Home /News /business /

ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર, અત્યારસુધી 3 કરોડ લોકોએ ભર્યું ITR

ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર, અત્યારસુધી 3 કરોડ લોકોએ ભર્યું ITR

ઇન્મકટેક્સ રિટર્ન

Income Tax Return filing: સરકાર તરફથી આપવામાં આવેલા જાણકારી પ્રમાણે નિર્ધારિત તારીખ પછી ઇન્કમટેક્સ ફાઇલ કરવા પર 5000 રૂપિયાનો દંડ થઈ શકે છે. ઇન્કમટેક્સની કલમ 234Fમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

    નવી દિલ્હી: આકારણી વર્ષ 2021-22 માટે ઇન્કમટેક્સ રિટર્ન એટલે કે આઈટીઆર (Income Tax Returns) દાખલ કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર (ITR last date) છે. નાણા મંત્રાલયે (Finance Ministry) રવિવારે માહિતી આપી છે કે નાણાકીય વર્ષ 2020-21 માટે અત્યારસુધી ત્રણ કરોડથી વધારે લોકોએ IRT દાખલ કર્યું છે. આ સાથે જ મંત્રાલયે અત્યારસુધી ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ ન કરનારા કરદાતાઓને ઝડપથી રિટર્ન ફાઇલ કરવાની અપીલ કરી છે. એક અધિકારિક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, દરરોજ ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરનારા કરદાતાઓ (Taxpayers)ની સંખ્યા ચાર લાખને પાર થઈ ગઈ છે. 31મી ડિસેમ્બર તારીખ નજીક આવતાની સાથે સંખ્યામાં વધારે થઈ રહ્યો છે.

    31મી ડિસેમ્બર પછી ચૂકવવો પડશે દંડ

    સરકાર તરફથી આપવામાં આવેલા જાણકારી પ્રમાણે નિર્ધારિત તારીખ પછી ઇન્કમટેક્સ ફાઇલ કરવા પર 5000 રૂપિયાનો દંડ થઈ શકે છે. ઇન્કમટેક્સની કલમ 234Fમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે, કરદાતાની આવક પાંચ લાખ રૂપિયાની અંદર હોય તો આ માટે 1,000 રૂપિયા દંડ પેટે ચૂકવવા પડશે. પાંચ લાખથી વધારે રકમ પર દંડની રકમ પણ વધી જાય છે. ઈન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે તમે તમારે CAની મદદ લઈ શકો છો. તમે ઇન્કમટેક્સની વેબસાઇટ incometax.gov.in પર પણ ઇન્કમટેક્સ રિટર્ન દાખલ કરી શકો છો.

    ઇન્કમટેક્સના દાયરામાં ન આવતા હોવા છતાં રિટર્ન ફાઇલ કરવાના ફાયદા

    1) બેન્કમાંથી લોન મેળવી શકાય છે

    ગ્રાહકને લોન આપવા માટે બેન્ક ત્રણ વર્ષનું ITR માંગે છે. જો તમે કાર અને ઘર ખરીદવાની અથવા પર્સનલ લોન લેવાનું વિચારી રહ્યા છો, તો ઈન્કમ ટેક્સ રિટર્નના ડોક્યુમેન્ટ્સ તમને લોન લેવા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે.

    2) વિઝા અપ્રુવલ

    કોઈ પણ વ્યક્તિના વિઝા અપ્રુવ કરવા માટે મોટાભાગના દેશ ઈન્કમ ટેક્સ રિટર્નના ડોક્યુમેન્ટ્સની માંગ કરે છે. જો કોઈ વ્યક્તિ ટેક્સ ચૂકવીને દેશને આગળ લઈ જવામાં મદદ કરે છે, તો તેને વિઝા મેળવવામાં સરળતા રહે છે. ઈન્કમ ટેક્સ રિટર્નના ડોક્યુમેન્ટ્સથી વિઝા પ્રોસેસિંગ અધિકારીઓને વિઝા મેળવનારની નાણાંકીય પરિસ્થિતિ અને આવકની જાણકારી મળે છે.

    3) આવકનો પુરાવો

    નિયોક્તા કર્મચારીઓને ફોર્મ 16 આપે છે. ઈન્કમ ટેક્સ રિટર્નના ડોક્યુમેન્ટ્સ કોઈપણ વ્યક્તિના આવકનો પુરાવો છે. સ્વરોજગાર વ્યક્તિઓ માટે ઈન્કમ ટેક્સ રિટર્ન ડોક્યુમેન્ટ આવકના પુરાવા તરીકે કામ કરે છે. નાણાંકીય વર્ષ દરમિયાન વ્યક્તિની આવક અને ખર્ચની માહિતી આપવામાં આવે છે.

    આ પણ વાંચો:  શા માટે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવું જોઈએ, જાણો ફાયદા!

    4) ટેક્સ રિફંડનો દાવો

    જો વ્યક્તિ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરે છે, તો સેવિંગ ઈન્સ્ટ્રુમેન્ટ્સમાંથી થતી આવક પર ટેક્સ બચાવી શકાય છે અને ડિવિડન્ડની આવક પર ટેક્સ બચાવી શકાય છે. ઈન્કમ ટેક્સ રિટર્નના માધ્યમથી ટેક્સ આઉટગોનો દાવો કરી શકાય છે, કારણ કે ઉપકારનો ટેક્સ માટે દેણદાર છે. જો વિભિન્ન સ્ત્રોતથી પ્રાપ્ત થયેલ આવક રૂ. 2,50,000થી અધિક છે, તો તેમાંથી કપાત થયેલ રકમ પરત મેળવી શકાય છે અને વ્યક્તિ ટેક્સ રિફંડ મેળવી શકે છે. જોકે, તમે તેમાં એવી રીતે રોકાણ કરેલું હોવું જોઈએ કે તમારી ચોખ્ખી વાર્ષિક આવક રૂ. 2,50,000થી ઓછી હોય.

    આ પણ વાંચો: આ 4 વેબસાઇટના માધ્યમથી ફ્રીમાં ફાઇલ કરો ઇન્કમટેક્સ રિટર્ન, ફક્ત આપવી પડશે આ જાણકારી

    5) નુકસાનનો દાવો

    કરદાતાએ નુકસાનનો દાવો કરવા માટે નિયત તારીખ પહેલા ટેક્સ રિટર્ન ફાઈલ કરવાનું રહે છે. આ નુકસાન કેપિટલ ગેન, બિઝનેસ અથવા પ્રોફેશન રૂપે હોઈ શકે છે.

    6) એડ્રેસ પ્રૂફ તરીકે ઉપયોગ કરો

    ઈન્કમ ટેક્સ અસેસમેન્ટ ઓર્ડરનો એડ્રેસ પ્રૂફ તરીકે ઉપયોગ કરી શકાય છે. તેનો આધાર કાર્ડ માટે પણ ઉપયોગ કરી શકાય છે. તમામ જરૂરી ડોક્યુમેન્ટસની તપાસ કરવી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Finance ministry, ITR, Money, આયકર વિભાગ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन