ઇમરજન્સી મેઇન્ટેનન્સ બાદ ઇન્કમટેક્સ પોર્ટલ ફરી શરૂ; જાણો ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાના ફાયદા

પ્રતીકાત્મક તસવીર

Income tax portal: ઇન્ફોસિસ (Infosys) તરફથી રવિવારે રાત્રે આશરે 9 વાગ્યે ટ્વીટ કરવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ઇમરજન્સી મેઇન્ટેનન્સ (Emergency maintenance) કામ પૂર્ણ થઈ ગયું છે.

  • Share this:
    મુંબઈ: ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ (Income Tax Department)નું નવું પોર્ટલ છેલ્લા બે દિવસથી કામ કરી રહ્યું ન હતું. આ દરમિયાન રવિવારે સાંજે ઇન્ફોસિસ (Infosys) તરફથી ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી છે કે, પોર્ટલ ઇમરજન્સી મેઇન્ટેનન્સ (Emergency maintenance) પછી સંપૂર્ણ રીતે કામ કરવા લાગ્યું છે. ઉલ્લેખનીય છે કે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટનું નવું પોર્ટલ લૉંચ (Income tax new portal) થયાના અઢી મહિના પછી પણ કરદાતાઓએ વિવિધ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

    ઇન્ફોસિસ તરફથી રવિવારે રાત્રે આશરે 9 વાગ્યે ટ્વીટ કરવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ઇમરજન્સી મેઇન્ટેનન્સ કામ પૂર્ણ થઈ ગયું છે. હવે પોર્ટલ સરખી રીતે કામ કરી રહ્યું છે. કરદાતાઓને જે અસુવિધા થઈ છે તેના માટે માફી માંગીએ છીએ.

    આ પહેલા નાણા મંત્રાલયે (Ministry of Finance) દેશની સૌથી મોટી ટેક્નોલૉજી કંપની ઇન્ફોસિસના MD અને CEO સલિલ પારેખને (Salil Parekh)ને તેડું મોકલ્યું હતું. જેમાં તેમને આજે એટલે કે 23 ઓગસ્ટના રોજ એ માટે બોલાવવામાં આવ્યા છે કે લૉંચ થયાના અઢી મહિના પછી પણ પોર્ટલ સરખી રીતે શા માટે કામ નથી કરી રહ્યું? 21 ઓગસ્ટથી આ પોર્ટલ કરદાતાઓ માટે ઉપલબ્ધ ન હતું, કારણ કે તેમાં કેટલિક ટેક્નિકલ ખામી આવી હતી.



    આ બીજી વખત છે કે કંપની ઇન્કમટેક્સ પોર્ટલમાં ગરબડને પગલે નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman)સાથે મુલાકાત કરશે. કરદાતાઓને ખૂબ વધારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. સરકારે ઇન્ફોસિસને 2019માં Next-Generation ઇન્કમટેક્સ ફાઇલિંગ સિસ્ટમ બનાવવા માટે કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જેમાં એવી સિસ્ટમ બનાવવાની હતી કે રિટર્ટ સમય મર્યાદા 63 દિવસથી ઘટાડીને એક દિવસ કરવામાં આવે અને રિફંડ ઝડપથી આપી શકાય.



    ઇન્કમટેક્સના દાયરામાં ન આવતા હોવા છતાં શા માટે રિટર્ન ફાઇલ કરવું જોઈએ?

    જો કોઈ વ્યક્તિની કુલ આવક ટેક્સ છૂટ કરતા વધુ છે, તો તે વ્યક્તિએ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ (Incometax return) કરવાનું રહે છે. જો કોઈ વ્યક્તિની ગ્રોસ ટોટલ ઇન્કમ કર છૂટ કરતા વધુ નથી તો તે વ્યક્તિએ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની જરૂર નથી. જો કોઈ વ્યક્તિની આવકને ટેક્સ ભરવામાંથી છૂટ આપવામાં આવી છે અને તેમ છતાં જો તે વ્યક્તિ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ (ITR) કરે તો તેને અનેક ફાયદાઓ થઈ શકે છે. અહીં તેના છ ફાયદા જણાવવામાં આવ્યા છે.

    1) એડ્રેસ પ્રૂફ તરીકે ઉપયોગ કરો
    2) બેન્કમાંથી લોન મેળવી શકાય છે
    3) વિઝા અપ્રુવલ
    4) આવકનો પુરાવો
    5) ટેક્સ રિફંડનો દાવો
    6) નુકસાનનો દાવો (વિગતવાર અહેવાલ અહીં વાંચો...)
    Published by:Vinod Zankhaliya
    First published: