નવી દિલ્હીઃ જેટલીએ પોતાના બજેટમાં ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. આ પહેલા એવું અનામાન કરવામાં આવી રહ્યું હતું કે બજેટમાં હાલની ટેક્સની મર્યાદા 2.5 લાખથી વધારીને 3 લાખ કરવામાં આવી શકે છે. જોકે, હાલની વ્યવસ્થામાં પણ ત્રણ લાખની આવત ટેક્સ ફ્રી છે.
જેટલીએ પોતાની સ્પીચમાં કહ્યું હતું કે, ગત વર્ષે ટેક્સ ભરનારાઓની સંખ્યામાં 19.25 લાખનો વધારો થયો છે. તેમજ સરકારની નાણાબંધીના પગલાને કારણે સરકારને એક હજાર કરોડનો ટેક્સ મળ્યો છે.
આંકડાઓ પર નજર
- 8 નવેમ્બર 2016ના રોજ નોટબંધી બાદ ઇન્કમ ટેક્સ કલેક્શનમાં 20%નો વધારો નોંધાયો. - ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરનારાઓની સંખ્યામાં પણ 20%નો વધારો નોંધાયો છે. - દેશમાં આશરે 5 કરોડ લોકો આઈટી રિટર્ન ફાઈલ કરે છે. - દેશની કુલ વસ્તી એટલે કે 125 કરોડ લોકોમાંથી ફક્ત 1.9 કરોડ જ આવક વેરો ભરે છે. - દેશના 93% લોકોની આવક હાલમાં 2.5 લાખથી ઓછી બતાવવામાં આવી રહી છે.
કેટલી આવક પર કેટલો ઇન્કમ ટેક્સ
રકમ
હવે
પહેલા
રૂ. 2.5 લાખ સુધી
%
0%
રૂ. 2.5થી રૂ. 5 લાખ
5%
5%
રૂ.5 થી રૂ.10 લાખ
20%
20%
રૂ.10 લાખથી વધુ
30%
30%
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર