રૂપિયા 75 ચુકવવા પડશે!

પ્રતિકાત્મક તસવીર

ટેલિકૉમ કંપની ભારતી એરટેલના સીએમડી સુનીલ ભારતી મિત્તલે સંકેત આપ્યા છે કે એરટેલનો મિનિમમ ટેરિફ આગામી દિવસોમાં રૂપિયા 75 થઈ શકે છે.

  • Share this:
    અસીમ મનચંદા  (સીએનબીસી આવાઝ)

    ટેલિકોમ સેક્ટરમાં લાંબા ગાળાની વેલિડિટીના દિવસો હવે પસાર થઈ રહ્યાં છે. ક્યારેક કંપનીઓ ગ્રાહકો જોડવા માટે લાંબા ગાળાની રિચાર્જ ઑફરો આપતી હતી જોકે, હવે તમારે નેટવર્ક શરૂ રાખવા માટે તમારા એકાઉન્ટમાં મિનિમમ રૂપિયા 35નું બેલેન્સ રાખવું અનિવાર્ય છે. આગામી દિવસોમાં ઓછામાં દર મહિને  35ના સ્થાને રૂપિયા 75 થઈ શકે છે.

    ટેલિકૉમ કંપની ભારતી એરટેલના સીએમડી સુનીલ ભારતી મિત્તલે સંકેતા આપ્યા છે કે એરટેલનો મિનિમમ ટેરિફ દર રૂપિયા 75 થઈ શકે છે. કંપનીએ નવેમ્બરમાં જ આ દર વધારીને રૂપિયા 35 કર્યો હતો.

    અગાઉ નવેમ્બર મહિનામાં એરટેલ ભારતીએ પોતાના ટેરિફ પ્લાનમાં બદલાવ કર્યો હતો. ત્યારબાદ વોડાફોન આઇડિયાએ પણ ટેરિફ પ્લાનમાં બદલાવ કરતા મિનિમમ ટેરિફ દર રૂપિયા 35 કરી દીધો હતો. જાણકારોના મતે જો કંપનીઓ મિનિમમ દરમાં વધારો કરે તો ડિજિટલ ઇન્ડિયા અને ગ્રામિણ વિસ્તારોની કનેક્ટિવિટી પર અસર થશે.

    ડિસેમ્બરમાં ટેલિકૉમ રેગ્યુલેટર ઑથોરિટી ઑફ ઇન્ડિયા (TRAI)એ બંને કંપનીઓને અચાનક ટેરિફ પ્લાન બદલાવ માટે નોટિફ ફટકારી હતી. જોકે, ટ્રાઈ તરફથી આગળ જતા કોઈ કાર્યવાહી કરવામાં નહોતી આવી.
    Published by:Jay Mishra
    First published: