હજી સુધી Income tax Return નથી ભર્યું? તો જલદી કરો, આ છે છેલ્લી તારીખ

News18 Gujarati
Updated: October 20, 2019, 3:13 PM IST
હજી સુધી Income tax Return નથી ભર્યું? તો જલદી કરો, આ છે છેલ્લી તારીખ
પ્રતિકાત્મક તસવીર

ઑડિટ રિપોર્ટની જરૂરતવાળા વિશેષ મામલામાં ઇન્કમટેક્સ રિટર્ન ભરવા માટેની છેલ્લી તારીખ 31 ઑક્ટોબર 2019 છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ જો તમે હજી સુધી તમારું ઇન્કમટેક્સ રિટર્સ (Income Tax Return)નથી ભર્યું તો જલદી કરો. કારણ કે ઑડિટ રિપોર્ટની જરૂરતવાળા વિશેષ મામલામાં ઇન્કમટેક્સ રિટર્ન ભરવા માટેની છેલ્લી તારીખ 31 ઑક્ટોબર 2019 છે. સેન્ટ્રલ બોર્ડ ઑપ ડાયરેક્ટ ટેક્સેઝ (CBDT)એ ગત મહિને એ લોકો માટે ITR અને ઑડિટ રિપોર્ટસ દાખલ કરવા માટે છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બરથી વધારીને 31 ઑક્ટોબર કરી હતી. જેમના એકાઉન્ટના ઑડિટ થવાનું બાકી છે. જો હજી પણ તમે આઇટી રિટર્ન ફાઇલ કરવાનું વિચારી રહ્યા હોવ તો જરા જલદી કરજો નહીં તો તારીખ જતી રહ્યા પછી દંડ ભરવાનો વારો આવશે.

કોણ ભરી શકે છે રિટર્ન
આ આઇટીઆર એ લોકો ભરી શકે છે જેની અસેસિંગ આવક વેરા અધિનિયમની ધારા 44AB અંતર્ગત આવે છે. આમા કંપનીઓ, પાર્ટનરશિપ કંપનીઓ, પ્રોપરાઇટરશીપનો સમાવેશ થાય છે. આમના અકાઉન્ટને ફાઇલિંગ પહેલા ઑડિટ કરવાની જરૂર હોય છે.

આ પણ વાંચોઃ-આ પાંચ આસાન ઉપાયથી સડસડાત ઉતારો પેટની ચરબીના થર

ઇન્ડિવિઝ્યુઅલ ટેક્સપેયર્સ માટે પણ 31 ઑગસ્ટ છેલ્લી તારીખ
વ્યક્તિગત આયકરદાતા, નોકરીધંધા, હિન્દુ અવિભાજિત પરિવાર (HUF) અને જે લોકોના ખાતામાં ઑડિટિંગની (Auditing) જરૂર નથી. તેઓ 31 ઑગસ્ટ 2019 સુધ અનિવાર્ય રૂપથી રિટર્ન ભરવાનું હોય છે. પરંતુ જો રિટર્ન ભરવાથી ચૂકી ગયા તો દંડ ભરીને ITR ફાઇલ કરી શકો છો.આ પણ વાંચોઃ-અહીં પૈસા લગાવનારનો એક રૂપિયો પણ નહીં ડૂબે, મળશે વધારે ફાયદો

આ પણ વાંચોઃ-તસવીરોઃ PM મોદી સાથે સેલ્ફી લેવા માટે આ બોલિવૂડ સ્ટાર્સની લાગી લાઇન

કેટલો ભરવો પડશે દંડ
- જો ટેક્સપેયર્સ  (Taxpayers) છેલ્લી તારીખ સુધી ITR ફાઇલ નથી કરી શકતો તો તેને દંડ લાગશે.
-ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ પ્રમાણે 31 ઑગસ્ટ 2019 પછી 31 ડિસેમ્બર 2019 સુધી, ITR ફાઇલ કરે છે તો તેને રૂ.5000 દંડ લાગશે.
-જો તમે 1 જાન્યુઆરી 2020થી 30 માર્ચ 2020 સુધી ITR ફાઇલ કરો છો તો તમને 10,000 રૂપિયાનો દંડ લાગશે.
First published: October 20, 2019
વધુ વાંચો
अगली ख़बर