31 જુલાઈ બાદ ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કર્યુ તો થશે આટલો દંડ

News18 Gujarati
Updated: July 12, 2019, 8:51 AM IST
31 જુલાઈ બાદ ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કર્યુ તો થશે આટલો દંડ
ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે પાન કાર્ડ નહીં હોય તો આધાર કાર્ડનો ઉપયોગ કરી શકાશે

ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે પાન કાર્ડ નહીં હોય તો આધાર કાર્ડનો ઉપયોગ કરી શકાશે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : જો હજુ સુધી આપે ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ નથી કર્યુ તો તેના માટે છેલ્લી તારીખ 31 જુલાઈ છે. જો તમે એવું નથી કરી શકતા તો આપને પાંચ હજાર રૂપિયા દંડ ભરવો પડશે. વ્યક્તિગત, હિન્દુ અવિભાજીત પરિવારો અને જે લોકોના ખાતાનું ઓડિટીંગ જરૂરી નથી, કે જેમની આવક 50 લાખ રૂપિયાથી ઓછી છે, તેમના માટે છેલ્લી તારીખ 31 જુલાઈ છે.

જો તમે 31 જુલાઈ બાદ 31 ડિસેમ્બર 2019 સુધી આઈટીઆઈ ફાઇલ કરો છો તો તમારી પર પાંચ હજારનો દંડ લાગશે. જો તમે 1 જાન્યુઆરી 2020થી 30 માર્ચ 2020 સુધી આઈટીઆર ફાઇલ કરો છો તો તમારે 10 હજારનો દંડ ભરવો પડશે.

તેની પર જો તમે માત્ર આધાર (Aadhaar) દ્વારા ઇનકમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કર્યુ તો ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ (Income Tax Department) ખુદ આપના પેન કાર્ડ (PAN Card) ફાળવશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)ના ચેરમેને આ જાણકારી આપી. નોંધનીય છે કે, બજેટમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે પાન કાર્ડ અને આધાર કાર્ડ વચ્ચે અદલા-બદલી કરી છે.

પાન કાર્ડ નહીં હોય તો પણ ભરી શકાશે ITR

એટલે કે હવે જો કોઈની પાસે પાન કાર્ડ નહીં હોય તો તેના સ્થાને આધારના નંબરનો ઉપયોગ કરી શકાશે. દેશમાં 22 કરોડ લોકોએ પાનને આધાર સાથે લિંક કરાવ્યું છે, જ્યારે દેશમાં 120 કરોડથી વધુ લોકોની પાસે આધાર કાર્ડ છે.

આ પણ વાંચો, બચત ખાતામાં રાખેલા રુપિયાનું અહીં કરો રોકાણ, મળશે ડબલ ફાયદોઉલ્લેખનીય છે કે, જનરલ બજેટ 2019માં ટેક્સની ચોરી રોકવા અને ટેક્સ બેઝ વધારવાના ઉદ્દેશ્યથી આ પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. બજેટની સાથે પ્રસ્તુત ફાઇનાન્સ બિલ(29-2019માં અધિનિયમની કલમ-139માં સંશોધનનો પ્રસ્તાવ છે. તે મુજબ કેટલાક મુદ્દાઓ પર કોઈ પણ વ્યક્તિ દ્વારા એક નિશ્ચિત રકમથી વધુ લેવડ-દેવડ કરવા પર ઇનકમ રિટર્ન દાખલ કરવું અનિવાર્ય રહેશે.

5 જુલાઈએ નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં ઘોષણ કરી હતી કે હવે ઇનકમ ટેક્સ રિટર્ન ભરનારાઓને પહેલાથી ભરાયેલી ટેક્સ ફોર્મ ઉપલબ્ધ હશે. આઈટીઆર ફાઇલ કરવું વધુ સરળ બનાવવાની દિશામાં આ નવી પહેલ છે. સરકાર તેના માટે સરકારી બેંક, સ્ટોફ એક્સચેન્જ, મ્યૂચ્યઅલ ફંડ પાસેથી સૂચના એકત્ર કરશે. ITR ફોર્મ 1 સેલરી, ફિક્સ્ડ ડિપોઝિટ (FD)થી થયેલી આવક અને TDS ડીટેલ્સ ભરેલી મળશે. પહેલા આઈટીઆર ભરનારાઓને આ જાણકારી જાતે ભરવી પડતી હતી.

આ પણ વાંચો, પાસપોર્ટ બનાવતી આ નકલી વેબસાઇટથી રહો સાવધાન!
First published: July 12, 2019
વધુ વાંચો
अगली ख़बर