ITએ બનાવ્યું ખાસ સોફ્ટવેર, રિટર્ન નહીં ભરનારાઓની ખૂલી જશે પોલ

News18 Gujarati
Updated: November 1, 2018, 7:53 AM IST
ITએ બનાવ્યું ખાસ સોફ્ટવેર, રિટર્ન નહીં ભરનારાઓની ખૂલી જશે પોલ

  • Share this:
કેન્દ્ર સરકાર ટેક્સની ચોરી પકડવા ઈન્કમ ટેક્સ અને જીએસટી રિટર્નને ભેગું કરવાની તૈયારીમાં છે. સીએનબીસી આવાઝને એક્સક્લુઝિવ આ ખબર મળી હતી કે આ માટે એક ખાસ સૉફ્ટવેર તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેના દ્વારા જીએસટી રિટર્ન અને ઈન્કમટેકસ રિટર્નને ભેગા કરવામાં આવશે. જેમાં રિટર્ન નહીં મળવા પર સિસ્ટમ ખુદ એલર્ટ કરશે. સૉફ્ટવેર તૈયાર ન થાય ત્યાં સુધી કેટલાક મુદ્દાઓ પર નજર રાખવામાં આવશે. શરૂઆતમાં માત્ર મોટી બાબતો પર નજર રાખવામાં આવશે પણ આગળના દિવસોમાં ઈ-બિલનો સમાવેશ પણ આમાં કરવામાં આવશે.

ટેક્સ એક્સપર્ટ હિમાંશુ કુમારનું કહેવું છે કે ફૉર્મ 16માં પોતાના નિવેશની જાણકારી આપવાની હોય છે. જો તમારા ટીડીએસમાં મિસમેચ થાય તો ઈન્કમ ટેક્સ તમને નોટિસ પણ મોકલી શકે છે. અને જરૂરત પડવા પર ઈન્કમટેક્સ આપની પાસેથી દસ્તાવેજ પણ માંગી શકે છે.

જીએસટી હેઠળ બે રીતે ચોરી થઈ રહી છે. ઘણા લોકો નકલી બિલ દ્વારા ઇનપુટ ટેક્સ ક્રેડિટ લઈ રહ્યા છે. આ ઉપરાંત, ધંધો ઓછો કહેવામાં આવે છે એટલે કે ઉત્પાદનની ખરીદી અને વેચાણ વિના બિલ કરવામાં આવી રહ્યું છે.
First published: October 31, 2018, 5:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading