Home /News /business /

Income tax return: ITR ફાઇલ કરવામાં મોડું થઈ ગયું છે? આ રીતે લેટ ફીથી બચી શકો છો

Income tax return: ITR ફાઇલ કરવામાં મોડું થઈ ગયું છે? આ રીતે લેટ ફીથી બચી શકો છો

આવકવેરા વિભાગની નોટિસ

Income tax return: ટ્રાન્સસેન્ડ કેપિટલ ખાતે વેલ્થના મેનેજર કાર્તિક ઝાવેરીએ જણાવ્યું હતું કે, નિયત તારીખ (Due date) અને છેલ્લી તારીખ (Last date) વચ્ચે તફાવત છે. 31મી ડિસેમ્બર, 2021 આઈટીઆરની નિયત તારીખ માટે અંતિમ તારીખ હતી.

    મુંબઈ: 2021-22 માટે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની છેલ્લી તારીખ પૂરી થઈ ગઈ છે અને હવે લોકો પાસે 31મી માર્ચ 2022ની છેલ્લી તારીખની અંદર તેમનું ITR ફાઈલ (Last Date for ITR) કરવાની તક છે. આ સિવાય કરદાતા (Taxpayers)એ લેટ ફી (Late Fee) પણ ચૂકવવી પડશે. જોકે, તમામ કરદાતાઓ કે જેઓ નિયત તારીખમાં AY 2021-22 માટે ITR ફાઈલ કરવામાં નિષ્ફળ ગયા છે, તે તમામને લેટ ફી ચૂકવવી પડશે નહીં. ટેક્સ અને ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જે કરદાતાઓની કરપાત્ર આવક ₹2.50 લાખથી ઓછી છે, તેઓ 31મી માર્ચ 2021ની નિયત તારીખની અંદર તેમનું ITR ફાઇલ કરવામાં નિષ્ફળ ગયા હોવા છતાં તેમને કોઈપણ લેટ ફી ચૂકવવાની જરૂર નથી.

    રૂ. 2.50 લાખથી ઓછી આવક પર નહીં લાગે દંડ

    લેટ ફી વિશે મુંબઇના એક ટેક્સ અને ઇન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ બલવંત જૈન (Balvant Jain) જણાવે છે કે, જે કરદાતાઓ આવકવેરો ભરવાની જવાબદારી ધરાવે છે તેમના પર આ દંડ લાદવામાં આવે છે. જો કોઈ વ્યક્તિની કરપાત્ર આવક રૂ. 2.50 લાખથી ઓછી હોય, તો આવા કરદાતાને કોઈ આવકવેરો ભરવાનો રહેતો નથી. તેથી, આવી વ્યક્તિઓ 31મી માર્ચ 2022ના રોજ અથવા તે પહેલાં ITR ફાઈલ કરે છે, તો આવકવેરા વિભાગ આવા કરદાતાઓ પાસેથી કોઈપણ લેટ ફી માંગતું નથી.

    નિયત તારીખ અને છેલ્લા તારીખ વચ્ચે તફાવત

    ટ્રાન્સસેન્ડ કેપિટલ ખાતે વેલ્થના મેનેજર કાર્તિક ઝાવેરીએ જણાવ્યું હતું કે, નિયત તારીખ (Due date) અને છેલ્લી તારીખ (Last date) વચ્ચે તફાવત છે. 31મી ડિસેમ્બર, 2021 આઈટીઆરની નિયત તારીખ માટે અંતિમ તારીખ હતી. જ્યારે આઈટીઆરની છેલ્લી તારીખ 31મી માર્ચ 2021 હતી. તેથી, જો કોઈ કરદાતા AY 2021-22 માટે ITR ફાઇલ કરવાનું ચૂકી ગયા હોય, તો તેની પાસે છેલ્લી તારીખમાં તેનો ITR ફાઇલ કરવાની તક હતી. પરંતુ, કરદાતા લેટ ફી ભરવા માટે ત્યારે જ જવાબદાર છે જ્યારે તેની પાસે આવકવેરાની જવાબદારી હોય. કારણ કે, જો કમાણી કરનાર વ્યક્તિની વાર્ષિક કરપાત્ર આવક ₹2.50 લાખ કે તેથી ઓછી હોય તો તેના પર કોઈ ટેક્સ લાગતો નથી. તેથી, આવી કમાણી કરનાર વ્યક્તિઓએ છેલ્લી તારીખ એટલે કે 31મી માર્ચ 2021ની અંદર તેમનું ITR ફાઈલ કર્યો હોય તો તેમણે લેટ ફી ચૂકવવાની જરૂર નથી.

    આ પણ વાંચો: શા માટે માત્ર ગણતરીના કરદાતાઓ જ નવી કર વ્યવસ્થાની પસંદગી કરે છે?

    રૂ. 5 લાખથી વધુની આવક હશે તો રૂ. 5000નો દંડ

    ₹2.50 લાખથી વધુ કરપાત્ર વાર્ષિક આવક ધરાવતા કરદાતાઓ માટે ચૂકવવાપાત્ર લેટ ફી અંગે બળવંત જૈને જણાવ્યું હતું કે, જો કરદાતાની કરપાત્ર વાર્ષિક આવક રૂ.2.50 થી રૂ.5 વચ્ચે હોય તો તેણે રૂ.1,000ની લેટ ફી ચૂકવવી પડશે. જ્યારે કરપાત્ર વાર્ષિક આવક રૂ. 5 લાખથી વધુ હોય તો લેટ ફી રૂ.5,000 ચૂકવવાની રહેશે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, ITR, આયકર વિભાગ

    આગામી સમાચાર