Home /News /business /Income Tax Return: અત્યાર સુધી નથી મળ્યું ITR રિફંડ તો આવી રીતે ચેક કરી શકો છો સ્ટેટસ
Income Tax Return: અત્યાર સુધી નથી મળ્યું ITR રિફંડ તો આવી રીતે ચેક કરી શકો છો સ્ટેટસ
વિત્ત વર્ષ 2020-21 માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની તારીખ 31 ડિસેમ્બર 2021 હતી, જોકે કરદાતાઓની સુવિધા માટે તારીખ વધારીને 31 માર્ચ 2022 કરવામાં આવી છે
ITR Refund : રિફંડમાં લેટ થવાનું કારણ ઇન્કમ ટેક્સના નવા પોર્ટલમાં ટેકનિકલ પરેશાની હતી. જોકે ડિપાર્ટમેન્ટ તરફથી હવે ઝડપથી કરદાતાઓને રિંફંડ આપવામાં આવી રહ્યા છે. તમે પણ પોતાનું રિફંડ સ્ટેટસ ચેક કરી શકો છો
નવી દિલ્હી : વિત્ત વર્ષ 2020-21 માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની તારીખ 31 ડિસેમ્બર 2021 હતી, જોકે કરદાતાઓની સુવિધા માટે તારીખ વધારીને 31 માર્ચ 2022 કરવામાં આવી છે. તેનો અર્થ એ થયો કે કરદાતા 31 માર્ચ 2022 સુધી દંડ સાથે ઇન્કમ ટેક્સ રિટર્ન (Income Tax Return)ભરી શકે છે. જો તમે આ ગાળા સુધીમાં પણ રિટર્ન નથી ભર્યું તો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ (Income Tax Department)તમારા પર કાર્યવાહી કરી શકે છે.
જોકે મોટાભાગના નોકરિયાત એવા છે જેમણે 31 ડિસેમ્બર 2021 પહેલા જ આઇટીઆર (ITR)ભરી દીધા છે. આવા કરદાતા હવે પોતાના રિફંડની રાહ જોઈ રહ્યા છે. રિફંડમાં (itr refund)લેટ થવાનું કારણ ઇન્કમ ટેક્સના નવા પોર્ટલમાં ટેકનિકલ પરેશાની હતી. જોકે ડિપાર્ટમેન્ટ તરફથી હવે ઝડપથી કરદાતાઓને રિંફંડ આપવામાં આવી રહ્યા છે. તમે પણ પોતાનું રિફંડ સ્ટેટસ ચેક કરી શકો છો.
આ કારણે થઇ શકે છે લેટ
જો કોઇ ઇન્ડિવિઝ્યુલ કે બિઝનેસ અત્યાર સુધી ઇન્કમ ટેક્સનું પેમેન્ટ કરવાનું છે તો આવામાં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ આઈટીઆર રિફંડ રિજેક્ટ કરી દેશે. આવામાં કરદાતાને બકાયા ટેક્સના પેમેન્ટ માટે નોટિસ મોકલી શકાય છે. નક્કી સમયની અંજર ટેક્સ ચુકવીને કરદાતા ફરીથી આઈટીઆર માટે અરજી કરી શકે છે.
આઈટીઆર રિફંડ માટે કરદાતાના બેંક એકાઉન્ટનું પ્રી-વેલિડેટ હોવું જરૂરી છે. પ્રી-વેલિડેટેડ બેંક એકાઉન્ટ દ્વારા ઇ-વેરિફિકેશન સુરક્ષિત લોગ ઇન જેવા કામ પણ કરી શકો છો. કરદાતા માટે એ ચેક કરવું જરૂરી છે કે બેંક ખાતામાં આપવામાં આવેલો મોબાઇલ નંબર અને ઇ-મેલ તે જ છે જે ઇન્કમ ટેક્સ ફોર્મમાં ભર્યા છે. મિસમેચની સ્થિતિમાં ઇ-ફાઇલિંગ પોર્ટલ પર એક વોર્નિંગ સાઇન જોવા મળશે.
અનવેરિફાઇડ આઈટીઆર
આઈટીઆરને વેરિફાઇ કર્યા પછી તેને વેલિડ માનવામાં આવે છે. તેને ઇલેક્ટ્રોનિક રીતથી વેરિફાઇ કરી શકાય છે અથવા આઈટીઆર-V ની એક હસ્તાક્ષર કરેલી કોપી બેંગલુરુના સેન્ટ્રલ પ્રોસિસિંગ સેન્ટરને મોકલવી જરૂરી છે. રિટર્ન ફાઇલ કરવા માટે 120 દિવસની અંદર તેને વેરિફાઇ કરવી જરૂરી છે. આ આધાર દ્વારા પણ વેરિફાઇ કરી શકીએ છીએ. વેરિફાઇ થયા પછી તમારા ઇ-મેલ એડ્રેસ પર કે મેસેજ દ્વારા આ વિશે જણાવી દેવામાં આવશે.