Home /News /business /Income Tax રિટર્ન ફાઇલ કરવું બન્યું વધુ સરળ, હવે નજીકની પોસ્ટ ઑફિસમાં પણ આ સુવિધા ઉપલબ્ધ
Income Tax રિટર્ન ફાઇલ કરવું બન્યું વધુ સરળ, હવે નજીકની પોસ્ટ ઑફિસમાં પણ આ સુવિધા ઉપલબ્ધ
પ્રતીકાત્મક તસવીર
File ITR at post office: ઇન્ડિયા પોસ્ટ (India Post)ના અધિકારિક ટ્વિટર હેન્ડલ પર કહેવામાં આવ્યું છે કે, હવે તમારે તમારું આઈટી રિટર્ન ફાઇલ (ITR filing) કરવા માટે વધારે દૂર જવાની જરૂર નથી. કારણ કે તમારા નજીકની પોસ્ટ ઑફિસના CSC કાઉન્ટર પર તમારું આઈટીઆર ફાઇલ કરી શકો છો.
નવી દિલ્હી: ઇન્કમટેક્સ રિટર્ન (Income Tax return) ફાઇલ કરતા લોકો માટે સારા સમાચાર છે. હવે આઈટી રિપોર્ટ ફાઇલ કરવું વધારે સરળ બનશે. કારણ કે ભારતીય પોસ્ટ (Post Office)માં પણ તમને આ સુવિધા મળશે. એટલે કે તમને તમારી નજીકની પોસ્ટ ઑફિસમાં કૉમન સર્વિસ સેન્ટર કાઉન્ટર (Post Office, CSC) પર પણ આઈટીઆર ફાઇલ કરવાની સુવિધા મળશે. આ અંગે ખુદ ઇન્ડિયા પોસ્ટ તરફથી જાહેરાત કરવામાં આવી છે. આ સમાચાર દેશના લાખો પગારદાર વર્ગ માટે રાહતના સમાચાર છે.
ઇન્ડિયા પોસ્ટે શું કહ્યું?
ઇન્ડિયા પોસ્ટના અધિકારિક ટ્વિટર હેન્ડલ પર કહેવામાં આવ્યું છે કે, હવે તમારે તમારું આઈટી રિટર્ન ફાઇલ કરવા માટે વધારે દૂર જવાની જરૂર નથી. કારણ કે તમારા નજીકની પોસ્ટ ઑફિસના CSC કાઉન્ટર પર તમારું આઈટીઆર ફાઇલ કરી શકો છો.
अब आयकर रिटर्न जमा करने के लिए दूर जाने की ज़रूरत नहीं है। आप अपने नज़दीकी डाकघर के सीएससी काउंटर पर आसानी से आयकर रिटर्न सेवाओं का लाभ उठा सकते हैं।#AapkaDostIndiaPostpic.twitter.com/afb1sc7GNs
ઉલ્લેખનીય છે કે પોસ્ટ ઓફિસના CSC પર આખા દેશમાં નાગરિકો માટે એક સિંગલ એક્સેસ પોઇન્ટની રીતે કામ થાય છે. જ્યાં એક જ વિન્ડો પર પોસ્ટલ બેન્કિંગ અને વીમા સંબંધી વિવિધ સેવા મળે છે. કોઈ વ્યક્તિ પોસ્ટ ઓફિસના CSC પર વિવિધ સરકારી યોજનાઓ સાથે જોડાયેલી માહિતી અને તેનાથી મળતા લાભની જાણકારી મેળવી શકે છે. આ ઉપરાંત કાઉન્ટર પરથી ભારત સરકાર નાગરિકો માટે ડિજિટિલ ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળ વિવિધ ઇ-સેવા ઉપલબ્ધ કરાવે છે. હવે આ જ કાઉન્ટર પરથી આઈટીઆર પણ ફાઈલ કરી શકાશે.
કોરોનાના કારણે આર્થિક વ્યવસ્થાને અસર થઈ છે. અનેક લોકોએ મહામારીમાં નોકરીઓ ગુમાવી છે. ત્યારે કોરોના કાળમાં ફ્રીલાન્સ વર્કનો ટ્રેન્ડ વધુ ઝડપી બન્યો છે. ત્યારે જો તમે પણ ફ્રીલાન્સ વર્ક કરતા હોવ તો આવકવેરા સહિતના મુદ્દા તમને કઈ રીતે અસર કરે છે તે અંગે ચર્ચા કરીશું. (આખો લેખ વાંચવા ક્લિક કરો...)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર