Budget 2019: મધ્યમ વર્ગના લોકોને મળી શકે છે આવી મોટી ભેટ

બજેટ 2019માં મધ્યમ વર્ગના લોકોને Income tax relief તરીકે એક મોટી ભેટ આપી શકે છે.

News18 Gujarati
Updated: January 15, 2019, 3:23 PM IST
Budget 2019: મધ્યમ વર્ગના લોકોને મળી શકે છે આવી મોટી ભેટ
ફાઇલ તસવીર
News18 Gujarati
Updated: January 15, 2019, 3:23 PM IST
લોકસભાની ચૂંટણી પહેલા મતદારોને ખુશ કરવા માટે કેન્દ્ર સરકાર સવર્ણોને 10 ટકા અનામત આવ્યા બાદ બજેટ 2019માં મધ્યમ વર્ગના લોકોને Income tax relief તરીકે એક મોટી ભેટ આપી શકે છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમાચાર એજન્સી ANIને આપેલા ઇન્ટરવ્યૂમાં મીડલ ક્લાસને રાહત આપવા માટે સંકેત આપ્યો હતો. મીડલ ક્લાસ લાંબા સમયથી Income tax સ્લેબમાં રાહતની માંગ કરી રહ્યા છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મોદી સરકાર Income tax રેલિફ આપવા માટે સેવિંગ લિમિટમાં વધારો અને અન્ય ટેક્સ બેનિફિટ્સ આપવાનું વિચારી રહી છે.

ટેક્સ બેનિફિટ આપી શકે છે સરકાર

બિઝનેસ ચેનલ ઇટી નાઉ પ્રમાણે કેન્દ્ર સરકાર પોતાના અંતિમ બજેટમાં ટેક્સ બેનિફિટ આપવાનું એલાન કરી શકે છે. જેમાં સેવિંગ લિમિટમાં વધારો, પેન્શનર્સ માટે ટેક્સ બેનિફિટ અને હાઉસિંગ લોનના વ્યાજ ઉપર વધારે છૂટ જેવા વિકલ્પનો સમાવેશ થઇ શકે છે.

વધારે કંઇ આપવાનો વિકલ્પ નથી

સરકારી સુત્રોના જણાવ્યા પ્રમાણે છેલ્લા ચાર વર્ષ દરમિયાન કેન્દ્ર સરકારે પગારદારી વર્ગને રાહત આપી છે. કારણ કે દેશના સૌથી ઇમાનદાર કરદાતા છે. એટલા માટે સામાન્ય બજેટની સીમાઓની અંદર જેટલું કરી શકાય છે એટલું કરાશે.

કસ્ટમ ડ્યૂટીમાં રાહત સંભવ

સુત્રોના જણાવ્યા પ્રમાણે બેસિક કસ્ટમ ડ્યૂટીમાં રાહત આપવા ઉપર વિચાર કરી શકાય છે. જોકે, એ વસ્તુઓની ડિટેઇલ આપવામાં આવી નથી. છેલ્લા ચાર વર્ષ દરમિયાન નાણાં મંત્રાલયે મીડિલ ક્લાસને અનેક રાહત આપી છે. જેમાં કર છૂટની સીમામાં વધારો અને ટેક્સ રેટમાં ઘટાડા જેવા પગલાનો સમાવેશ થાય છે.
Loading...

આ પણ વાંચોઃ-માર્ચ-2019 સુધી 95% મોબાઇલ વોલેટ્સ થઇ શકે છે બંધ

નાણાંમંત્રી અરુણ જેટલી પહેલી ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે. અરુણ જેટલી દ્વારા રજૂ કરવામાં આવનારું છઠ્ઠું બજેટ હશે. જે છેલ્લું બજેટ હશે. જેને વોટ ઓન એકાઉન્ટ પણ કહેવાય છે. એટલા માટે એક નિશ્વિત સમય માટે સરકારના જરૂરી ખર્ચાઓ માટે મંજૂરી લેવામાં આવે છે.

 
First published: January 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर