Home /News /business /જો તમારી આવક 5 લાખથી ઓછી છે તો નવું કે જૂનું ક્યું રિજિમ પસંદ કરાય?
જો તમારી આવક 5 લાખથી ઓછી છે તો નવું કે જૂનું ક્યું રિજિમ પસંદ કરાય?
તમારી આવક 5 લાખ આસપાસ હોય તો કઈ કર પ્રણાલી પસંદ કરાય? આ રીતે સમજો
Income Tax New Regime: બજેટમાં નાણામંત્રીએ મધ્યમ વર્ગને રાહત આપવાનો પ્રયાસ કર્યો છે. જો તમારી આવક 5 લાખથી ઓછી છે, તો તમે બંને ટેક્સ સિસ્ટમમાં ટેક્સ છૂટનો લાભ લઈ શકો છો.
નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું પૂર્ણ બજેટ (Budget 2023) રજૂ કર્યું. બજેટમાં નાણામંત્રીએ મધ્યમ વર્ગને રાહત આપવાનો પ્રયાસ કર્યો છે. તેમણે આવકવેરાની નવી કર વ્યવસ્થામાં મહત્તમ રાહત આપી છે.
જો તમારી આવક 5 લાખથી ઓછી છે, તો તમે બંને ટેક્સ સિસ્ટમમાં ટેક્સ છૂટનો લાભ લઈ શકો છો. 5 લાખ રૂપિયા સુધીની જૂની ટેક્સ સિસ્ટમમાં રિબેટનો સમાવેશ થાય છે, એટલે કે 5 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ લાગતો નથી. બીજી તરફ, નવી ટેક્સ પ્રણાલીમાં 7 લાખ રૂપિયા સુધીની છૂટનો સમાવેશ કરવામાં આવ્યો છે, એટલે કે 7 લાખ સુધીની કમાણી પર કોઈ ટેક્સ લાગતો નથી.
7 લાખ રૂપિયા સુધીની આવક હવે નવી કર વ્યવસ્થામાં કરમુક્ત
નિર્મલા સીતારમણે પોતાના બજેટ સંભાષણમાં જણાવ્યા મુજબ નાણાકીય વર્ષ 2023-24માં આવકવેરાની નવી વ્યવસ્થામાં 5 સ્લેબ હશે. અગાઉ આ સ્લેબની સંખ્યા 6 હતી. આ ઉપરાંત, નવી કર વ્યવસ્થામાં કલમ 87A હેઠળ ઉપલબ્ધ રિબેટ વાર્ષિક રૂ. 5 લાખથી વધારીને રૂ. 7 લાખ પ્રતિ વર્ષ કરવામાં આવી છે. આનો અર્થ એ થયો કે જે લોકો નવી ટેક્સ સિસ્ટમ પસંદ કરે છે તેમને 7 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં.
નવી આવકવેરા વ્યવસ્થામાં 5 સ્લેબ
આવક
વેરો
3 થી 6 લાખ રૂપિયા
5 ટકા
6 થી 9 લાખ રૂપિયા
10 ટકા
9 થી 12 લાખ રૂપિયા
15 ટકા
12 થી 15 લાખ રૂપિયા
20 ટકા
15 લાખથી વધુ
30 ટકા
જૂની આવકવેરા વ્યવસ્થાના સ્લેબ
આવક
વેરો
0 થી 2.5 લાખ સુધી
0 ટકા
2.5 થી 5 લાખ રૂપિયા
5 ટકા
5 લાખથી 7.5 લાખ રૂપિયા
10 ટકા
7.50 લાખથી 10 લાખ રૂપિયા
15 ટકા
10 લાખથી 12.50 લાખ રૂપિયા
20 ટકા
12.50 લાખથી 15 લાખ રૂપિયા
25 ટકા
15 લાખથી વધુની આવક પર
30 ટકા
હવે નવી કર વ્યવસ્થા ડિફોલ્ટ રિજિમ
બજેટ ભાષણ દરમિયાન, સીતારમણે કહ્યું હતું કે હવે નવી કર વ્યવસ્થા ડિફોલ્ટ રિજિમ હશે. આનો અર્થ એ છે કે જો કોઈ કરદાતા જૂના ટેક્સ રિજિમમાં રહેવા માંગે છે, તો તેણે આ અંગે જણાવવું પડશે. જ્યારે અત્યાર સુધી જૂની ટેક્સ વ્યવસ્થા ડિફોલ્ટ હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર