જલ્દી ફાઇલ કરો Income Tax Return, નહીં તો આપવું પડશે ડબલ TDS

જલ્દી ફાઇલ કરો Income Tax Return, નહીં તો આપવું પડશે ડબલ TDS
પ્રતીકાત્મક તસવીર

ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ITR નહીં ભરનાર માટે નિયમો વધુ કડક બનાવી દીધા છે.

  • Share this:
કરદાતાઓ માટે એક ખૂબ જરૂરી સમાચાર છે. જો તમે હજુ સુધી ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ નથી કર્યું તો હવે તમારે ડબલ TDS ભરવું પડી શકે છે. એટલે કે તમારી પાસે ટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે માત્ર 30 સુધીનો સમય છે. ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ITR નહીં ભરનાર માટે નિયમો વધુ કડક બનાવી દીધા છે. નાણાકીય વર્ષ 2020-21ના ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઇથી વધારીને 30 સપ્ટેમ્બર કરી દેવાઇ છે. નવા નિયમો અનુસાર જે લોકોએ ITR ફાઇલ નથી કર્યો તેમના પર ટેક્સ કલેક્શન એટ સોર્સ પણ વધુ લાગશે. નવા નિયમો અનુસાર 1 જુલાઇ 2021થી પીનલ TDS અને TCS દર 10-20 ટકા હશે. જે સામાન્ય રીતે આ દર 5-10 ટકા હોય છે.

જાણો ટીડીએસનો નવો નિયમટીડીએસના નવા નિયમો અનુસાર ઇનકમ ટેક્સ એક્ટ 1961ના સેક્શન 206AB અંતર્ગત આવકવેરા કાનૂનમાં રહેલા પ્રાવધાનના 2 ગણા કે પ્રચલિત દરના 2 ગણા અથવા તો 5 ટકામાં જે પણ વધુ હશે તે અનુસાર ટીડીએસ લાગી શકે છે. ટીડીએસ માટે પણ રહેલા પ્રાવધાન અનુસાર પ્રચલિત દર કે 5 ટકામાંથી જે પણ વધુ હશે તેના હિસાબે ચૂકવવા પાત્ર થશે.

ટેક્સપેયર્સ શું કરી શકે?

નવા નિયમો અનુસાર જો તમે 2 ગણા ટીડીએસથી બચવા માંગો છો તો તમારી જે પણ આવક હોય, ટેક્સેબલ હોય કે નહીં પરંતુ તેનું રિટર્ન ફાઇલ કરવું પડશે. આવી જ રીતે જો કોઇ વ્યક્તિ ગત વર્ષ કે આ વર્ષે 18 વર્ષનું થયું છે અને તે પહેલા તેની ટેક્સેબલ ઇનકમ નહોતી છતા પણ તેનું રિટર્ન ભરી શકાય છે. જણાવી દઇએ કે ઇનકમ ટેક્સ કાયદા અનુસાર તમામ લોકો પોતાનું ઈન્ક્મ ટેક્સ રિટર્ન દાખલ કરી શકે છે. પછી તે એડલ્ટ હોય કે નહીં.

ચીનમાં MBBSનો અભ્યાસ કરતા ગુજરાતનાં 5 હજાર વિદ્યાર્થીઓનો 17 મહિનાથી બગડી રહ્યો છે અભ્યાસ

આ લોકો પર નહીં લાગૂ થાય નિયમ

ઇનકમ ટેક્સનો આ સેક્શન (206AB) સેલરીડ એમ્પ્લોઇઝ પર નહીં લાગૂ થાય. સાથે જ આ અનિવાસી વ્યક્તિઓ પર પણ લાગૂ નહીં થાય. જોકે સરકારે નબળા અને મધ્યમ વર્ગને રાહત આપતા તેમાં એક શરત મૂકી છે કે જે ટેક્સપેયર્સ છેલ્લા 2 વર્ષોમાં 50,000 કે વધુનું ટીડીએસ કે ટીસીએસ નથી કપાવી રહ્યા, તેમના પર આ નિયમ લાગૂ નહીં થાય.

ખંભાત: મુસ્લિમ યુવતીએ હિન્દુ યુવક સાથે કર્યા લગ્ન, પિયરથી જાનના જોખમ સામે માંગ્યું પોલીસ રક્ષણ

જાણો શું છે TDS?

જો કોઇ આવક થાય છે તો તે આવકમાંથી ટેક્સ કાપીને જો વ્યક્તિને બાકીની રકમ આપવામાં આવે તો ટેક્સ તરીકે કપાયેલ રકમ ટીડીએસ કહેવાય છે. સરકાર ટીડીએસ દ્વારા ટેક્સ એકઠો કરે છે.આ અલગ-અલગ પ્રકારના આવકના સ્ત્રોતો પરથી કાપવામાં આવે છે, જેમ કે સેલેરી, કોઇ રોકાણ પર મળેલ વ્યાજ કે કમિશન વગેરે પર. કોઇ પણ સંસ્થા(જે ટીડીએસની મર્યાદામાં આવે છે) જે ચૂકવણી કરે છે, તે એક નિશ્ચિત રકમ ટીડીએસ તરીકે કપાય છે.
Published by:News18 Gujarati
First published:June 23, 2021, 11:20 IST

ટૉપ ન્યૂઝ