Home /News /business /

New Tax Regime: આ રીતે કરો નાણાકીય વર્ષ 2021-22 માટે આવકવેરાની ગણતરી

New Tax Regime: આ રીતે કરો નાણાકીય વર્ષ 2021-22 માટે આવકવેરાની ગણતરી

ટેક્સની ગણતરી

New tax regime: નવી કર પ્રણાલીમાં આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 80સીસીડી (2) હેઠળ કપાતનો દાવો કરી શકાય છે. આ કપાત ટિયર-1 એનપીએસ એકાઉન્ટમાં કર્મચારીના કન્ટ્રીબ્યુશન પર ઉપલબ્ધ છે. કોઈપણ વ્યક્તિ પોતાના બેઝિક પગારના મહત્તમ 10 ટકા કપાતનો દાવો કરી શકે છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી: સરકારે નાણાંકીય વર્ષ 2020-21થી ટેક્સપેયર્સ (Taxpayers)ને નવો વિકલ્પ આપ્યો છે. જેના અંતર્ગત તમને કપાત અને એક્ઝેમ્પશન નહીં મળે. અલબત્ત, ટેક્સ (Income tax)નો દર ઓછો હશે. આ સાથે કરવેરાની જૂની પદ્ધતિ (Old tax regime) બંધ કરવામાં આવી નથી અને કરદાતાઓ નવી અથવા જૂની સિસ્ટમમાંથી કોઈ એકની પસંદગી કરી શકે છે. જોકે, નવી સિસ્ટમ (New tax regime) પસંદ કર્યા પછી પણ તમે ફરી જૂની સિસ્ટમમાં પાછા ફરી શકશો. અમે અહીં તમને નવી પદ્ધતિના ટેક્સ સ્લેબ અંગે જણાવી રહ્યા છીએ. જે નાણાંકીય વર્ષ 2021-22 માટે છે.

રૂપિયા 50 લાખથી વધુની આવક સરચાર્જ થાય છે અને આવકવેરાની લાયબિલિટીમાં 4 ટકા હેલ્થ તેમજ એજ્યુકેશન ટેક્સ પણ ઉમેરવામાં આવશે. 5 લાખ રૂપિયા સુધીની કરપાત્ર આવક પર કલમ 87એ હેઠળ 12,500 રૂપિયાની છૂટ મળશે, જેનાથી ટેક્સ ઘટીને શૂન્ય થઈ જશે.



































આવકવેરા સ્લેબઆવકવેરા દર (ટકામાં)
2.5 લાખ રૂપિયા સુધી0
2.50,001થી લઈને 5 લાખ સુધી5
5,00,001થી 7.5 લાખ સુધી10
7,50,001 થી 10 લાખ સુધી15
10,00,001થી 12.5 લાખ સુધી20
12,50,001થી 15 લાખ સુધી25
15 લાખથી વધુ30



અહીં નોંધનીય છે કે, નવી કર પ્રણાલીમાં આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 80સીસીડી (2) હેઠળ કપાતનો દાવો કરી શકાય છે. આ કપાત ટિયર-1 એનપીએસ એકાઉન્ટમાં કર્મચારીના કન્ટ્રીબ્યુશન પર ઉપલબ્ધ છે. કોઈપણ વ્યક્તિ પોતાના બેઝિક પગારના મહત્તમ 10 ટકા કપાતનો દાવો કરી શકે છે.

આવી રીતે કરો ટેક્સનો ગણતરી

આવકવેરાની ગણતરી કેવી રીતે કરવી તે સમજવા માટે આપણે ઉદાહરણની મદદ લઈ શકીએ છીએ. ધારો કે નાણાકીય વર્ષ 2020-21માં તમારી કરપાત્ર આવક 17 લાખ રૂપિયા છે. આ સમય દરમિયાન તમારા એમ્પ્લોયરે તમારા ટાયર -1 એનપીએસ ખાતામાં 70,000 રૂપિયાનું કન્ટ્રીબ્યુશન આપ્યું છે. આ માટે તમે કલમ 80સીસીડી (2) હેઠળ કપાતનો દાવો કરી શકો છો.

આ રીતે તમારી ચોખ્ખી કરપાત્ર આવક 16.30 લાખ (17 લાખ માઇનસ 70,000 રૂપિયા) થઇ જશે. હવે તમારે તમારી કર લાયબિલિટી ગણતરી 16.30 લાખ રૂપિયા પર કરવાની રહેશે.

16.30 લાખ રૂપિયાની ચોખી કરપાત્ર આવકમાંથી સૌથી પહેલા 2.5 લાખ રૂપિયા પર કરમુક્તિ મળશે. તેથી હવે 15.30 લાખ રૂપિયામાંથી 2.5 લાખ રૂપિયા કાપીએ છીએ. ત્યારે કરપાત્ર આવક ઘટીને 13.80 લાખ રૂપિયા થઈ જાય છે.

2.5 લાખથી 5.00 લાખ સુધીની આવક પર ટેક્સ


ઉપર આપેલા ટેબલ પરથી સ્પષ્ટ થાય છે કે, 2.5 લાખથી 5 લાખ રૂપિયા સુધીની આવક પર 5 ટકા ટેક્સ લાગે છે. તો 13.80 લાખ રૂપિયામાંથી આગામી 2.5 લાખ રૂપિયા પર 5 ટકા ટેક્સ લાગશે અને ટેક્સની રકમ 12,500 રૂપિયા (2,50,000 રૂપિયાના 5 ટકા) હશે.

હવે આપણે આવકવેરાની લાયબિલિટી 11.30 લાખ રૂપિયા ગણવાની છે. આમાંથી આગામી 2.5 લાખ રૂપિયા (7.5 લાખ રૂપિયા માઇનસ 5 લાખ રૂપિયા) પર ટેક્સ રેટ 10 ટકા રહેશે. તો ટેક્સની રકમ 25,000 રૂપિયા (2,50,000 રૂપિયાના 10 ટકા) હશે.

અત્યારસુધી ટેક્સ લાયબિલિટી 37,500 રૂપિયા (0+12,500+25,000 રૂપિયા) રહેશે. ધ્યાન રાખો કે પૂરેપૂરી આવક પર ટેક્સ નથી લાગી રહ્યો. હવે આપણે 8.8 લાખ રૂપિયા પરના કરની ગણતરી કરવી પડશે. 8.8 લાખ રૂપિયામાંથી 2.5 લાખ રૂપિયા (10 લાખ માઇનસ 7.5 લાખ) કાપવામાં આવશે. ત્યારબાદ તેના પર 15 ટકાના દરે ટેક્સ લાગશે. તેનાથી તમારી ટેક્સ લાયબિલિટી 37,500 રૂપિયા થઈ જશે. હવે તમારી 6,30,000 રૂપિયાની આવક પર ટેક્સની ગણતરી બાકી છે.

હવેના 2.5 લાખ રૂપિયા (12.5 લાખ માઇનસ 10 લાખ) પર 20 ટકાના દરે ટેક્સ લાગશે. તેનાથી તમારી ટેક્સની લાયબોલિટી 50,000 રૂપિયા (2,50,000 રૂપિયાના 20 ટકા) થઈ જશે. હવે તમારી 3,80,000 રૂપિયાની આવક પર ટેક્સની ગણતરી બાકી છે. ત્યારબાદના 2.5 લાખ રૂપિયાની આવક પર 25 ટકા ટેક્સ લાગશે. આમ, વેરાની રકમ રૂપિયા 62,500 (રૂપિયા 2,50,000ના 25 ટકા) રહેશે. હવે તમારે તમારી 1,30,000 રૂપિયાની આવક પર ટેક્સની ગણતરી કરવાની બાકી છે.

કુલ કેટલો ટેક્સ લાગશે?


આ બાકીની આવક પર 30 ટકા ટેક્સ લાગશે. આ રીતે તમારો ટેક્સ 39,000 રૂપિયા થઈ જશે. આમ ટેક્સ લાયબિલિટી ઉમેરવાથી તમારો કુલ ટેક્સ 2,26,500 રૂપિયા (0+12,500+25,000+37,500+50,500+62,500+39,000 રૂપિયા) થાય છે. હવે આરોગ્ય અને શિક્ષણ સેસ 4 ટકા છે. તેનાથી તમારા સેસની રકમ 9,060 રૂપિયા થઈ જશે. હવે 2,26,500 રૂપિયામાં 9,060 રૂપિયા ઉમેરીશું તો તમારો કુલ ટેક્સ 2,35,560 રૂપિયા હશે.















































આવકવેરાનો સ્લેબટેક્સ લાયબિલિટી
0 થી 2.5 લાખ-@zero0
2.5 લાખ થી રૂ.5 લાખ-5%12,500
5 લાખ થી 7.5 લાખ - 10%25,000
7.5 લાખ થી 10 લાખ - 15%37,500
રૂ. 10 લાખથી રૂ. 12.5 લાખ - 20%50,000
રૂ. 12.5 લાખથી રૂ. 15 લાખ - 25%62,500
રૂ. 15 લાખથી વધુ - 30%39,000
4% સેસ વિના કુલ ટેક્સ લાયબિલિટી2,26,500
4 ટકા સેસ સાથે9,060
કુલ ટેક્સ લાયબિલિટી2,35,560

અહીં અમે તમને નવી સિસ્ટમમાં ટેક્સની લાયબિલિટી વિશે જણાવ્યું છે. જૂની સિસ્ટમ અને નવી સિસ્ટમમાં કોણ વધુ સારું છે? તે જાણવા માટે તમારે જૂની સિસ્ટમમાં ટેક્સ લાયબિલિટીની ગણતરી કરવાની જરૂર પડશે. ત્યારબાદ બન્નેમથી ફાયદાકારક સિસ્ટમ પસંદ કરી શકો છો.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Financial Year, ITR, Tax, આયકર વિભાગ

આગામી સમાચાર