Home /News /business /આજે IT રિટર્ન ફાઇલ કરવાનો છેલ્લો દિવસ, કાલ સુધી ભરાયા કરોડો રિટર્ન

આજે IT રિટર્ન ફાઇલ કરવાનો છેલ્લો દિવસ, કાલ સુધી ભરાયા કરોડો રિટર્ન

પ્રતીકાત્મક તસવીર

Income tax returns: આવકવેરા વિભાગે શનિવારે સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર તેની જાણકારી આપતાં કરદાતાઓને છેલ્લી તારીખ (last day) 31 જુલાઇ સુધી આવકવેરા રિટર્ન ફાઇલ કરવા અનુરોધ કર્યો છે

નવી દિલ્હી: નાણાકીય વર્ષ 2021-22 (financial year 2021-22) માટે આવકવેરા રિટર્ન (income tax returns) ભરવાની સમયમર્યાદા પૂરી થાય તેના એક દિવસ અગાઉ સુધી પાંચ કરોડથી વધુ રિટર્ન ફાઇલ (returns fill) કરાયા હતા. આવકવેરા વિભાગે શનિવારે સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર તેની જાણકારી આપતાં કરદાતાઓને છેલ્લી તારીખ (last day) 31 જુલાઇ સુધી આવકવેરા રિટર્ન ફાઇલ કરવા અનુરોધ કર્યો છે. સાથે જ કહ્યું કે, લેટ ફીથી બચવા માટે નક્કી સમય સુધી રિટર્ન જમા કરાવો.

આવકવેરા વિભાગે જણાવ્યું કે, નાણાકીય વર્ષ 2022-23 માટે શનિવારે સાંજે 8.36 કલાક સુધી પાંચ કરોડથી વધુ રિટર્ન ફાઇલ કરાયા છે. અગાઉ 29 જુલાઇ સુધી 4.52 કરોડ આઇટીઆર ફાઇલ કરાયા હતા.

આજે રવિવારે પણ ખુલ્લા રહેશે આકવેરા સેવા કેન્દ્ર

સાથે જ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ, આવકવેરા વિભાગની નિયમનકારી સંસ્થા (સીબીડીટી)એ 31 જુલાઇએ રવિવાર હોવા છતાં દેશમાં તમામ આવકવેરા સેવા કેન્દ્ર ચાલુ રાખવા આદેશ કર્યો છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ઇ-ફાઇલિંગ પોર્ટલ સાથે જોડાયેલા મુદ્દાઓનું તાત્કાલિક સમાધાન લાવવામાં આવી રહ્યું છે અને કરદાતાઓના દરેક પ્રશ્નોનો જવાબ આપવામાં આવી રહ્યો છે.

અત્યાર સુધી 5 કરોડ રિટર્ન

આવકવેરા રિટર્ન જમા કરાવવાની છેલ્લી તારીખ આગળ લઇ જવા માટે સોશિયલ મીડિયામાં કરવામાં આવતી માંગણી અંગે પૂછતા અધિકારીએ જણાવ્યું કે, હાલ વિભાગ તેના વિશે વિચારી રહ્યું નથી. નાણાકીય વર્ષ 2020-21 માટે રિટર્ન ફાઇલની સમયસીમા 31 ડિસેમ્બર, 2021 સુધી લંબાવવામાં આવી હતી. આ દરમિયાન કુલ 5.89 કરોડ રિટર્ન ફાઇલ કરાયા હતા.

આ પણ વાંચો: Zomato, PayTM, Nykaa: આ ટેક સ્ટોક્સમાં ક્યારે આવશે તેજી, જાણો એનાલીસ્ટનો મત

છેલ્લી તારીખ લંબાવવા માંગ

ટેક્સપેયર પોર્ટલ સંબંધિત મુશ્કેલીઓની ફરિયાદ કરી રહ્યા છે અને આવકવેરા વિભાગને તારીખ લંબાવવા વિનંતી કરી રહ્યા છે. ટ્વિટર પર એક યુઝરે લખ્યું કે, #Extend_Due_Date_Immediately. આ માંગ પાછળનો તર્ક વ્યક્ત કરતાં લખ્યું કે, 26AS અને AIS મેળ ખાતા નથી. પોર્ટલ સંપૂર્ણ રીતે કામ કરતી નથી. 26AS 15 જૂન સુધી અપડેટ કરાયું નથી. સમયસર ફાઇલ કરવા માટે ફોર્મ ઉપલબ્ધ નથી. ટીડીએસ અને જીએસટી રિટર્ન ફાઇલ કરવાની તારીખ પરસ્પર ટકરાવે છે.
First published:

Tags: Business news, Income Tax Return, ITR filing, Last Day

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો