Home /News /business /Income Tax Update: આધારનો ઉપયોગ કરી TDS કપાતથી બચી શકાય છે, આવા જ અન્ય ઉપાય જાણો
Income Tax Update: આધારનો ઉપયોગ કરી TDS કપાતથી બચી શકાય છે, આવા જ અન્ય ઉપાય જાણો
ઇન્મકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાના અનેક લાભ.
Business news:આવકવેરા કાયદા (Income tax laws) મુજબ ચોક્કસ મર્યાદાથી વધુ આવક ધરાવનાર લોકો પાસેથી સરકાર (Government) આવકવેરો વસૂલ કરે છે. આ ટેક્સ જે તે વ્યક્તિએ જાતે જમા કરવો પડે છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં સરકારે સોર્સ પર જ ટેક્સ વસૂલવાની જવાબદારી મૂકી છે.
નવી દિલ્હીઃ બેંકમાં (Bank) 40,000 રૂપિયા સુધીની વ્યાજની આવક (Interest income) પર TDSની છૂટ હોય છે. સિનિયર સીટીઝન (Senior Citizen) માટે આ મર્યાદા 50,000 રૂપિયા સુધીની છે. જો નિશ્ચિત રકમ કરતા વધુ વ્યાજની આવક હોય તો ફોર્મ 15જી અને ફોર્મ 15એસ ભરીને બેંકને આપવાનું રહે છે. જેના પરિણામે કપાત લાગુ થતી નથી.
આ વાત દેખાવમાં એકદમ સરળ લાગે છે, પણ ઘણી વખત ખોટી માહિતી આપવા બદલ તમે આવકવેરા અધિકારીઓની નજરમાં આવી શકો છો. જેથી ન્યુઝ18 દ્વારા આવકવેરાના તજજ્ઞો સાથે વાત કરી TDS સાથે જોડાયેલા સવાલના જવાબ આપવામાં આવ્યા છે. તજજ્ઞ ચાર્ટડ એકાઉન્ટન્ટ વિકાસ અગ્રવાલ અને હરિગોપાલ પાટીદારે સરળ ભાષામાં આપેલી TDS અંગેની બધી જ વિગતો અહીં સમજો.
TDS એટલે શું? આવકવેરા કાયદા મુજબ ચોક્કસ મર્યાદાથી વધુ આવક ધરાવનાર લોકો પાસેથી સરકાર આવકવેરો વસૂલ કરે છે. આ ટેક્સ જે તે વ્યક્તિએ જાતે જમા કરવો પડે છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં સરકારે સોર્સ પર જ ટેક્સ વસૂલવાની જવાબદારી મૂકી છે. બેંક FDના કિસ્સામાં આવું જ છે. બેંકો આ આવક પરના ટેક્સની કપાત કરી તે આવકવેરામાં જમા કરે છે.
ફોર્મ 15જી અને 15એચ એટલે શું? આવકવેરા કાયદા હેઠળ વ્યાજ, ડિવિડન્ડ, ભાડું, વીમા કમિશન વગેરે જેવી ખાસ પ્રકારની આવક કર કપાત (TDS) વિના મેળવવાનો અધિકાર છે. આ વાત સરળ ઉદાહરણ સાથે સમજીએ. ધારો કે, વ્યાજ થકી તમારી આવક રૂ. 60,000 છે અને અન્ય સોર્સ દ્વારા શૂન્ય અથવા 1 લાખ રૂપિયાની આવક થાય છે. એટલે કે, કુલ આવક આવકવેરા મર્યાદા કરતા ઓછી છે.
છતાં પણ બેંક TDS નિયમ આગળ ધરીને ટેક્સ કાપી લેશે. જેથી જે લોકોની આવક મર્યાદા કરતા ઓછી છે તેમના માટે સરકારે ફોર્મ 15જી અને 15એચની સુવિધા આપી છે. ફોર્મ 15જીનો ઉપયોગ 60 વર્ષથી ઓછી ઉંમરના લોકો કરી શકે છે. જ્યારે 15એચનો ઉપયોગ સિનિયર સીટીઝન માટે થાય છે. આ ફોર્મ જમા કરાવો એટલે બેંક TDS કાપતી નથી.
ફોર્મ 15જી અને 15એચ માટે PAN હોવું જરૂરી છે? ફોર્મ 15જી અને 15એચમાં PAN નહીં હોય તો આધારથી કામ ચાલશે. જોકે, ફોર્મ 15જી અને 15એચ માટે એફિડેવિટ કરતી વખતે યોગ્ય PANનો ઉલ્લેખ કરવાંનું ધ્યાન રાખજો. જો PAN ગેરકાયદે નીકળ્યું તો એફિડેવિટ પણ ગેરકાયદે ગણાશે.
