50 લાખ સુધીના પગારદારો IT રિટર્ન માટે ભરો આ ફોર્મ

News18 Gujarati
Updated: July 15, 2019, 3:03 PM IST
50 લાખ સુધીના પગારદારો IT રિટર્ન માટે ભરો આ ફોર્મ
પ્રતીકાત્મક તસવીર

ઇનકમ ટેક્સ વિભાગનો સંદેશ, 50 લાખ સુધીનો પગાર છે તો રિટર્ન માટે ભરો આ ફોર્મ

  • Share this:
ઇનકમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવાની તારીખ નજીક આવી રહી છે. તેને જોતાં ઇનકમ ટેક્સ વિભાગ ટેક્સપેયર્સને સંદેશ મોકલી રહ્યું છે. ઇનકમ ટેક્સ વિભાગે કહ્યું છે કે જે લોકો એક મકાનના માલિક છે અને પગારથી વાર્ષિક આવક 50 લાખ રૂપિયા સુધીની છે તેમને આઈટીઆર માટે માત્ર એક પાનાનું ITR-1 સહજ ફોર્મ ભરવું પડશે. બીજી તરફ, ઇનકમ ટેક્સ વિભાગ મુજબ, 31 જુલાઈ 2019 બાદ આઈટીઆર ફાઇલ કરવા પર 5,000 રૂપિયાનો દંડ આપવો પડશે. નોંધનીય છે કે, અસેસમેન્ટ યર 2019-20 માટે ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 30 જુલાઈ 2019 છે.

અંતિમ તારીખ ચૂક્યા તો આપવો પડશે દંડ

ઇનકમ ટેક્સ વિભાગ અનુસાર, ટેક્સપેયર્સને 31 જુલાઈ 2019 સુધી પોતાનું ITR જમા કરાવવું જરૂરી છે. જો કોઈ ટેક્સપેયર્સ અંતિમ તારીખ સુધી આઈટીઆર દાખલ નહીં કરે તો તેમણે દંડ આપવો પડશે. ઇનકમ ટેક્સ વિભાગ મુજબ, 31 જુલાઈ 2019 બાદ 31 ડિસેમ્બર 2019 સુધી, ITR ફાઇલ કરે છે તો 5,000 રૂપિયા દંડ થશે. જો 1 જાન્યુઆરી 2020થી 30 માર્ચ 2020 સુધી આઈટીઆર ફાઇલ કરે છે તો 10 હજાર રૂપિયાનો દંડ થશે.આ પણ વાંચો, સરકારની ભેટ, ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે મળશે પૈસા
નોકરીયાત ફોર્મ-16 ચોક્કસ જમા કરાવે

જો તમે નોકરીયાત છો તો ITR ફાઇલ કરતી વખતે ફોર્મ-16 ચોક્કસ જમા કરાવો. ફોર્મ-16 કંપનીઓ તરફથી કર્મચારીઓને આપવામાં આવે છે. ફોર્મ-16માં કંપની તરફથી સમગ્ર વર્ષ દરમિયાન તમને આપવામાં આવતી રકમ અને કાપવામાં આવેલા ટેક્સની જાણકારી હોય છે.

આ પણ વાંચો, બેંકમાં ખોટો આધાર નંબર આપ્યો તો થઈ શકે છે 10 હજારનો દંડ

પાન કાર્ડ નહીં હોય ત્યારે પણ ભરી શકાશે ITR

જો આપની પાસે PAN કાર્ડ નહીં હોય તો તેના સ્થાને આધારનો નંબર ઉપયોગ કરી શકાશે. દેશમાં 22 કરોડ લોકોએ પાનના આધારે લિંક કરાવી છે જ્યારે દેશમાં 120 કરોડથી વધુ લોકોની પાસે આધાર કાર્ડ છે. નોંધનીય છે કે, બજેટ 2019માં ટેક્સની ચોરી રોકવા અને ટેક્સ બેઝ વધારવાના ઉદ્દેશ્યથી આ પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. બજેટની સાથે પ્રસ્તુત ફાયનાન્સ બિલ(2)-2019માં ઇનકમ ટેક્સ એક્ટની કલમ-139માં કેટલાક સંશોધનનો પ્રસ્તાવ છે.

આ પણ વાંચો, મહિલાઓ આટલા વાગ્યા પછી ઓફિસમાં નહીં કરી શકે કામ: મોદી સરકાર
First published: July 15, 2019, 12:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading