ઇન્કમ ટેક્સ સ્લેબમાં થઈ શકે છે મોટો ફેરફાર! 20 લાખ રુપિયા કમાનારને થશે આ ફાયદો

ઇન્કમ ટેક્સ સ્લેબમાં થઈ શકે છે મોટો ફેરફાર! 20 લાખ રુપિયા કમાનારને થશે આ ફાયદો
વિત્ત મંત્રી નિર્મલા સીતારમણ

 • Share this:
  નવી દિલ્હી :  જો તમારી વાર્ષિક આવક 20 લાખ રુપિયા સુધીનો હોય તો તમને આગામી વર્ષથી ઇન્કમ ટેક્સ (Income Tax Latest News)માં મોટી રાહત મળી શકે છે. સીએનબીસી આવાજને મળેલી એક્સક્લૂઝિવ જાણકારી પ્રમાણે 1 ફેબ્રુઆરીએ રજુ થનાર બજેટમાં વિત્ત મંત્રી ઇન્કમ ટેક્સ (Income Tax Slab Changes)માં મોટા ફેરફારની તૈયારીમાં છે. તમને જણાવી દઈએ કે વિત્ત મંત્રી નિર્મલા સીતારમણ થોડા દિવસોમાં ઘણી વખત ટેક્સ રેટમાં કટોતીનો સંકેત આપ્યો છે. ટેક્સ રેટ પર સવાલ પુછવા પર વિત્ત મંત્રીએ કહ્યું હતું કે ઇન્કમ ટેક્સ રેટને વધારે તર્કસંગત બનાવવા સહિત અન્ય ઉપાયો પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

  આવો હોઇ શકે છે ઇન્કમ ટેક્સ સ્લેબ


  સૂત્રોના મતે વાર્ષિક 7 લાખ રુપિયા સુધીની આવક પર 5% ટેક્સ પ્રસ્તાવ છે. વર્તમાન સમયમાં 5 લાખ રુપિયાની સુધીની કમાણી પર 5 ટકા ટેક્સ લાગે છે. જ્યારે 7 થી 10 કે 12 લાખ રુપિયા સુધીની કમાણી પર 10 ટકા ટેક્સનો પ્રસ્તાવ છે. વર્તમાન સમયમાં 5 થી 10 લાખ રુપિયા સુધીની કમાણી પર 20 ટકા ટેક્સ લાગે છે.

  આ પણ વાંચો - IMFએ જીડીપી ગ્રોથના અંદાજમાં ભારે ઘટાડો કર્યો, બતાવ્યું આ કારણ

  10થી 20 લાખ રુપિયા સુધીની કમાણી પર 20 ટકા ટેક્સનો પ્રસ્તાવ છે. વર્તમાન સમયમાં 10 લાખ રુપિયાથી વધારેની કમાણી પર 30 ટકા ટેક્સ લાગે છે. 20 લાખથી 10 કરોડ રુપિયા સુધીની કમાણી પર 30 ટકા ટેક્સનો પ્રસ્તાવ છે. આ સિવાય 10 કરોડ રુપિયાથી વધારેની કમાણી પર 35 ટકા ટેક્સનો પ્રસ્તાવ છે.

  તમને જણાવી દઈએ કે વર્તમાન ટેક્સ સ્લેબ (Tax Slab)ના હિસાબે કોઈપણ વ્યક્તિની વાર્ષિક આવક 2.5 લાખ રુપિયાથી વધારે છે કો તે ટેક્સના દાયરા (Income Tax) માં આવે છે. જો કોઇ વ્યક્તિ નોકરિયાત છે તો તેના પગારમાંથી જ ટેક્સ કાપી લેવામાં આવે છે.
  Published by:Ashish Goyal
  First published:January 22, 2020, 15:43 pm

  ટૉપ ન્યૂઝ