Home /News /business /

ITR last date: કોઈ જ દંડ વગર ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો અંતિમ તારીખ પછી કેટલો દંડ લાગશે

ITR last date: કોઈ જ દંડ વગર ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો અંતિમ તારીખ પછી કેટલો દંડ લાગશે

31 ડિસેમ્બર બાદ દંડ સાથે ફાઇલ કરી શકાશે ITR

ITR due date 31 December 2021: ટેક્સ નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ITR ફાઇલ કરવા માટે નિર્ધારિત તારીખ (Due date) 31મી ડિસેમ્બર, 2021 છે. જ્યારે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ (Last date) 31 માર્ચ, 2022 છે. એટલે કે 31મી ડિસેમ્બર પછી પણ દંડ ભરીને આઈટીઆર ફાઇલ કરી શકાય છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી. ITR filing last date: નાણાકીય વર્ષ 2020-21 માટે (AY 2021-22) ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ (ITR filing Due date) કરવાની નિર્ધારિત તારીખ છે. કરદાતાઓને 31મી ડિસેમ્બર, 2021 પહેલા પોતાનું ITR રિટર્ન ફાઇલ કરવાની સલાહ આપવામાં આવી છે. જોકે, આ તારીખ પછી પણ જે તે વ્યક્તિ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકે છે. ટેક્સ નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ITR ફાઇલ કરવા માટે નિર્ધારિત તારીખ (Due date) 31મી ડિસેમ્બર, 2021 છે. જ્યારે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ (Last date) 31 માર્ચ, 2022 છે. એટલે કે જો કોઈ વ્યક્તિ 31મી ડિસેમ્બર, 2021 સુધી ITR ફાઇલ નથી કરતો તો તે ફ્લેટ દંડ ભરીને રિટર્ન ફાઈલ કરી શકે છે. આ ઉપરાંત કરદાતાએ સમયસર રિટર્ન ફાઇલ ન કરવાથી અમુક નુકસાન પણ ઉઠાવવું પડી શકે છે.

    મિન્ટમાં છપાયેલા અહેવાલ પ્રમાણે ટ્રાન્સેન્સ કેપિટલ ખાતે વેલ્થ મેનેજર કાર્તિક ઝવેરીનું કહેવું છે કે, ITR due date and ITR Last date વચ્ચે તફાવત છે. 31મી ડિસેમ્બર 2021 એ આકારણ વર્ષ 2021-22 માટે રિટર્ન ફાઇલ કરવાની Due date છે. જ્યારે રિટર્ન ફાઇલ કરવની Last date 31મી માર્ચ 2021 છે. જોકે, તમામ કરદાતાઓને 31મી ડિસેમ્બર પહેલા જ આઈટીઆર ફાઇલ કરવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે ત્યારબાદ તેમને અમુક નુકસાન થઈ શકે છે. નિર્ધારિત તારીખ બાદ તેઓ નુકસાનને આગળના વર્ષમાં નથી લઈ જઈ શકતા.

    ડ્યૂ ડેટ પછી ITR ફાઇલ કરવાથી કેટલો દંડ લાગે?

    ટેક્સ નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે જો ડ્યૂ ડેટ (31 ડિસેમ્બર, 2021) પછી ITR ફાઇલ કરવામાં આવે અને જે તે વ્યક્તિની ટેક્સેબલ આવક પાંચ લાખ રૂપિયાથી વધારે હોય તો ફ્લેટ 5000 રૂપિયાનો દંડ થશે. જોકે, જેમની આવક પાંચ લાખ રૂપિયાથી ઓછી છે તેમણે 1000 રૂપિયા દંડ ભરવો પડશે. આ ચાર્જ એવા લોકોને પણ લાગશે જેમના માથે ટેક્સની કોઈ જવાબદારી નથી પરંતુ તેઓ 31મી ડિસેમ્બર, 2021 પછી રિટર્ન ફાઇલ કરવા માંગે છે. આ દંડ રિટર્ન ફાઇલ કરતી વખતે જ લાગશે.

    લાસ્ટ ડેટ (31 માર્ચ, 2022) પછી કેટલો દંડ લાગે?

    જો કોઈ કરદાતા લાસ્ટ ડેટ (31 માર્ચ, 2022) પછી ITR ફાઇલ કરે તો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ટેક્સ ઉપરાંત કુલ ટેક્સની અડધી રકમ સુધીનો દંડ ફટકારી શકે છે. કરદાતા જ્યાં સુધી આઈટીઆર ફાઇલ નથી કરતો ત્યાં સુધી વ્યાજ પણ લેવામાં આવી શકે છે. આવા કેસમાં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી નોટિસ પણ પાઠવવામાં આવે છે.

    શા માટે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવું જોઈએ?

    ઇન્કમટેક્સમાં મળતા છૂટછાટથી વધારે રકમની કમાણી કરતા લોકો માટે ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવું જરૂરી છે. કુલ આવકમાંથી કપાતની છૂટ બાદ તમારી ટેક્સની જવાબદારી શૂન્ય થઈ જતી હોય તો પણ તમારે રિટર્ન ફાઇલ કરવું જોઈએ. આજે અમે તમને ITR ફાઇલ કરવાના ફાયદાઓ જણાવી રહ્યા છીએ.

    વ્હીકલ અને હોમ લોન

    જ્યારે તમે વ્હીકલ લોન (ટૂ વ્હીલર અથવા ફોર વ્હીલર) માટે અરજી કરો છો ત્યારે બેંક તમારી પાસે ટેક્સ રિટર્નની કોપી માંગી શકે છે. દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) વ્હીકલ લોન માટે અરજી કરનાર લોકો પાસેથી સેલેરી સ્લીપ, ટીડીએસ સર્ટિફિકેટ/ ફોર્મ-16, છેલ્લા બે વર્ષના આઈટી રિટર્ન માંગે છે. આ ઉપરાંત આઈટીઆરની કોપી ત્યારે પણ કામ આવે છે જ્યારે બેંક તમારી લોનની અરજી રદ કરી નાખે છે અને તમને જોઈતી રકમની લોન નથી મળતી.

    આ પણ વચો: Income Tax રિટર્ન ફાઇલ કરવું બન્યું વધુ સરળ, હવે નજીકની પોસ્ટ ઑફિસમાં પણ આ સુવિધા ઉપલબ્ધ

    સરકારી ટેન્ડર

    નિષ્ણાતોનું કહેવું છે કે જો કોઈ વ્યક્તિ પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગે છે અને તે માટે તે કોઈ સરકારી ટેન્ડર ભરવા માંગે છે તો તે માટે તેણે છેલ્લા પાંચ વર્ષના આઈટીઆર રજુ કરવા પડશે. સરકારી વિભાગ તમારા ITRની કોપી જોઈને તમારી નાણાકીય સ્થિતિ અંગે અંદાજ લગાવે છે. સાથે જ તે એ નક્કી કરે છે કે તમે ચૂકવણી અંગેની જરૂરિયાતો પૂરી કરી શકશો કે નહીં.

    પોતાનો બિઝનેસ શરૂ કરવો

    બિઝનેસ, કન્સલ્ટેશન અથવા પાર્ટનર્સ ઓફ ફર્મને ફોર્મ-16 નથી મળતું. આ માટે તેમના માટે ITR વધારે મહત્વપૂર્ણ છે.

    રિફંડ મેળવવું

    જો તમારે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ પાસેથી રિફંડ મેળવવું છે તો તમારે રિટર્ન ફાઇલ કરવું પડશે. રિટર્ન ફાઇલ કર્યા વગર તમે રિફંડ માટે દાવો નથી કરી શકતા.

    નુકસાનને આગલા નાણાકીય વર્ષમાં લઈ જવું

    જો તમે રિટર્ન ફાઇલ નથી કરતા તો તમે કેપિટલ લોસ (શોર્ટ ટર્મ અથવા લોંગ ટર્મ)vને કેરી ફોરવર્ડ (આગળના વર્ષમાં લઈ જવું) નથી કરી શકતા.

    વીઝા પ્રોસેસિંગ

    જો તમે વિદેશ જવાનું વિચારી રહ્યા છો તો ફોરેન વિઝા કોન્સ્યુલેટ ઇન્ટરવ્યૂ વખતે તમારી પાસેથી અમુક વર્ષના ITRની રસીદ માંગી શકે છે. અમુક દૂતાવાસ છેલ્લા ત્રણ વર્ષના ITR માંગી શકે છે. અમુક લોકો તાજેતરના વર્ષનું સર્ટિફિકેટ માંગી શકે છે.

    આ પણ વાંચો: Income tax notice: આવા કેસમાં તમને પણ મળી શકે છે આવકવેરા વિભાગની નોટિસ, જાણો શું કહે છે નિષ્ણાતો

    ઊંચું લાઇફ કવર ખરીદવું

    આજકાલ 50 લાખથી 1 કરોડ સુધીનું લાઇફ કવર ખરીદવું સામાન્ય વાત બની ગઈ છે. જોકે, આ લાઇફ કવર તમને તમારા ITRના ડોક્યુમેન્ટ્સના આધારે મળે છે. જેનાથી તમારી વાર્ષિક આવકને ચકાસવામાં આવે છે. નિષ્ણાતોનું કહેવું છે કે લાઇફ ઇન્શ્યોરન્સ કંપની જેવી કે LIC તમારી પાસેથી ત્રણ વર્ષનું ITR સર્ટિફિકેટ માંગી શકે છે. 50 લાખથી વધારેની રકમનો ટર્ન ઇન્શ્યોરન્સ ખરીદી કરવા પર કંપની તમારી પાસે સર્ટિફિકેટ માંગી શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Business, ITR, New year, આયકર વિભાગ

    આગામી સમાચાર