Home /News /business /ITR Filling: ITR ફાઇલિંગ ભૂલી ગયા, સુધારો કરવો છે? ચિંતા કરવાની જરૂર નથી, આ રહ્યું સમાધાન
ITR Filling: ITR ફાઇલિંગ ભૂલી ગયા, સુધારો કરવો છે? ચિંતા કરવાની જરૂર નથી, આ રહ્યું સમાધાન
31 ડિસેમ્બરની ડેડલાઈન ચુકી ગયા છો તો તમે સેક્સન 139 (8A) મુજબ ITR-U ફાઈલ કરી શકો છો.
ITR Filling: જો તમે 31 ડિસેમ્બર સુધીમાં 2022-23 માટે તમારું ઈન્ક્મ ટેક્સ રિટર્ન ફાઇલ કરી શક્યા નથી, તો ચિંતા કરવાની જરૂર નથી. તમે ITR-U ફાઇલ કરી શકો છો. કોઈ પણ કરદાતા જે તે વર્ષના અંતથી 2 વર્ષની અંદર રિટર્ન અપડેટ કરી શકે છે. અહીં જાણો તેની સંપૂર્ણ વિગત અને દંડ વિષે.
ITR Filling Rules: જો તમે ફાઇનાન્સિયલ યર 2022-23 માટે ઈન્ક્મ ટેક્સ રિટર્ન હજુ સુધી ફાઈલ નથી કર્યું તો તમારી પાસે તક છે. તમે 31 ડિસેમ્બર 2022 પછી પણ રિટર્ન ફાઈલ કરી શકો છો. પરંતુ તેના માટે તમારે પેનલ્ટી ભરવી પડી શકે છે. જેમાં મુખ્યત્વે પગારદાર નોકરિયાતો, નાના ધંધાર્થી અને પ્રોફેશનલ્સનો સમાવેશ થાય છે. વર્ષ 2022-23 માટે ITR ફાઈલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ 2022 હતી, તેમ છત્તાં જે લોકોએ રિટર્ન નથી ફાઈલ કર્યું તેમના માટે 31 ડિસેમ્બર અંતિમ મોકો હતો.
જો રિટર્નમાં કઈ સુધારો કે ફેરફાર કરવાની જરૂરિયાત હોય તો એ પણ આ સમય સુધીમાં કરવા માટે છૂટછાટ આપવામાં આવી હતી. પરંતુ જો તમે 31 ડિસેમ્બરની ડેડલાઈન ચુકી ગયા છો તો તમે સેક્સન 139 (8A) મુજબ ITR-U ફાઈલ કરી શકો છો.
ઈન્ક્મ ટેક્સ એક્ટ 139(8A) મુજબ ITR-Uનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે ટેક્સ પેયરને form ITR-U અંતર્ગત રિટર્ન ફાઈલિંગ માટે એક મોકો આપે છે. જેમાં ટેક્સ પેયરને સારી સુવિધા આપવામાં આવી છે. જે હેઠળ કોઈ પણ ટેક્સ પેયર કોઈ પણ વર્ષ પૂર્ણ થતા 2 વર્ષમાં રિટર્નમાં સુધારો કરી શકે છે. એટલે કે પહેલાના કોઈ પણ સમયની એન્ટ્રી તમે ભૂલી ગયા છો તો તમે તે અંગેનો સુધારો કરાવી શકો છો. નાણાકીય વર્ષ 2021-22 માટેના ફેરફારો 31 માર્ચ 2024 સુધીમાં ITR-U હેઠળ કરી શકો છો. એજ પ્રકારે વર્ષ 2022-23 માટેના ફેરફારો 31 માર્ચ 2025 સુધીમાં કરી શકો છો.
ITR ભરનાર કોઈ પણ ITR-U ભરી શકે છે. જો તમે કોઈ કારણથી ITR ફાઈલ નથી કરી શક્યા તો પણ તમે ITR-U ફાઇલિંગ કરી શકો છો. આ સિવાય જો તમે કોઈ પણ આર્થિક જાણકારી આપવા માંગો છો તો પણ તમે આઈટીઆર યુ ફાઈલ કરી શકો છો.
કેટલો થશે દંડ
જો તમે નાણાંકીય વર્ષ પૂર્ણ થતાના 12 મહિનામાં ITR-U ફાઈલ કરો છો તો આઉટસ્ટેન્ડિંગ ટેક્સના 25% અને એ સિવાય એક્સટ્રા ઈન્ક્મ પર જે વધારાનો ટેક્સ થશે તે. તેમજ 12 થી 24 મહિનામાં ફાઇલિંગ કરવા પર આઉટસ્ટેન્ડિંગ ટેક્સના 50% અને વધારાની આવકનું વ્યાજ આપવાનું રહેશે.
Published by:Darshit Gangadia
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર