નવી દિલ્હી: આવકવેરા વિભાગે (Income Tax Department) એવા કરદાતાઓને (Tax Payers) ફરીથી યાદ કરાવ્યું છે, જેમના કેસ તપાસ હેઠળ છે. ભારત સરકાર (Government of India)ની પ્રત્યક્ષ કર વસૂલાત હાથ ધરતી સ્ટેટ એજન્સી (State Agency)એ આવા કરદાતાઓને 31મી માર્ચ, 2022 સુધીમાં જારી કરાયેલી નોટિસનું પાલન કરવા જણાવ્યું છે. આ આવકવેરાના પાલનની સમયમર્યાદા પૂરી કરવામાં નિષ્ફળ જવાથી વિભાગ પાસે ઉપલબ્ધ દસ્તાવેજોના આધારે ‘બેસ્ટ જજમેન્ટલ એસેસમેન્ટ' (Best judgement assessment) થશે.
આવકવેરા વિભાગે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી આ રિમાઇન્ડર જારી કર્યું છે કે, "કરદાતાઓ માટે નમ્ર વિનંતી કે જેમના કેસો તપાસ હેઠળ છે, તેઓ 31.03.2022 સુધીમાં પાલન કરે. કૃપા કરીને માહિતી/વિગતો માટે આઇટીડી દ્વારા જારી કરાયેલ નોટિસનું સમયસર પાલન કરો. નોટિસનું પાલન કરવામાં નિષ્ફળતા રેકોર્ડ પરના મટિરીયલના આધારે બેસ્ટ જજમેન્ટલ એસેસમેન્ટમાં પરિણમી શકે છે.”
નોટિસ મળી હોય તો શું કરવું?
લાઇવમિન્ટના અહેવાલ પ્રમાણે આ આવકવેરા રિમાઇન્ડરનો અર્થ શું થાય છે તેની વિગતો આપતા મુંબઈ સ્થિત કર અને રોકાણ નિષ્ણાત બળવંત જૈને જણાવ્યું હતું કે, “આ આવકવેરા રિમાઇન્ડર એવા કરદાતાઓ માટે છે, જેમના કેસ તપાસ હેઠળ છે અને વિભાગે તેમને પણ નોટિસ જારી કરી છે. તેથી જેમણે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કર્યું છે, તેમને સલાહ આપવામાં આવે છે કે તેઓ આવકવેરા અનુપાલન પોર્ટલ પર તપાસ કરે કે શું તેમની સામે વિભાગ દ્વારા કોઈ નોટિસ જારી કરવામાં આવી છે. જો તેઓને આવી કોઈ આવકવેરાની નોટિસ મળી હોય તો તેઓએ 31મી માર્ચ, 2022 સુધીમાં આ નોટિસનો જવાબ આપવો જોઈએ. અન્યથા વિભાગ તેમની પાસે ઉપલબ્ધ દસ્તાવેજો પર બેસ્ટ જજમેન્ટલ એસેસમેન્ટ કરશે.”
નોટિસનો જવાબ ન આપવામાં આવે તો શું થાય?
જો કોઈ કરદાતા આ આવકવેરાના પાલનની સમયમર્યાદાને પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય તો શું પરિણામ આવી શકે છે, તેના પર બળવંત જૈને જણાવ્યું હતું કે, "આ આવકવેરાના પાલનની સમયમર્યાદાને પૂર્ણ કરવામાં નિષ્ફળતા વધારાની આવકવેરા જકાત અથવા આવકવેરા રિફંડની રકમ ઓછી કરી શકે છે."
Gentle reminder to taxpayers whose cases are under scrutiny,to be completed by 31.03.2022!
Pl ensure timely compliance with notices issued by ITD calling for information/details. Failure to comply with the notice may result in Best Judgment assessment based on material on record.
આ પાંચ કેશ ટ્રાન્ઝેક્શન પર આવી શકે છે ઇન્કમ ટેક્સની નોટિસ
આવક વેરા વિભાગ (Income tax department) આજકાલ કેશ ટ્રાન્ઝેક્શનને લઈને ખૂબ જ સતર્ક થઈ ગયું છે. ગત દિવસોમાં આવક વેરા વિભાગે બેંકો, મ્યુચ્યુઅલ ફંડ હાઉસ (Mutual Funds), બ્રોકર પ્લેટફોર્મ જેવા પ્લેટફોર્મમાં સામાન્ય લોકો માટે કેશ ટ્રાન્ઝેક્શન (Cash Transaction)ના નિયમ વધારે કડક બનાવ્યા છે. આ તમામ ટ્રાન્ઝેક્શન માટે એક મર્યાદા નક્કી કરી છે. જો તમે આ નિયમોનું પાલન નહીં કરો તો ઇન્મક ટેક્સ ડિપાર્ટમેન્ટ (Income Tax Department) તમને પણ નોટિસ ફટકારી શકે છે. આ ઉપરાંત જો કોઈ શેર બજારમાં રોકાણકાર છે અને તે કેશનો ઉપયોગ કરીને ડિમાન્ડ ડ્રાફ્ટ વડે રોકાણ કરે છે તો બ્રોકરે પોતાની બેલેન્સ શીટમાં તેનો રિપોર્ટ કરવો પડશે. અહીં અમે તમને આવા જ પાંચ કેશ ટ્રાન્ઝેક્શન વિશે માહિતી આપી રહ્યા છીએ. (વાંચો સમગ્ર અહેવાલ...)
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર