Home /News /business /

Income tax return: 1.2 કરોડ જેટલા રિફંડ અપાયા, શું તમને IT રિફંડ મળ્યું? આવી રીતે તપાસો

Income tax return: 1.2 કરોડ જેટલા રિફંડ અપાયા, શું તમને IT રિફંડ મળ્યું? આવી રીતે તપાસો

તમે નાણાકીય વર્ષ માટે તમારી ટેક્સ લાયબીલીટી કરતાં વધુ ટેક્સ ચૂકવ્યો હોય તેવી સ્થિતિમાં તમે આવકવેરા રિટર્ન ફાઇલ કર્યા પછી આવકવેરા રિફંડ માટે હકદાર છો

Income Tax Refund - કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં 1.59 કરોડથી વધુ કરદાતાઓના આવકવેરા રિટર્ન (Income tax return)ની પ્રક્રિયા કરી હોવાનો દાવો કર્યો છેનવી દિલ્હી : કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં 1.59 કરોડથી વધુ કરદાતાઓના આવકવેરા રિટર્ન (Income tax return)ની પ્રક્રિયા કરી હોવાનો દાવો કર્યો છે. આ બાબતે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે (CBDT) ટ્વિટર પર જણાવ્યું હતું કે, CBDT એ 1 એપ્રિલ 2021થી 10 જાન્યુઆરી 2022 સુધીમાં 1.59 કરોડથી વધુ કરદાતાઓ (Taxpayers)ને 1,54,302 કરોડ રૂપિયા જેટલું રિફંડ આપ્યું છે.

1,56,57,444 કેસોમાં 53,689 કરોડ રૂપિયાનું આવકવેરા રિફંડ અને 2,21,976 કેસોમાં રૂ. 1,00,612 કરોડનું કોર્પોરેટ ટેક્સ રિફંડ ઈશ્યુ કરવામાં આવ્યું છે. જેમાં એસેસમેન્ટ યર 2021-22ના 23,406.28 કરોડ રૂપિયાના 1.20 કરોડ રિફંડનો સમાવેશ થાય છે. આકારણી વર્ષ (AY) 2021-22 માટે તમને આવકવેરા વળતર ફાઇલ કરવા બદલ રિફંડ મળ્યું છે કે નહીં તે તપાસવા આટલું કરવું પડશે.

સામાન્ય કરદાતાઓ માટે આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર હતી. તમે નાણાકીય વર્ષ માટે તમારી ટેક્સ લાયબીલીટી કરતાં વધુ ટેક્સ ચૂકવ્યો હોય તેવી સ્થિતિમાં તમે આવકવેરા રિટર્ન ફાઇલ કર્યા પછી આવકવેરા રિફંડ માટે હકદાર છો. ITR ફાઇલ કરી દીધા બાદ ટેક્સ વિભાગ તમારા રિટર્નની પ્રક્રિયા કરશે અને નોટિસ દ્વારા આવકવેરા રિફંડની પુષ્ટિ કરશે. આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 143(1) હેઠળ આ ઇન્ટિમેશન નોટિસ તમને મોકલવામાં આવે છે

આવકવેરા વિભાગ ક્રેડિટ ઇન્કમ ટેક્સ રિફંડ કેવી રીતે કરે છે?

આવકવેરા રિફંડની પ્રક્રિયા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે. આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે બેંક કરદાતા દ્વારા અપાયેલા બેંક ખાતામાં રકમ જમા કરાવશે. આવકવેરા રિફંડ મેળવવા માટે સાચા બેંક ખાતા નંબર અને IFSC કોડનો ઉલ્લેખ કરવો ફરજિયાત છે. અહીં યાદ રાખો કે, બેંક ખાતાનો નંબર નવા આવકવેરા ઇ-ફાઇલિંગ પોર્ટલમાં પ્રી-વેલીડિટી હોવો જોઈએ અને પાન કાર્ડ સાથે જોડાયેલો હોવો જોઈએ.

આ પણ વાંચો - સુકન્યા સમૃદ્ધિ યોજના : માત્ર એક રૂપિયાની દૈનિક બચત સાથે બનાવી શકો છો 15 લાખનું ફંડ, જાણો શું છે સ્કીમ

આવકવેરા રિફંડના સ્ટેટ્સને ટ્રેક કઈ રીતે કરવા?

આવકવેરા રિફંડને નવા આવકવેરા ઇ-ફાઇલિંગ પોર્ટલ https://eportal.incometax.gov.in/ પર ટ્રેક કરી શકાય છે.

1) incometax.gov.in મુલાકાત લો અને તમારા આઈડી અને પાસવર્ડ તરીકે તમારા PAN સાથે લોગ ઇન કરો

2) ત્યારબાદ આગળના વિકલ્પ પર ક્લિક કરો Income Tax Returns’ પસંદ કરો. આગળના સ્ટેપમાં View File Returns પસંદ કરો.

3) આ સેક્શન માટે દાખલ કરવામાં આવેલી લેટેસ્ટ ITR તપાસો. લેટેસ્ટ ફાઇલ ITR એવાય 2021-22 માટે હશે. તમે ત્યાં View Details વિકલ્પ પસંદ કરશો તો તે તમને ટેક્સ રિફંડની ઇશ્યૂની તારીખ, રિફંડ કરવામાં આવતી રકમ અને આ એસેસમેન્ટ વર્ષ માટે બાકી રહેલા કોઈપણ રિફંડ માટે ક્લિયરન્સની તારીખ બતાવશે.

TIN NSDL વેબસાઇટ મારફતે આવકવેરા રિફંડ ચેક કરો

કરદાતાઓ NSDL વેબસાઇટ પર આવકવેરા રિફંડની જાણકારીને પણ તપાસી શકે છે. રિફંડ બેંકરને આકારણી અધિકારી દ્વારા મોકલવામાં આવ્યાના 10 દિવસ પછી જ રિફંડ દેખાશે.

1) આ માટે પહેલા https://tin.tin.nsdl.com/oltas/refundstatuslogin.html પર જાવ અને PAN કાર્ડની માહિતી નાખો

2) જેના માટે તમે રિફંડની સ્થિતિ તપાસવા માંગો છો તેને લગતું એસેસમેન્ટ વર્ષ પસંદ કરો. લેટેસ્ટ આવકવેરા ટેક્સ રિટર્ન માટે એસેસમેન્ટ વર્ષ 2021-22 રહેશે.

3) હવે કેપચા કોડ નાખી Submit વિકલ્પ પર ક્લિક કરો. ત્યારબાદ 2021-22નું આવક વેરા રિફંડ જોવા મળશે.

આ પણ વાંચો - ક્યાં પૈસા જમા કરાવવા વધુ સારા? બેંક કે પોસ્ટઓફિસ, ક્યાં મળશે વધુ રિર્ટન, જાણો

તમારા આવકવેરા રિફંડને તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવ્યું હશે તો સ્ક્રીન પર Refund is Credited મેસેજ જોવા મળશે. તેમાં બેંક ખાતા નંબરના છેલ્લા ચાર આંકડા, રેફરેન્સ નંબર અને રિફંડ ક્રેડિટ થયું હોય તે તારીખ સહિતની વિગતો જોઈ શકાશે.

અલબત્ત જો સ્ક્રીન પર Refund Returned મેસેજ જોવા મળે તો તેનો અર્થ એ છે કે, આવકવેરા રિફંડ તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવ્યું નથી. રિટર્ન જમા ન થયું હોવા હોવા પાછળ ખોટા બેંક એકાઉન્ટ નંબર, IFSC કોડ અથવા ઉપયોગ ન થવાના કારણે બેંક એકાઉન્ટ નિષ્ક્રિય થવા સહિત અનેક કારણ હોઈ શકે છે.


First published:

Tags: Business, Income tax department, Income Tax Return

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन