સરકારે ટેક્સપેયર્સને આપી રાહત, ITR ફાઇલ કરવાની તારીખ 31 જુલાઇ સુધી વધારી

News18 Gujarati
Updated: June 24, 2020, 10:52 PM IST
સરકારે ટેક્સપેયર્સને આપી રાહત, ITR ફાઇલ કરવાની તારીખ 31 જુલાઇ સુધી વધારી
સરકારે ટેક્સપેયર્સને આપી રાહત, ITR ફાઇલ કરવાની તારીખ 31 જુલાઇ સુધી વધારી

સરકારે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની અંતિમ તારીખ વધારીને 31 માર્ચ 2021 કરી દીધી

  • Share this:
નવી દિલ્હી : કેન્દ્ર સરકારે ટેક્સપેયર્સને મોટી રાહત આપતા નાણાંકીય વર્ષ 2018-19 માટે ઇન્કમટેક્સ રિટર્સ (ITR)ફાઇલ કરવાની ડેડલાઇનને વધારીને 31 જુલાઈ 2020 કરી દીધી છે. આ સાથે જ સરકારે પાન કાર્ડ (PAN Card)ને આધાર કાર્ડ (Aadhaar Card)સાથે લિંક કરવાની અંતિમ તારીખ વધારીને 31 માર્ચ 2021 કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ મહામારીના (Coronavirus Pandemic)કારણે કેન્દ્ર સરકારે પહેલા જ વિત્ત વર્ષ 2019-20 (અસેસમેન્ટ યર 2020-21) માટે ઇન્કમટેક્સ રિટર્નની તારીખને વધારીને 30 નવેમ્બર 2020 કરી દીધી છે. ટેસ્ટ ઓડિટની તારીખ 31 ઓક્ટોબર 2020 કરી દીધી છે.

CBDTએ એક નોટિફિકેશનના માધ્યમથી 2019-20 વિત્તીય વર્ષ માટે ITR ફાઇલ કરવાની તારીખને 30 જુલાઈ 2020 સુધી વધારી દેવામાં આવી છે. સીબીડીટીએ હાલમાં જ અસેસમેન્ટ યર 2020-21 માટે ઇન્કમ ટેસ્ટ રિટર્ન ફોર્મ 1 થી ફોર્મ 7 ને નોટિફાઇડ કરી હતી. જોકે ટેક્સપેયર્સ માટે સેલ્ફ અસેસમેન્ટ તારીખનો કોઈ વિસ્તાર થશે નહીં. જેમાં સેલ્ફ અસેસમેન્ટ ટેસ્ટ લાયલિબિટી 1 લાખ રૂપિયાથી વધારે છે.

આ પણ વાંચો - લાઇસન્સ મળ્યું હતું શરદીની દવાનું, પતંજલિએ દાવો કરી દીધો કોરોનાનો, નોટિસ પાઠવી


ઇન્કમટેક્સ રિટર્ન ભરવું કોના માટે જરૂરી

જો તમે નોકરી કરતા હોય કે વેપારથી કમાણી કરી રહ્યા હોય અને એક નાણાંકીય વર્ષમાં કુલ આવક 2.5 લાખ રૂપિયા કે તેનાથી વધારે છે તો તમારે આ વર્ષે ઇન્કમટેક્સ રિટર્ન ભરવું જરૂરી છે. જો નક્કી કરેલા સમયમાં આઈટીઆર ફાઇલ ના કરો તો તમારે 10,000 રૂપિયા સુધીનો દંડ આપવો પડે છે.
First published: June 24, 2020, 10:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading