ઘરમાં પડેલા સોના અને લગ્નમાં મળેલા દાગીના મામલે આ નિયમ જાણવા જરૂરી છે

News18 Gujarati
Updated: January 4, 2020, 11:59 AM IST
ઘરમાં પડેલા સોના અને લગ્નમાં મળેલા દાગીના મામલે આ નિયમ જાણવા જરૂરી છે
પ્રતિકાત્મક તસવીર

લગ્નમાં મળેલા સોનાને વહેંચવા પર પણ ટેક્સના નિયમ છે.

  • Share this:
વર્ષે સોનાના ભાવમાં મોટો ઉછાળો જોવા મનવા ળ્યો છે. જેણે સોની ખરીદનારની ચિંતા વધારી છે. સોની બજારોમાં સોનાના ભાવ 40 હજાર રૂપિયે પ્રતિ દસ ગ્રામે પહોંચ્યા છે. જેના કારણે લગ્નમાં સોના ખરીદનાર લોકોની ચિંતા વધી ગઇ છે. જો કે સોનાની ખરીદી કરતી વખતે લોકોને સોના બાબતે ટેક્સથી જોડાયેલા નિયમો વિષે જાણકારી નથી હોતી. જે એક સામાન્ય માણસની મુશ્કેલી વધારી શકે છે. ઇનકમ ટેક્સ ડિપોર્ટમેન્ટ તમને આ મામલે નોટિક કે પેનલ્ટી પણ ફટકારી શકે છે જો તમે આ નિયમોથી અજાણ છો તો!

સવાલ : લગ્નમાં મળેલા દાગીનાથી જોડાયેલા ટેક્સના નિયમો શું છે?
ટેક્સ એક્સપર્ટનું કહેવું છે કે લગ્નમાં મળેલા દાગીના પર પરણિતાને કોઇ ટેક્સ નથી લાગતો. સાસુ સસરા, માતા પિતાને પણ ગોલ્ડ પર ટેક્સ નથી આપવો પડતો. સાસુથી વારસામાં જે દાગીના મળ્યા હોય તેની પર પણ ટેક્સ નથી આપવો પડતો. ગિફ્ટ ડીડ કે વારસામાં મળેલા દાગીના પણ ટેક્સ દાયરાથી બહાર છે.

સવાલ : શું ઘર પર રાખેલા સોના માટે કોઇ ખાસ નિયમ છે?

જવાબ : ટેક્સ એક્સપર્ટ જણાવી છે કે ઘરમાં સોના ચાંદીના દાગીના રાખવાની કોઇ લીમીટ નથી. પણ ઘર પર રાખેલા દાગીનાનો ઇનકમ સોર્સ જણાવવો જરૂરી છે. નોટબંધી પછી ઘરમાં સોનું રાખવાથી તેનો સોર્સ બતાવવો જરૂરી છે. 1 ડિસેમ્બર 2016 પછી CBDT નિયમ નક્કી કરવામાં આવ્યા છે. પણ સોનાની ખરીદી પર પાકુ બિલ કે ઇનવોઇસ હોવું જરૂરી છે. ટેક્સ વિભાગની તરફથી પુછપરછ થતા ઇનવોઇસ કામમાં આવી શકે છે. વર્ષે 50 લાખથી વધુ ઇનકમ પર ઘરમાં સોનું રાખવાથી તેની કિંમતની જાણકારી રિર્ટનમાં આપવી પડે છે. રિટર્નમાં એસ્ટેટ અને લાયબિલિટીના વિકલ્પમાં સોનાની કિંમત ભરો. ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટના એક સર્ક્યૂલરમાં કહેવામાં આવ્યું છે કે જો ઘર પર છાપો પડે અને સોનું મળે તો તેના કેટલાક લિમિટ્સ છે. પરણિત મહિલાઓને ઘરમાં 500 ગ્રામ સોનું રાખવાની છૂટ છે. અવિવાહિત મહિલા 250 ગ્રામ અને પુરુષોને 100 ગ્રામ સુધી સોની રાખવાની છૂટ છે.

સવાલ : શું ઇનકમ ટેક્સ રિર્ટન ભરતી વખતે સોનાના દાગીનાની જાણકારી આપવી જરૂરી છે?જવાબ : તમારી ટેક્સબલ ઇનકમ 50 લાખથી વધુ હોય તો તમારે તમારી ઝ્વેલરી ડિટેલ ITR આપવી પડશે. પોતાના દાગીનાની જાણકારી હંમેશા પોતાની પાસે રાખો. અને દાગીના ખરીદ્યા હોય તો તેની રિસિપ્ટ પણ પાસે સાચવીને રાખો.

IT દ્વારા માંગ્યા પર તમે આ કાગળ બતાવી શકો છો.
સવાલ : શું ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તમારા દાગીના જપ્ત કરી શકે છે?
જવાબ : હા ઇનકમ વિભાગ તમારા દાગીના જપ્ત કરી શકે છે. જ્વેલરી સોર્સ ન બતાવવા પર આઇટી વિભાગ આમ કરી શકે છે. સોર્સ ન કહેવા પર ટેક્સ લાગે છે. આઇટી વિભાગ દાગીના જપ્ત કરવાની સાથએ 138 ટકા ટેક્સ લગાવી શકે છે.

ગોલ્ડ ટેકસ પર ગણિત
લગ્નમાં મળેલા સોના પર કોઇ ટેક્સ નથી
સંબંધીઓથી કે મિત્રથી મળતા સોના પણ ટેક્સેબલ નથી
લગ્નમાં મળેલા ગોલ્ડને વહેંચવા પર ટેક્સના નિયમ છે.
લગ્નમાં મળેલા ગોલ્ડને વહેંચવા પર કેપિટલ ગેન ટેક્સ લાગશે.
ગોલ્ડ ત્રણ વર્ષ પહેલા વહેંચો તો શોર્ટ ટર્મ કેપિટલ ગેન ટેક્સ
ત્રણ વર્ષ પછી વહેંચો તો લોંગ ટર્મ કેપિટલ ગેન ટેક્સ લાગશે.
જૂના દાગીના આપી નવા દાગીના બનાવ્યા તો ટેક્સ નહીં લાગે
જૂના દાગીની સામે નવા દાગીના લેવા પર ટેક્સ આપવો પડશે.
First published: January 4, 2020
વધુ વાંચો
अगली ख़बर