આ ફોર્મ ક્યારે જમા કરાવવાનું રહે છે? TDS કાપતી દરેક સંસ્થાએ આ ફોર્મ અલગ અલગથી સબમિટ કરવા પડશે. એટલે કે તમારું TDS કાપનાર પાસે આ ફોર્મ સબમિટ કરવાનું રહે છે. જો એક સંસ્થા પાસેથી વારંવાર કપાત થતી હોય તો કરદાતા નાણાકીય વર્ષની શરૂઆતમાં ફોર્મ 15જી અથવા 15એચમાં જાહેર કરી શકે છે. ત્યારબાદ કરદાતાની અંદાજિત કુલ આવક બદલાય ત્યારે આ ફોર્મ ભરવું પડે છે.
આ વર્ષે ક્યાં સુધી જમા થશે? નાણાકીય વર્ષ 2020-21 માટે પર્સનલ ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવાની છેલ્લી તારીખ હવે 31 ડિસેમ્બર, 2021 છે. જોકે, ફોર્મ 15જી અને 15એચની છેલ્લી તારીખ 30 નવેમ્બર, 2021 ગણાય.
આ ફોર્મ દર વર્ષે ભરવું પડે છે? આ ફોર્મ માત્ર એક નાણાકીય વર્ષ માટે માન્ય છે. તેથી TDS કપાતને બચાવવી હોય તો આ દરેક નાણાકીય વર્ષની શરૂઆતમાં ફોર્મ સબમિટ કરવા પડશે. આ ફોર્મ વર્ષમાં કોઈપણ સમયે સબમિટ કરી શકાય છે, પરંતુ પ્રથમ આવક ખાતામાં જમા થાય તે પહેલાં સબમિટ કરવું હિતાવહ છે.
નિશ્ચિત સમયે ફોર્મ જમા ન થાય તો? ફોર્મ સબમિટ ન થાય તો કરદાતા પાસેથી નક્કી થયેલા દરે TDS કપાત કરવામાં આવશે. પ્રથમ ત્રિમાસિક ગાળામાં આ ફોર્મ સબમિટ કરવામાં અસમર્થ હોય તો તેણે તક મળતાં જ સબમિટ કરવું જોઈએ. જેથી તે નાણાકીય વર્ષ દરમિયાન વધુ ટેક્સ ના કપાય. બાદમાં ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે તે TDS રિફંડનો દાવો કરી શકે છે.
શું ગત વર્ષની કુલ આવકની જાણકારી પણ આપવી પડશે? હા, તે જાણકારી આપવી પડશે. જેથી ફોર્મ ભરવા માટે જરૂરી માહિતી પણ હંમેશા તૈયાર હોવી જોઈએ. જેના માટે તમે સોગંદનામું દાખલ કરી રહ્યા છો તે નાણાકીય વર્ષ માટે તમારી કુલ અંદાજિત આવક પણ જાહેર કરવી પડશે. જેના માટે તમે સોગંદનામું દાખલ કરી રહ્યા છો તે આવક અંગે પણ જણાવવું પડશે. આવા કેટલા ફોર્મ સબમિટ કરી રહ્યા છો તે પણ જણાવવું પડશે. તેમજ અગાઉના વર્ષમાં ગ્રોસ ઇન્કમની રકમ માટે ફોર્મ સબમિટ કરવામાં આવ્યા હતા તે પણ જાહેર કરવા પડશે.
શું કોઈ એક ખાતામાં બેંક વ્યાજ 40,000 રૂપિયાથી ઓછું હોય તો પણ ફોર્મ ભરવું પડશે? એક જ બેંકમાં જુદા જુદા ખાતા હોય કે અલગ અલગ બેંકોમાં ઘણા ખાતા હોય, કુલ વ્યાજની આવક 40,000 રૂપિયાથી ઓછી હોય તો ફોર્મ સબમિટ કરવા પડશે નહીં. પરંતુ જો તમામ બેંકોના ખાતામાં કુલ વ્યાજની આવક 40,000 રૂપિયાથી વધુ હોય તો દરેક બેંકમાં ફોર્મ 15જી અને 15એચ આપવું જોઈએ.
સોગંદનામું ખોટું થયું હોય તો શું કરવું? TDS બચાવવા માટે ખોટું સોગંદનામું આપ્યું હોય તેવા કિસ્સામાં આકારણી અધિકારી તમારી વધુ તપાસ કરી શકે છે. જે પણ બેંકમાંથી આવક થતી હોય તે બધી બેંકમાં ફોર્મ સબમિટ થાય તેનું ધ્યાન રાખો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર