કાળાનાણાં ઉપર ઈન્ક્મ ટેક્સ વિભાગ મોટી કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યો છે. ટેક્સ ડિપાર્ટમેન્ટ લગભગ 1 લાખ બેન્ક ખાતાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. સીએનબીસી-આવાઝને પ્રાપ્ત થયેલી એક્સકલુઝિવ જાણકારી અનુસાર આ એ લોકો છે જેમણે નોટબંધી દરમિયાન ખાતાઓમાં મોટી રકમ જમા કરાવી હતી. આ મામલે ઈન્ક્મ ટેક્સ વિભાગે તેમને નોટિસ જારી કરી હતી, જો કે તેમને આ અંગેનો કોઈ પ્રત્યુત્તર હજુ સુધી મળ્યો નથી.
આ પ્રકારના તમામ ખાતાધારકો વિરુદ્ધ કાર્યવાહી કરવાના નિર્દેશો વરિષ્ટ અધિકારીઓને આપી દેવામાં આવ્યા છે. ઈન્ક્મ ટેક્સ વિભાગ હવે શંકાસ્પદ ખાતાઓમાં થયેલી લેન-દેણની તપાસ કરશે અને ચોથા ક્વાર્ટરમાં એસેસમેન્ટ કરશે. જવાબ દેનારા લોકોના રીટર્ન સાથે તેમને ખુલાસેલી રકમની સરખામણી કરવામાં આવશે. ત્યારબાદ દોષી ઠેરવાયેલા લોકો સામે દંડ સાથે ટેક્સની રકમ વસુલવામાં આવશે.
પ્રાપ્ત જાણકારી અનુસાર લગભગ 3 લાખ લોકોને આ મામલે નોટિસ મોકલવામાં આવી છે. આ પૈકીના માત્ર 2 લાખ લોકોએ નોટિસનો જવાબ આપ્યો છે. જયારે એક લાખ લોકોએ આઇટી રીટર્ન જ ફાઈલ કર્યું નથી. એટલે હવે 1 લાખ લોકો સામે કાર્યવાહી થશે તે નક્કી છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર