Home /News /business /Income Tax Return Filling: ITR ફાઈલ કરતી વખતે ન થઈ જાય આ ભૂલો, નહીંતર થઇ જશો હેરાન

Income Tax Return Filling: ITR ફાઈલ કરતી વખતે ન થઈ જાય આ ભૂલો, નહીંતર થઇ જશો હેરાન

ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે (પ્રતિકાત્મક તસવીર)

ITR Filling: રિટર્ન મેન્યુઅલી અથવા ઓનલાઈન ફાઈલ કરી શકાય છે. અમે અહીં રિટર્ન ફાઇલ કરતી વખતે કરદાતાઓ દ્વારા કરવામાં આવતી ભૂલો સમજાવી છે. તેની મદદથી તમે આ ભૂલોને ટાળી શકો છો

  ITR Filling: ITR ફાઇલ કરવાની અંતિમ તારીખ નજીક આવી રહી છે. નાણાકીય વર્ષ 2021-2022 અથવા આકારણી વર્ષ (Assesment Year) 2022-23 માટે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. આમ તો ઘણા કરદાતાએ રિટર્ન ભરી દીધા છે પણ કેટલાકે હજી સુધી રિટર્ન (Income Tax Return Filling)ભર્યું નથી. આવી સ્થિતિમાં ઉતાવળે રિટર્ન ભરવામાં ભૂલો થવાની શક્યતા છે.

  રિટર્ન મેન્યુઅલી અથવા ઓનલાઈન ફાઈલ કરી શકાય છે. અમે અહીં રિટર્ન ફાઇલ કરતી વખતે કરદાતાઓ દ્વારા કરવામાં આવતી ભૂલો સમજાવી છે. તેની મદદથી તમે આ ભૂલોને ટાળી શકો છો.

  ITR ફોર્મ

  રિટર્ન ફાઇલ કરતી વખતે સૌથી પહેલા યોગ્ય ફોર્મ પસંદ કરવાની બાબતને ધ્યાનમાં રાખવી જોઈએ. જો તમે આમાં ભૂલ કરશો તો તમારું રિટર્ન આવકવેરા વિભાગ દ્વારા આગળ પ્રોસેસ કરવામાં આવતું નથી. ITR ફોર્મ આવકના પ્રકાર અથવા કરદાતાની કેટેગરીના આધારે પસંદ કરવામાં આવે છે. જો કરદાતાએ ખોટું રિટર્ન ફોર્મ ભર્યું હોય, તો તેને આયકર વિભાગ તરફથી ડિફેકટ નોટિસ મળે છે, જે નિયત સમયમર્યાદામાં સુધારવાની રહે છે .

  વ્યક્તિગત માહિતી અને બેંક ખાતાની વિગતો

  નાણાકીય વર્ષ 2021-22 માટે ITR ફાઇલિંગ પ્રી-ફાઇલ JSON ઉપયોગિતા પર આધારિત છે, જે હેઠળ વ્યક્તિગત વિગતો ટેક્સ પોર્ટલના ITR ફોર્મમાં આપમેળે દાખલ થાય છે. કરદાતાઓ તેમના ટેક્સ પોર્ટલમાં તેમનું સાચું સરનામું, સંપર્ક નંબર, ઇમેઇલ-આઈડી પૂરા પાડે તે જરૂરી છે. ધ્યાનમાં રાખો કે ખોટી માહિતી, ઉદાહરણ તરીકે બેંક ખાતાની વિગતો, રિફંડ ક્રેડિટ વગેરે પ્રક્રિયામાં અડચણ ઊભી કરી શકે છે.

  આ પણ વાંચો - ગામડામાં રહીને સરકારી સહાયથી કરો આ ધંધો, લાખોમાં થશે કમાણી

  કરદાતા પાસે ઉપલબ્ધ વિગતો સાથે ફોર્મ 26AS અને ફોર્મ AIS ની સુવિધા

  આવકની સાચી માહિતી ફાઇલ કરવામાં પારદર્શિતા વધારવા માટે, સરકારે ફોર્મ એન્યુઅલ ઇન્ફર્મેશન સ્ટેટમેન્ટ (AIS) રજૂ કર્યું છે. કરદાતાઓએ ફોર્મ AIS અને ફોર્મ 26AS મુજબ તેમના રિટર્ન ફાઇલ કરવાના રહેશે. કરદાતાઓ કર વિભાગ તરફથી કોઈપણ પ્રશ્ન ટાળવા માટે ફોર્મ AIS પર ફીડબેક સબમિટ કરી શકે છે.

  આવકના તમામ સ્ત્રોતોનો ઉલ્લેખ કરો

  જો તમારી પાસે તમારી પ્રાથમિક આવકમાંથી આવકનો અન્ય કોઈ સ્ત્રોત હોય, તો તમારે તેને જાહેર કરવો આવશ્યક છે. કરદાતાઓએ બચત ખાતાનું વ્યાજ, ફિક્સ ડિપોઝીટ વ્યાજ, ઘરની મિલકતમાંથી ભાડાની આવક, તમામ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન અન્ય સ્ત્રોતોમાંથી આવક જાહેર કરવી જરૂરી છે. તે કરપાત્ર હોય કે નહિ છતાં આવકના તમામ સ્ત્રોતોનો ઉલ્લેખ કરવો જરૂરી છે.

  ફોરેન ટેક્સ ક્રેડિટ ક્લેમ માટે ફોર્મ 67 ફાઇલ કરવું

  ભારતમાં વિદેશી આવકવેરા માટે વિદેશી ટેક્સ ક્રેડિટ મેળવવા માંગતા કરદાતાઓએ ITR ફાઇલ કરતા પહેલા ફોર્મ 67 ફાઇલ કરવું ફરજિયાત છે. ફોર્મ 67 ભરવા ઉપરાંત, કરદાતાઓએ વિદેશમાં ચૂકવેલા ટેક્સના ફૉરેન ટેક્સ રિટર્ન, ટેક્સ ચુકવણી ચલણની નકલ સહિતના પુરાવા સબમિટ કરવા જરૂરી છે.

  બેંક ખાતાની સાચી વિગતો

  રિફંડનો દાવો કરતા કરદાતાઓએ બેંક ખાતાને રજીસ્ટર કરવા ઉપરાંત બેંક ખાતાની સાચી વિગતો ભરવી જરૂરી છે. કરદાતાઓની કોઈપણ ભૂલથી ટેક્સ રિફંડમાં વિલંબ થઈ શકે છે.

  આ પણ વાંચો - મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર બની કરો અઢળક કમાણી, કેવી રીતે શરૂ કરી કરી શકાય? જુઓ તમામ માહિતી

  કરમુક્ત આવકની જાણ કરવી

  ઘણા કરદાતાઓ ITR ફાઇલ કરતી વખતે PPFમાંથી વ્યાજની આવક, સુકન્યા સમૃદ્ધિ ખાતા પરનું વ્યાજ, સંબંધીઓ તરફથી મળેલી ભેટ જેવી કરમુક્તિમાં આવતી આવક જાહેર કરતા નથી. આ આવકની જાહેરાત ન કરવાથી કર સત્તાવાળાઓ દ્વારા પૂછપરછ અને કરમુક્તિની મનાઈ પણ થઇ શકે છે.

  ITR-V ની ચકાસણી

  ITR ફાઇલિંગ, ITR ફાઇલ કરવાની પ્રક્રિયા સાથે સમાપ્ત થતું નથી. કરદાતાઓએ OTP અથવા EVC વિકલ્પોનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રોનિક રીતે તેમના ITRની ચકાસણી કરવાની હોય છે. આ ઉપરાંત, મેન્યુઅલી હસ્તાક્ષરિત ITR-V સેન્ટ્રલાઈઝ્ડ પ્રોસેસિંગ સેન્ટર (CPC)ને મોકલવાનું રહેશે. જો તમે ITR-V ની ચકાસણી કરવામાં નિષ્ફળ જાઓ છો, તો તેને ફાઇલ કરવાનો સમગ્ર પ્રયાસ વ્યર્થ જાય છે.
  First published:

  Tags: Income tax department, Income Tax Return, ITR Filling, બિઝનેસ

  विज्ञापन