Home /News /business /

Income Tax Return filing: ITR ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર, જાણો ચૂકી ગયા તો શું થાય?

Income Tax Return filing: ITR ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર, જાણો ચૂકી ગયા તો શું થાય?

ઇન્મકટેક્સ રિટર્ન

Income Tax Return filing last date: આવક વેરા વિભાગ તરફથી ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 31મી ડિસેમ્બર 2021 સુધી વધારવામાં આવી છે. બીજી તરફ નાણાકીય વર્ષ 2020-21 (AY21-22) માટે રિટર્ન ફાઇલ કરવાની તારીખ નજીક આવતા જ કરદાતાઓ તરફથી અંતિમ તારીખ વધારવાની માંગ ઉઠી છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ (Income Tax Return filing last date) કરવાની અંતિમ તારીખ નજીક આવી ગઈ છે. આવક વેરા વિભાગ તરફથી ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 31મી ડિસેમ્બર 2021 સુધી વધારવામાં આવી છે. બીજી તરફ નાણાકીય વર્ષ 2020-21 (AY21-22) માટે રિટર્ન ફાઇલ (ITR) કરવાની તારીખ નજીક આવતા જ કરદાતાઓ (Taxpayers) તરફથી અંતિમ તારીખ વધારવાની માંગ ઉઠી છે. કરદાતાઓ આઈટીઆર પોર્ટલ (ITR portal)માં સમસ્યા હોવાની ફરિયાદ કરી રહ્યા છે. આ સાથે જ સોમવારથી ટ્વિટર પર #Extend_Due_Date_Immediately હેઝ ટેગ ટ્રેન્ડ કરી રહ્યું છે.

    અંતિમ તારીખ

    નાણાકીય વર્ષ 2020-21 માટે રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 31મી ડિસેમ્બર છે. આ પહેલા અંતિમ તારીખ 31મી જુલાઈ હતી પરંતુ તેને વધારીને 31મી ડિસેમ્બર કરવામાં આવી હતી. જોકે, હવે કરદાતાઓ ફરીથી તારીખમાં વધારો કરવાની માંગણી કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે ITR પોર્ટલ સતત હેંગ થઈ રહ્યું છે. આ કારણે તેમને રિટર્ન ફાઇલ કરવામાં સમસ્યા નડી રહી છે. કરદાતાઓ ટ્વિટર પર ટ્વીટ કરીને સરકારને તારીખ વધારવાની વિનંતી કરી રહી છે.

    4.67 કરદાતાઓએ ફાઇલ કર્યું રિટર્ન

    ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે 27મી ડિસેમ્બર, 2021 સુધી દેશમાં કુલ 4,67,45,249 કરદાતાઓએ રિટર્ન ફાઇલ કર્યું છે. 27મી તારીખે એક દિવસમાં 15,49,831 રિટર્ન ફાઇલ થયા હતા. સાથે જ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી રિટર્ન ફાઇલ કરતી વખતે કોઈ સમસ્યા આવે તો orm@cpc.incometax.gov.in પર સંપર્ક કરવાનું કહેવામાં આવ્યું છે.

    અંતિમ તારીખ ચૂકી ગયા તો શું થાય?

    જે કરદાતાઓએ હજુ સુધી ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ નથી કર્યું તેઓ 31મી ડિસેમ્બર, 2021 એટલે કે અંતિમ તારીખ સુધી રિટર્ન ફાઇલ કરી શકે છે. ઇન્મક ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા નક્કી કરવામાં આવેલી તારીખ બાદ પણ ITR ફાઇલ કરી શકાય છે. જોકે, આ માટે દંડ વસૂલવામાં આવી શકે છે. જોકે, આવા કિસ્સામાં તેઓ ચાલુ નાણાકીય વર્ષના નુકસાનને આગામી વર્ષ પર નથી લઈ જઈ શકતા.



    શા માટે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવું જોઈએ?

    ઇન્કમટેક્સમાં મળતા છૂટછાટથી વધારે રકમની કમાણી કરતા લોકો માટે ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવું જરૂરી છે. કુલ આવકમાંથી કપાતની છૂટ બાદ તમારી ટેક્સની જવાબદારી શૂન્ય થઈ જતી હોય તો પણ તમારે રિટર્ન ફાઇલ કરવું જોઈએ. આજે અમે તમને IRT ફાઇલ કરવાના ફાયદાઓ જણાવી રહ્યા છીએ.

    વ્હીકલ અને હોમ લોન

    જ્યારે તમે વ્હીકલ લોન (ટૂ વ્હીલર અથવા ફોર વ્હીલર) માટે અરજી કરો છો ત્યારે બેંક તમારી પાસે ટેક્સ રિટર્નની કોપી માંગી શકે છે. દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) વ્હીકલ લોન માટે અરજી કરનાર લોકો પાસેથી સેલેરી સ્લીપ, ટીડીએસ સર્ટિફિકેટ/ ફોર્મ-16, છેલ્લા બે વર્ષના આઈટી રિટર્ન માંગે છે. આ ઉપરાંત આઈટીઆરની કોપી ત્યારે પણ કામ આવે છે જ્યારે બેંક તમારી લોનની અરજી રદ કરી નાખે છે અને તમને જોઈતી રકમની લોન નથી મળતી.



    સરકારી ટેન્ડર

    નિષ્ણાતોનું કહેવું છે કે જો કોઈ વ્યક્તિ પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગે છે અને તે માટે તે કોઈ સરકારી ટેન્ડર ભરવા માંગે છે તો તે માટે તેણે છેલ્લા પાંચ વર્ષના આઈટીઆર રજુ કરવા પડશે. સરકારી વિભાગ તમારા IRTની કોપી જોઈને તમારી નાણાકીય સ્થિતિ અંગે અંદાજ લગાવે છે. સાથે જ તે એ નક્કી કરે છે કે તમે ચૂકવણી અંગેની જરૂરિયાતો પૂરી કરી શકશો કે નહીં.

    પોતાનો બિઝનેસ શરૂ કરવો

    બિઝનેસ, કન્સલ્ટેશન અથવા પાર્ટનર્સ ઓફ ફર્મને ફોર્મ-16 નથી મળતું. આ માટે તેમના માટે ITR વધારે મહત્વપૂર્ણ છે.

    રિફંડ મેળવવું

    જો તમારે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ પાસેથી રિફંડ મેળવવું છે તો તમારે રિટર્ન ફાઇલ કરવું પડશે. રિટર્ન ફાઇલ કર્યા વગર તમે રિફંડ માટે દાવો નથી કરી શકતા.

    નુકસાનને આગલા નાણાકીય વર્ષમાં લઈ જવું

    જો તમે રિટર્ન ફાઇલ નથી કરતા તો તમે કેપિટલ લોસ (શોર્ટ ટર્મ અથવા લોંગ ટર્મ)vને કેરી ફોરવર્ડ (આગળના વર્ષમાં લઈ જવું) નથી કરી શકતા.



    વીઝા પ્રોસેસિંગ

    જો તમે વિદેશ જવાનું વિચારી રહ્યા છો તો ફોરેન વિઝા કોન્સ્યુલેટ ઇન્ટરવ્યૂ વખતે તમારી પાસેથી અમુક વર્ષના ITRની રસીદ માંગી શકે છે. અમુક દૂતાવાસ છેલ્લા ત્રણ વર્ષના IRT માંગી શકે છે. અમુક લોકો તાજેતરના વર્ષનું સર્ટિફિકેટ માંગી શકે છે.

    ઊંચું લાઇફ કવર ખરીદવું

    આજકાલ 50 લાખથી 1 કરોડ સુધીનું લાઇફ કવર ખરીદવું સામાન્ય વાત બની ગઈ છે. જોકે, આ લાઇફ કવર તમને તમારા ITRના ડોક્યુમેન્ટ્સના આધારે મળે છે. જેનાથી તમારી વાર્ષિક આવકને ચકાસવામાં આવે છે. નિષ્ણાતોનું કહેવું છે કે લાઇફ ઇન્શ્યોરન્સ કંપની જેવી કે LIC તમારી પાસેથી ત્રણ વર્ષનું ITR સર્ટિફિકેટ માંગી શકે છે. 50 લાખથી વધારેની રકમનો ટર્ન ઇન્શ્યોરન્સ ખરીદી કરવા પર કંપની તમારી પાસે સર્ટિફિકેટ માંગી શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: ITR, Revenue, આયકર વિભાગ, કમાણી

    આગામી સમાચાર