છેવટે સરકારે પરંપરા તોડી. વચગાળાના બજેટમાં કંઈક એવી રીતે જાહેરાતો કરવામાં આવી છે જે એક વાર તો એવો ભ્રમ ઊભો કરે છે કે ક્યાંય આ પૂર્ણ બજેટ તો નથી ને!
કાર્યવાહક નાણા મંત્રી પિયૂષ ગોયલે બજેટ ભાષણ દરમિયાન એક વાર ડાયરેક્ટ ટેક્સ પર પોતાની ઉપલબ્ધિઓ ગળાવીને આગળ વધી ગયા. ત્યારે એવું લાગ્યું કે મિડલ ક્લાસ માટે સરકારના પટારામાં કંઈ નથી. પરંતુ એકદમ અંતમાં ગોયલે ફરી ડાયરેક્ટજ ટેક્સનો ઉલ્લેખ શરૂ કર્યો અને...તે જાહેરાત કરી દીીધ જેની આશા કરવામાં આવી રહી હતી.
શું-શું મળી છૂટ?
નાણા મંત્રીએ ઇન્કમ ટેક્સ છૂટની મર્યાદા 2.5 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી દીધી છે. તેનો અર્થ છે કે જો તમારી ટેક્સેબલ ઇન્કમ 5 લાખ રૂપિયા છે તો આવતા નાણાકીય વર્ષથી તેમણે કોઈ ટેક્સ નહીં આપવો પડે. આ મિડલ ક્લાસ માટે ઘણી મોટી રાહત છે.
ગયા વર્ષે પણ એવી આશા રાખવામાં આવી રહી હતી કે 5 લાખ રૂપિયા સુધીની આવક ટેક્સ ફ્રી થઈ જશે. પરંતુ ત્યારે આ નિર્ણય નહોતો લેવાયો. આ ઉપરાંત સરકારે સ્ટાન્ડર્ડ ડિડક્શન પણ 40,000 રૂપિયાથી વધારીને 50,000 રૂપિયા કરી દીધું છે.
બજેટ સાંભળીને એવો અહેસાસ પાક્કો થઈ ગયો કે આગામી કેટલાક મહિનામાં લોકસભ ચૂંટણી યોજાવાની છે. સરકાર પોતાના પટારામાંથી એક પછી એક એવા તીક કાઢી રહ્યું હતું જેના કારણે મિડલ ક્લાસના ચહેરા પર ખુશી આવી ગઈ.
ટેક્સ ફ્રી વ્યાજ
સરકારે પોસ્ટ ઓફિસ અને બેંકથી મળનારા ટેક્સ ફ્રી વ્યાજની સીમાને પણ વધારી દીધી છે. પહેલા 10,000 રૂપિયા સુધીના વ્યાજ પર કોઈ ટેક્સ નહોતો આપવો પડતો. હવે સરકારે તેને વધારીને 40,000 રૂપિયા કરી દીધો છે.
ભાડાથી થતી કમાણી પર ગોયલે છૂટ આપી છે. પહેલા જ્યાં 1.80 લાખ રૂપિયા સુધીની કમાણી પર કોઈ ટેક્સ નહોતો લાગતો. હવે તેની સીમા વધીને 2.40 લાખ રૂપિયા કરી દીધી છે.
નોકરીયાત લોકો માટે આ બજેટ ખાસ રાહત લઈને આવ્યું છે. ઇન્કમ ટેક્સમાં છૂટની સાથે જ ગ્રેજ્યુટીની રકમમાં પણ વધારો કરવામાં આવ્યો છે. સરકારે ગ્રેજ્યુટીની રકમ 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરી દીધી છે.