આવકવેરા વિભાગે એપ્રિલ-મેમાં કરદાતાઓને રૂ, 26,276 કરોડનું રિફંડ આપ્યું, જાણો આખી વિગત

આવકવેરા વિભાગે એપ્રિલ-મેમાં કરદાતાઓને રૂ, 26,276 કરોડનું રિફંડ આપ્યું, જાણો આખી વિગત

  • Share this:

નવી દિલ્લી:  ઈન્કમટેક્સ વિભાગે નાણાકીય વર્ષ 2021-22માં અત્યાર સુધીમાં 15.47 લાખ ટેક્સપેયર્સને રૂ.26,276 કરોડની રકમ રિફંડ કરી છે. આ આંકડા 1 એપ્રિલ 31 મે 2021ની વચ્ચે જાહેર કરેલ રિફંડના છે. ઈન્કમટેક્સ વિભાગે આ વાતની જાણકારી આપતા જણાવ્યું કે, વ્યક્તિગત ઈન્કમટેક્સમાં રૂ.15.02લાખથી વધુ ટેક્સપેયર્સને રૂ. 7,538 કરોડ અને કંપની ટેક્સમાં રૂ.44,531 ટેક્સપેયર્સને રૂ.18,738 કરોડના રિફંડ કર્યા છે.ઈન્કટેક્સ ડિપાર્ટમેન્ટે ટ્વિટ કરીને જણાવ્યું કે, “CBDT એ 1 એપ્રિલ 2021થી 31 મે 2021 વચ્ચે રૂ.15.47 લાખથી અધિક ટેક્સપેયર્સને રૂ.26,276થી વધુની રકમ પરત કરી છે.”

ગયા નાણાકીય વર્ષ 2020-21માં ઈન્કમટેક્સ વિભાગે રૂ.2.38 કરોડ ટેક્સપેયર્સને રૂ.2.62 લાખ કરોડના ટેક્સ રિફંડની જાહેરાત કરી હતી. નાણાકીય વર્ષ 2019-20માં જાહેર કરેલ રૂ.1.83 લાખ કરોડથી 43.2 ટકા વધુ રિફંડની આ વર્ષે જાહેરાત કરવામાં આવી છે.

રિફંડ સ્ટેટસની જાણકારી
· રિફંડ સ્ટેટસની જાણકારી મેળવવા માટે તમારે ટેક્સ ઈ-ફાઈલિંગ વેબસાઈટ ઓપન કરવાની રહેશે. તેના પર પોર્ટલ લોગ ઈન કરો. પોર્ટલ લોગિન કરવા માટે તમારે પેન નંબર, ઈ-ફાઈલિંગ પાસવર્ડ અને કેપ્ચા ભરવાનું રહેશે.
· પોર્ટલ પ્રોફાઈલ ઓપન થાય ત્યારે View returns/forms’ પર ક્લિક કરો.
· હવે ડ્રોપ ડાઉન મેનૂથી 'Income Tax Returns' પર ક્લિક કરીને સબમિટ કરો. હાઈપરલિંક એકનોલેજમેન્ટ નંબર પર ક્લિક કરો. ત્યાર બાદ એક નવી સ્ક્રીન ખુલશે.
· આ સ્ક્રીન પર તમને ફાઈલિંગની ટાઈમલાઈન, પ્રોસેસિંગ ટેક્સ રિટર્ન વિશે જાણકારી મળશે. જેમાં ફાઈલિંગની તારીખ, રિટર્ન વેરિફાઈડ કરવાની તારીખ, પ્રોસેસિંગ પૂર્ણ થવાની તારીખ, રિફંડ જાહેર કરવાની તારીખ અને પેમેન્ટ રિફંડ વિશે જાણકારી મળશે.
· જો તમારુ ટેક્સ રિફંડ ફેઈલ થાય છે તો સ્ક્રીન પર તમને રિફંડ ફેઈલ થવાનું કારણ જોવા મળશે. શા માટે તમારુ રિફંડ ફેઈલ થયું છે તે તમે જાણી શકશો.
Published by:kuldipsinh barot
First published:June 05, 2021, 18:14 IST