Income Tax Return: ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખમાં વધારો, 31 ડિસેમ્બર સુધી ITR ફાઇલ કરી શકાશે

ઇન્ક ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની તારીખ વધી (તસવીર Shutterstock0

Income Tax Return: CBDTએ 9મી સપ્ટેમ્બરના રોજ જણાવ્યું છે કે રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ (Last date to file Income Tax Return) વધારીને 31 ડિસેમ્બર કરવામાં આવી છે.

  • Share this:
    મુંબઈ. ઇન્કટેક્સ રિટર્ન ફાઇલ (Income Tax Return) કરવાની તારીખ વધારીને 31 ડિસેમ્બર કરી દેવામાં આવી છે. ઇન્કમટેક્સ પોર્ટલમાં સમસ્યાને પગલે આ વાતનો અંદાજ પહેલા જ લગાવવામાં આવ્યો હતો કે ઇન્કટેક્સ રિપોર્ટ ફાઇલ કરવાની તારીખમાં વધારો શક્ય છે. CBDTએ 9મી સપ્ટેમ્બરના રોજ જણાવ્યું છે કે રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ (Last date to file Income Tax Return) વધારીને 31 ડિસેમ્બર કરવામાં આવી છે.

    નાણા મંત્રાલયે (Finance ministry) એક નિવેદનમાં જણાવ્યું છે કે, "આકારણી વર્ષ 2021-22 માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ પહેલા 31 જુલાઈ હતી. જેને વધારીને 30 સપ્ટેમ્બર કરવામાં આવી હતી. હવે એકવાર ફરીથી તારીખ વધારીને 31 ડિસેમ્બર 2021 કરવામાં આવી છે."

    ઇન્કમ ટેક્સ સાથે જોડાયેલી આ તારીખ અનો વાતો પણ યાદ રાખો:

    ઇન્કમ ટેક્સ એક્ટ સેક્શન 10(23C), 12A અથવા 80G અંતર્ગત ફોર્મ નંબર 10ABમાં રજિસ્ટ્રેશન અથવા અપ્રૂવલ માટે 31 માર્ચ સુધી ફાઇલ કરી શકાય છે. પહેલા તેની મર્યાદા 28 ફેબ્રુઆરી 2022 હતી.

    નાણાકીય વર્ષ 2020-21 માટે ફોર્મ નંબર 1 ઇક્વીલાઇઝેશન લેવી સ્ટેટમેન્ટ (Equalisation Levy Statement)ને ફાઇલ કરવાની તારીખ વધારીને 31 ડિસેમ્બર 2021 કરવામાં આવી છે. પહેલા આ અંગે અંતિમ તારીખ 31 ઓગસ્ટ 2021 હતી.

    નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ ક્વાર્ટર માટે રિમેટેન્સ સંબધિત અધિકૃત ડીલર (authorised dealer) તરફથી રજૂ કરવામાં આવતા ફોર્મ નંબર 15CC ક્વાર્ટર ડિટેલ હવે 30 નવેમ્બર 2021 સુધી ફાઇલ કરી શકાય છે. પહેલા આ તારીખ 31 ઓગસ્ટ હતી.

    નાણાકીય વર્ષ 2021-22ના બીજા ક્વાર્ટર માટે રેમિટેન્સ સંબંધમાં અધિકૃત ડીલર (authorised dealer) દ્વારા રજૂ કરવામાં આવનાર ફોર્મ નંબર 15CC ક્વાર્ટર ડિટેલ હવે 31 ડિસેમ્બર 2021ના ફાઇલ કરી શકો છો. પહેલા આ માટે અંતિમ તારીખ 15 ઓક્ટોબર 2021 હતી.



    ઇન્કમ ટેક્સના દાયરામાં ન આવતા હોવા છતાં રિટર્ન ફાઇલ કરવાથી થતા લાભ:

    એડ્રેસ પ્રૂફ તરીકે ઉપયોગ કરો: ઈન્કમ ટેક્સ અસેસમેન્ટ ઓર્ડરનો એડ્રેસ પ્રૂફ તરીકે ઉપયોગ કરી શકાય છે. તેનો આધાર કાર્ડ માટે પણ ઉપયોગ કરી શકાય છે. તમામ જરૂરી ડોક્યુમેન્ટસની તપાસ કરવી.

    બેન્કમાંથી લોન મેળવી શકાય છે: ગ્રાહકને લોન આપવા માટે બેન્ક ત્રણ વર્ષનું ITR માંગે છે. જો તમે કાર અને ઘર ખરીદવાની અથવા પર્સનલ લોન લેવાનું વિચારી રહ્યા છો, તો ઈન્કમ ટેક્સ રિટર્નના ડોક્યુમેન્ટ્સ તમને લોન લેવા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે.

    વિઝા અપ્રુવલ: કોઈ પણ વ્યક્તિના વિઝા અપ્રુવ કરવા માટે મોટાભાગના દેશ ઈન્કમ ટેક્સ રિટર્નના ડોક્યુમેન્ટ્સની માંગ કરે છે. જો કોઈ વ્યક્તિ ટેક્સ ચૂકવીને દેશને આગળ લઈ જવામાં મદદ કરે છે, તો તેને વિઝા મેળવવામાં સરળતા રહે છે. ઈન્કમ ટેક્સ રિટર્નના ડોક્યુમેન્ટ્સથી વિઝા પ્રોસેસિંગ અધિકારીઓને વિઝા મેળવનારની નાણાંકીય પરિસ્થિતિ અને આવકની જાણકારી મળે છે.

    આવકનો પુરાવો: નિયોક્તા કર્મચારીઓને ફોર્મ 16 આપે છે. ઈન્કમ ટેક્સ રિટર્નના ડોક્યુમેન્ટ્સ કોઈપણ વ્યક્તિના આવકનો પુરાવો છે. સ્વરોજગાર વ્યક્તિઓ માટે ઈન્કમ ટેક્સ રિટર્ન ડોક્યુમેન્ટ આવકના પુરાવા તરીકે કામ કરે છે. નાણાંકીય વર્ષ દરમિયાન વ્યક્તિની આવક અને ખર્ચની માહિતી આપવામાં આવે છે.

    ટેક્સ રિફંડનો દાવો: જો વ્યક્તિ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરે છે, તો સેવિંગ ઈન્સ્ટ્રુમેન્ટ્સમાંથી થતી આવક પર ટેક્સ બચાવી શકાય છે અને ડિવિડન્ડની આવક પર ટેક્સ બચાવી શકાય છે. ઈન્કમ ટેક્સ રિટર્નના માધ્યમથી ટેક્સ આઉટગોનો દાવો કરી શકાય છે, કારણ કે ઉપકારનો ટેક્સ માટે દેણદાર છે. જો વિભિન્ન સ્ત્રોતથી પ્રાપ્ત થયેલ આવક રૂ. 2,50,000થી અધિક છે, તો તેમાંથી કપાત થયેલ રકમ પરત મેળવી શકાય છે અને વ્યક્તિ ટેક્સ રિફંડ મેળવી શકે છે. જોકે, તમે તેમાં એવી રીતે રોકાણ કરેલું હોવું જોઈએ કે તમારી ચોખ્ખી વાર્ષિક આવક રૂ. 2,50,000થી ઓછી હોય.

    નુકસાનનો દાવો: કરદાતાએ નુકસાનનો દાવો કરવા માટે નિયત તારીખ પહેલા ટેક્સ રિટર્ન ફાઈલ કરવાનું રહે છે. આ નુકસાન કેપિટલ ગેન, બિઝનેસ અથવા પ્રોફેશન રૂપે હોઈ શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published: