રોજ 300 રૂપિયાની કમાણી કરતા મજૂરને આયકર વિભાગે મોકલી 1 કરોડ રૂપિયાની નોટિસ

News18 Gujarati
Updated: January 16, 2020, 4:33 PM IST
રોજ 300 રૂપિયાની કમાણી કરતા મજૂરને આયકર વિભાગે મોકલી 1 કરોડ રૂપિયાની નોટિસ
રોજ 300 કમાણી કરતા મજૂરને 1 કરોડની નોટિસ

મજૂર બાબુસાહેબ આહિરને બેન્ક એકાઉન્ટની જાણકારી જ નથી

  • Share this:
મુંબઈના ઉપનગર ઠાણેના ઝુગ્ગી વસ્તી અંબીવલીમાં રહેતા બાબુસાહેબ આહિર 300 રૂપિયા રોજ પર મજૂરી કરે છે. આયકર વિભાગે તેને જે નોટિસ મોકલી છે, તે જોઈ આ મજૂર ભાઈ જ નહી કોઈ પણ ચોંકી ઉઠે. આયકર વિભાગે રોજ 300 રૂપિયા મજૂરી કરી કમાણી કરનાર મજૂરને 1.05 કરોડ રૂપિયાની ટેક્સ નોટિસ મોકલી દીધી છે. બતાવવામાં આવી રહ્યું છે કે, આહિરના બેન્ક ખાતામાં નોટબંધી દરમિયાન 58 લાખ રૂપિયા જમા કરવામાં આવ્યા હતા.

બાબુસાહેબ આહિરને બેન્ક એકાઉન્ટની જાણકારી જ નથી
આયકર નોટિસ મળ્યા બાદ બાબુસાહેબ આહિરે ઠાણે પોલીસને આ મુદ્દે ફરિયાદ કરી છે. આહિરનું કહેવું છે કે, તેને આ બેન્ક ખાતાની કોઈ જાણકારી નથી, જેમાં 58 લાખ રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા. આહિર અનુસાર, એવું બની શકે છે કે, તેના નકલી દસ્તાવેજના આધારે કોઈએ તેના નામે બેન્ક ખાતુ ખોલાવ્યું હોય. બાબુસાહેબ પોતાના સસરાની ઝુંપડીમાં તેમની સાથે જ રહે છે. આહિરે કહ્યું કે, તેને પહેલી વખત સપ્ટેમ્બર, 2016માં એક નોટિસ દ્વારા કબર પડી કે, એક પ્રાઈવેટ બેન્કમાં તેના નામે ખાતુ ખોલાવેલા ખાતામાં નોટબંધી દરમિયાન 58 લાખ રૂપિયા જમા કરવામાં આવ્યા છે.

ડુપ્લીકેટ પાનકાર્ડ દ્વારા કોઈએ ખાતુ ખોલાવ્યું છે
પહેલી નોટિસ મળતા જ બાબુસાહેબ આહિરે આયકર વિભાગ અને બેન્કનો સંપર્ક કર્યો. ખબર પડી કે, તેના પાનકાર્ડનો ઉપયોગ કરી બેન્ક ખાતુ ખોલવામાં આવ્યું છે, પરંતુ તેમાં તેનો ફોટો અને સહી ખોટા છે. સ્પષ્ટ થઈ ગયું કે, બેન્ક એકાઉન્ટ ખોલાવવા માટે તેના ડુપ્લીકેટ પાનકાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વર્ષે 7 જાન્યુઆરીએ આયકર વિભાગ તરફથી આહિરને 1.05 કરોડની નોટિસ મોકલવામાં આવી છે. આ પહેલી નોટિસ આવ્યા બાદ પોલીસ અને આયકર વિભાગને જાણકારી આપ્યા બાદ આહિરને મોકલવામાં આવેલી આ બીજી નોટિસ છે. હવે આહિરની ફરિયાદ અનુસાર, પોલીસે તપાસના આદેશ આપ્યા છે.
First published: January 16, 2020
વધુ વાંચો
अगली ख़बर