નવી દિલ્હી : કેન્દ્ર સરકારે ઇન્કમ ટેક્સ રિટર્ન (Income Tax Return)ફાઇલ કરવાની ડેડલાઇન વધારી દીધી છે. પહેલા આઈટીઆર ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર 2020 હતી પણ હવે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ (Income Tax Department)જાણકારી આપી છે કે વિત્ત વર્ષ 2019-20 માટે આઈટીઆર ફાઇલ કરવાની અંતિમ તારીખ 10 જાન્યુઆરી 2021 છે.
ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે બુધવારે કહ્યું કે કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખતા વિત્ત વર્ષ 2019-20 માટે વાર્ષિક રિટર્ન જમા કરવાની અંતિમ તારીખ 10 જાન્યુઆરી 2021 નક્કી કરવામાં આવી છે. સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસિઝ ટેક્સ એક્ટ 2017 અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ડિપાર્ટમેન્ટે આ વિશે એક ટ્વિટમાં કહ્યું કે કોવિડ-19 આઉટબ્રેકના કારણે ટેક્સપેયર્સ નિયમોનું પાલન કરવામાં પડકારનો સામનો કરી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને સરકારે કેટલીક ડેડલાઇન્સ આગળ વધારવાનો નિર્ણય કર્યો છે.
1 એપ્રિલથી લઈને 27 ડિસેમ્બર 2020 વચ્ચે કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડે કુલ 1.33 કરોડ ટેક્સપેયર્સને 1,56,624 કરોડ રૂપિયા રિટર્ન કર્યું છે. 1,31,11,050 મામલામાં 50,554 કરોડ રૂપિયા રિટર્ન જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 2,03,334 મામલામાં 1,06,069 કરોડ રૂપિયાનું કોર્પોરેટ ટેક્સ રિફંડ જારી કરવામાં આવ્યું છે.
આ સિવાય ટેક્સ ઓડિટ રિપોર્ટ અને આંતરરાષ્ટ્રીય/ઘરેલું લેણદેણ વિશે રિપોર્ટ સબમિટ કરવાની ડેડલાઇન પણ 15 જાન્યુઆરી 2021 સુધી વધારે દેવામાં આવી છે. ‘વિવાદથી વિશ્વાસ સ્કીમ’(Vivad se Vishwas Scheme)અંતર્ગત ડિક્લેયરેશનની અંતિમ તારીખ પણ 31 ડિસેમ્બર 2020થી 31 જાન્યુઆરી 2021 કરી દેવામાં આવી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર