રાજકીય પાર્ટીને 2 હજારથી વધુ કેશ દાન કરશો તો ફસાઇ જશો!

News18 Gujarati
Updated: April 14, 2019, 8:44 PM IST
રાજકીય પાર્ટીને 2 હજારથી વધુ કેશ દાન કરશો તો ફસાઇ જશો!
રાજકીય પાર્ટીને 2 હજારથી વધુ કેશ દાન કરશો તો ફસાઇ જશો!

ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ભારતીય નાગરિકોને કેશના ઉપયોગ અંગે ચેતવણી આપી છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: જો તમે કોઇ રાજકીય પાર્ટીને બે હજાર રૂપિયાથી વધુ રોકડ દાનમાં આપશો તો મુશ્કેલીમાં ફસાઇ શકો છો. કેમ કે, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દંડ ફટકારી શકે છે. IT વિભાગે તેની જાહેરખબરમાં જણાવ્યું છે કે, જો તમે નિયમ તોડશો તો દંડ ફટકારી શકાય છે અથવા ITR ફાઇલિંગમાં ક્લેમ કરવામાં આવેલા ડિસ્કાઉન્ટને રદ કરી શકાય છે.

ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ભારતીય નાગરિકોને કેશના ઉપયોગ અંગે ચેતવણી આપી છે. IT વિભાગે નાણાંની લેવડ-દેવડમાં શું કરવું અને શું ન કરવું તે અંગે જણાવ્યું છે. રોકડ લેવડ-દેવડ અંગે ચેતવણી ઉપરાંત IT ડિપાર્ટમેન્ટે નિયમ તોડનારાઓ માટે દંડ વિશે પણ જણાવ્યું છે.


ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે 'ક્લિન ટ્રાન્ઝેક્શન, ક્લિનર ઇકોનોમી' નામથી એક જાહેરાત રજૂ કરી છે. આ હેઠળ એક નાગરિકે નાણાંની લેવડ-દેવડ સમયે 4 બાબતો ધ્યાનમાં રાખવી જોઇએ.


1. કોઇ વ્યક્તિએ એક દિવસ અથવા કોઇ પ્રસંગે 2 લાખ રૂપિયા સુધી અથવા તેનાથી વધુ કેશ સ્વીકારવું ન જોઇએ.2. સ્થાવર સંપત્તિના સ્થાનાંતરણ માટે રોકડમાં 20,000 રૂપિયા અથવા તેનાથી વધુની ચુકવણી ન કરો.
3. બિઝનેસ અથવા પ્રોફેશન સંબંધિત ખર્ચ કેશમાં 10,000 રૂપિયાથી વધુની ચુકવણી ન કરો.
4. રજિસ્ટર્ડ ટ્રસ્ટ અથવા રાજકીય પાર્ટીને કેશમાં 2,000 રૂપિયાથી વધુનું દાન ન કરો.


ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે તેની જાહેરાતમાં જણાવ્યું કે, જો તમે ઉપરોક્ત નિયમો તોડશો તો તમને દંડ ફટકારી શકાય છે અથવા ITR ફાઇલિંગમાં ક્લેમ કરાયેલું ડિસ્કાઉન્ટ રદ કરી શકાય છે.
First published: April 14, 2019
વધુ વાંચો
अगली ख़बर