Home /News /business /Income Tax Savings: 10 લાખ રૂપિયા સુધીની આવક છે તો આ રીતે બચાવો ઇન્કમ ટેક્સ

Income Tax Savings: 10 લાખ રૂપિયા સુધીની આવક છે તો આ રીતે બચાવો ઇન્કમ ટેક્સ

1 જુલાઈથી નિયમોમાં થશે ફેરફાર

Income Tax Saving Tips - કરદાતાઓ માટે ઉપલબ્ધ કર મુક્તિ વિકલ્પોનો સંપૂર્ણ લાભ લેવા માટે, તમારે બચત અને ખર્ચની યોગ્ય ગણતરી કરવી પડશે

Income Tax Savings: જો તમારી વર્ષની સેલેરી (salary)10 લાખથી વધુ છે, તો તમારે સરકારને (Government)ટેક્સ (Income Tax)માટે વધુ પૈસા ચુકવવા પડતા હશે. પણ ટેક્સ બચાવવાના ઘણા રસ્તાઓ છે. એવી ઘણી પદ્ધતિઓ છે જેનો ઉપયોગ કરીને કરદાતાઓ આવકવેરા(Income Tex Savings) પર મોટી બચત કરી શકે છે, પછી ભલે તમારો પગાર 10 લાખ રૂપિયા કે તેનાથી વધુ હોય. હા, તમારે ટેક્સ બચાવવા માટેની પુરે પુરી પ્રક્રિયા પહેલાં જાણી લેવી જોઇએ.

આવકવેરા બચતના (Income Tax Savings) તમામ યોગ્ય વિકલ્પોનો ઉપયોગ કરો છો, તો તમારે એક પણ પૈસો ચૂકવવાની જરૂર નહીં પડે. કરદાતાઓ માટે ઉપલબ્ધ કર મુક્તિ વિકલ્પોનો સંપૂર્ણ લાભ લેવા માટે, તમારે બચત અને ખર્ચની યોગ્ય ગણતરી કરવી પડશે. આ માટે તમારે ફાઇનાન્શિયલ મેનેજરની પણ જરૂર નથી, કારણ કે તમે ઇન્કમ ટેક્સ પર બચત કરવાની કળા જાતે જ શીખી શકો છો.

દા. ત. તમારી ઉંમર 60 વર્ષથી ઓછી છે અને તમે વાર્ષિક રૂ. 10,50,000 કમાઓ છો, તો તમે 30% આવકવેરા સ્લેબ હેઠળ આવશો. તમે આવકવેરો કેવી રીતે બચાવી શકો છો તે અહીં 7 સ્ટેપમાં દર્શાવવામાં આવ્યુ છે...

સૌથી પહેલાં તમારે કર કપાત તરીકે 50 લાખ કાપો, કારણ કે, તેમાં ટેક્સ નથી.

10,50,000-50,000 = Rs 10,00,000.

હવે તમે ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 80 C હેઠળ રિબેટ ઓફર કરતાં સાધનોમાં પ્રથમ રોકાણ કરીને તમારી બચત શરુ કરી શકો છો, જેમાં 1.5 લાખ અને ટેક્સ ફ્રી કરી શકો છો. તમે તમારા પૈસા EPF, PPF, ELSS, NSC જેવા રોકાણ સાધનોમાં મૂકીને વધુમાં વધુ રૂ. 5 લાખ સુધીની બચત કરી શકો છો અને 2 બાળકો માટેની ટ્યુશન ફીના રૂપમાં વાર્ષિક રૂ. 1.5 લાખ સુધીની બચત કરી શકો છો.

આ પણ વાંચો - પર્સનલ લોન આર્થિક મુશ્કેલીના સમયમાં અન્ય વિકલ્પો કરતા છે વધુ લાભદાયક, જાણો તેના ફાયદા

હવે તમારે 8 લાખ 50 હજાર પર પણ ટેક્સ બચાવવાનો છે.

રૂ. 10,00,000 – 1,50,000 = રૂ. 8,50,000

જો તમે નેશનલ પેન્શન સિસ્ટમ અથવા (NPS) યોજનામાં વાર્ષિક રૂ. 50,000 સુધીનું રોકાણ કરો છો, તો આવકવેરા કાયદાની કલમ 80CCD (1B) હેઠળ રિબેટ મેળવવા માટે તમને ઇન્કમ ટેક્સમાં છૂટ મળશે. અહીં 50 હજારની બચત થાય છે, તો તમારે હવે 8 લાખ રુપિયા પર ટેક્સ બચાવવાનો છે.

રૂ. 8,50,000 – રૂ 50,0000 = રૂ. 8,00,000

જો તમે હોમ લોન લીધી છે, તો તમે આવકવેરાની કલમ 24B હેઠળ વધુમાં વધુ રૂ. 2 લાખ સુધીની બચત કરી શકો છો.

રૂ. 8,00,000 – રૂ. 2,00,000 = રૂ. 6,00,000

આ સિવાય જો સ્વાસ્થ્ય વીમા પ્રિમીયમ માટે રૂ. 25,000 સુધીના વળતરનો દાવો કરી શકો છો. તમે આવકવેરાની કલમ 80D હેઠળ જીવનસાથી, બાળકો અને તમારા માટે નિવારક આરોગ્યસંભાળ તપાસના પ્રીમિયમ પર બચત કરી શકો છો.

જેમાં શરત એક જ છે કે, માતાપિતા વરિષ્ઠ નાગરિક હોવા જોઈએ તો જ માતાપિતા માટે આરોગ્ય વીમો ખરીદવાથી તમને રૂ. 50,000 સુધીની વધારાની કપાતનો લાભ મળી શકે છે. 6 લાખમાંથી 75 હજાર બાદ કરવામાં આવે તો હવે બચ્યા 5 લાખ 25 હજાર.

રૂ. 6,00,000 – રૂ. 75,000 = રૂ. 5,25,000

ટેક્સ વિભાગ કરદાતાઓને આવકવેરાની કલમ 80G હેઠળ નોંધાયેલ સંસ્થાઓને દાનમાં આપવામાં આવેલી રકમ પર કપાતનો દાવો કરવાની મંજૂરી આપે છે.

આ પણ વાંચો - જાણો શું છે E-Shram Card? 20 કરોડો લોકોએ બનાવ્યું છે આ કાર્ડ

માનીલો કે, તમે 25 હજાર દાન કર્યાં છે, તો તમે ટેક્સમાં રાહત લઇ શકો છો, પણ તેના માટે તમારે જરુરી દસ્તાવેજો પણ જમા કરાવવાના રહેશે. તો આ 25 બાદ કરતાં બચે છે 5 લાખ રુપિયા.

રૂ. 5,25,000 – રૂ. 25,000 = રૂ. 5,00,000

તો આ તમામ કપાત કર્યા બાદ, તમારો કરપાત્ર પગાર હવે ઘટીને રૂ. 5 લાખ થઈ જશે. ભારતમાં, જો કોઈ કરદાતા રૂ. 5 લાખથી વધુની કમાણી કરે તો તેણે 5% દરે ટેક્સ ચૂકવવો જરૂરી છે. તેથી, આ કિસ્સામાં, તમારો ટેક્સ રૂ. 12,500 (રૂ. 2.5 લાખના 5%) હશે. જો કે, તમે ટેક્સ પર છૂટનો લાભ લઈ શકો છો.
Published by:Ashish Goyal
First published:

Tags: Income Tax Return, Income tax slab

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन