Home /News /business /

ITR filing: આ તારીખ સુધી ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ ન કરવા પર થઈ શકે છે સાત વર્ષની જેલ, જાણો વિગત

ITR filing: આ તારીખ સુધી ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ ન કરવા પર થઈ શકે છે સાત વર્ષની જેલ, જાણો વિગત

ઇન્મક ટેક્સ રિટર્ન

ITR filing last date: જો કોઈ કરદાતા ટેક્સની જવાબદારી હોવા છતાં આઈટીઆર ફાઇલ નથી કરતો તો ભારત સરકાર પાસે તેના પર કેસ કરવાનો અધિકાર છે.

    મુંબઇ. ITR filing: આકારણી વર્ષ (Assessment Year) 2021-22 માટે ઇન્મક ટેક્સ રિટર્ન (income tax return) ફાઇલ કરવાની અંતિમ તારીખ (Last date) 31મી માર્ચ, 2022 છે. જે લોકો 31મી ડિસેમ્બર, 2021ની નિર્ધારિત તારીખ (Due date) સુધી ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ નથી કરી શક્યા તેઓ 31મી માર્ચ, 2022 સુધી આઈટીઆર ફાઇલ (ITR filing) કરી શકશે. જોકે, નિર્ધારિત તારીખ બાદ રિટર્ન ફાઇલ કરવા માટે કરદાતાએ પેનલ્ટી (Penalty on ITR) ચૂકવવી પડશે. આ પેનલ્ટી કરદાતાના ટેક્સ સ્લેબ પર આધારિત છે. ટેક્સ ચૂકવવાની જવાબદારી હોવા છતાં જો કોઈ કરદાતા ઇન્મક ટેક્સ રિટર્ન ફાઇલ નથી કરતો તો તેને ઓછામાં ઓછી ત્રણ વર્ષ અને વધુમાં વધુ સાત વર્ષની જેલની સજા પણ થઈ શકે છે.

    ટેક્સ-વ્યાજ સાથે પેનલ્ટી ચૂકવવી પડશે

    લાઇવમિન્ટના એક રિપોર્ટ પ્રમાણે મુંબઈમાં ટેક્સ અને ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાત બલવંત જૈનનું કહેવું છે કે, "અંતિમ તારીખ સુધી ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં નિષ્ફળ રહેવા પર આઈટી ડિપાર્ટમેન્ટ ટેક્સ અને વ્યાજ ઉપરાંત કરદાતાની વાસ્તવિક કરની જવાબદારી ઉપર 50થી 200 ટકા સુધી પેનલ્ટી લગાવી શકે છે. જો કોઈ કરદાતા ટેક્સની જવાબદારી છતાં આઈટીઆર ફાઇલ નથી કરતો તો ભારત સરકાર પાસે તેની વિરુદ્ધ કેસ ચલાવવાનો અધિકાર છે."

    ટેક્સની 10 હજારથી વધારે બાકીની રકમ હોય તો ચાલશે કેસ

    ઇન્કમ ટેક્સ નિયમોમાં કેસ ચલાવવા અંગેના નિયમ અંગે વાત કરતા બલવંત જૈને જણાવ્યું કે, "ઇન્કમ ટેક્સ નિયમમાં ઓછામાં ઓછી ત્રણ વર્ષ અને વધુમાં વધુ સાત વર્ષની જેલની સજાનો જોગવાઈ છે. એવું નથી કે ઇન્મક ટેક્સ ડિપાર્ટમેન્ટ રિટર્ન ફાઇલ કરવામાં નિષ્ફળ રહેતા તમામ વ્યક્તિ પર કેસ કરશે. આવા કિસ્સામાં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ફક્ત ત્યારે જ કેસ કરી શકે છે જ્યારે ટેક્સની જવાબદારી 10,000 રૂપિયાથી વધારે હોય."

    આ પણ વાંચો: શા માટે અંતિમ તારીખ પહેલા IRT ફાઈલ કરી દેવું જોઈએ? જાણો વિવિધ ફાયદા

    10 હજાર રૂપિયા પર લાગશે પેનલ્ટી

    નિર્ધારિત તારીખ પછી પરંતુ અંતિમ તારીખ પહેલા ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા પર લાગતી પેનલ્ટી અંગે વાત કરતા ઓપ્ટિમા મની મેનેજર્સના એમડી અને સીઈઓ પંકજ મઠપાલે જણાવ્યું કે, "જો કોઈ કરદાતા 31 ડિસેમ્બર, 2021 સુધી રિટર્ન ફાઇલ કરવાનું ચૂકી ગયો છે તો તે 31 માર્ચ, 2022 સુધી રિટર્ન ફાઇલ કરી શકે છે. જોકે, તેણે રિટર્ન ફાઇલ કરવા માટે 5,000 રૂપિયા લેટ ફી ચૂકવવી પડશે. આ લેટ ફી તેમણે જ ચૂકવવી પડશે જેમની વાર્ષિક આવક પાંચ લાખ રૂપિયા કરતા વધારે હોય. જો આવક પાંચ લાખ રૂપિયા કરતા ઓછી હોય તો લેટ ફી તરીકે 1,000 રૂપિયા લેવામાં આવે છે."

    આ પણ વાંચો: ITR ફાઇલ કરવામાં મોડું થઈ ગયું છે? આ રીતે લેટ ફીથી બચી શકો છો

    પંકજ મઠપાલે જણાવ્યું હતું કે કરદાતાઓએ લાસ્ટ ડેટ સુધી રિટર્ન ફાઇલ કરી જ દેવું જોઈએ. આવું કરવાથી વાસ્તવિક ટેક્સ પર 50થી 200 ટકા સુધીની પેનલ્ટી અથવા ત્રણથી સાત વર્ષ સુધીની જેલની સજાથી બચી શકાય છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: ITR, આયકર વિભાગ, કમાણી

    આગામી સમાચાર