મકાનમાલિકોને ઇન્કમ ટેક્સ વિભાગે આપી રાહત, હવે આ ભાડા પર નહીં આપવો પડે ટેક્સ

મકાનમાલિકોને ઇન્કમ ટેક્સ વિભાગે આપી રાહત, હવે આ ભાડા પર નહીં આપવો પડે ટેક્સ
પ્રતીકાત્મક તસવીર

ઇન્કમ ટેક્સ એપીલેટ ટ્રિબ્યૂનલ (ITAT)ની મુંબઈ બેંચે ભાડાથી થતી આવક અંગે કહ્યુ છે કે જો કોઈ સંપત્તિના માલિકને ભાડુઆત ભાડું નથી આપતો તો સંપત્તિના માલિકે તેના પર ઇન્કમ ટેક્સ નહીં આપવો પડે.

  • Share this:
    નવી દિલ્હી: જો તમે પોતાનું ઘર ભાડા પર આપ્યું છે તો તેના થકી થતી આવક પર લાગતા ઇન્કમ ટેક્સ (Income Tax) વિશે જરૂર જાણી લો. ઇન્કમ ટેક્સ એપીલેટ ટ્રિબ્યૂનલ (ITAT)ની મુંબઈ બેંચે ભાડાથી થતી આવક અંગે કહ્યુ છે કે જો કોઈ સંપત્તિના માલિકને ભાડુઆત ભાડું નથી આપતો તો સંપત્તિના માલિકે તેના પર ઇન્કમ ટેક્સ નહીં આપવો પડે. ITATના આ નિર્ણયથી ઘણા લોકોને રાહત મળી છે. નોંધનીય છે કે કોરોનામાં અનેક મકાન માલિકોને ભાડું મળી રહ્યું ન હતું, છતાં તેમણે ટેક્સ ભરવો પડતો હતો.

    શેના પર ઇન્કમ ટેક્સ ચૂકવવો પડશે?



    તમને જણાવી દઈએ કે આદેશ પ્રમાણે ITATએ કહ્યું છે કે જો કોઈ ભાડુઆત 12 મહિનામાંથી ફક્ત આઠ મહિનાનું ભાડું ચૂકવે છે તો કરદાતાએ ફક્ત આઠ મહિનાનો જ ટેક્સ ભરવો પડશે.

    ટ્રિબ્યૂનલે શું કહ્યું?

    આ અંગે વાતચીત કરતા ITATએ કહ્યુ કે, ભાડા પર ત્યારે જ ટેક્સ લગાવવો જોઈએ જ્યારે કરદાતાને ભાડાની આવક થતી હોય અથવા તો ભાડું મળવાની કોઈ સંભાવના રહેલી હોય.

    આ પણ વાંચો: આયા સાવન ઝૂમ કે! ચોટીલા હાઇવે પર ટ્રક પાન પાર્લરમાં ઘૂસી ગયો

    આ શરતમાં ટેક્સ લગાવવો ખોટું

    આ ઉપરાંત જો ભાડુઆતને ભાડું મળવાની કોઈ આશા નથી તો આવા ભાડા પર ઇન્કમ ટેક્સ વિભાગ તરફથી ટેક્સ લગાવવો સંપૂર્ણ ખોટું ગણાશે. આવી ગણતરી ડિલિટ કરવામાં આવે.

    પહેલા આવું માનવામાં આવતું હતું

    પહેલાની સ્થિતિમાં એવું માનવામાં આવતું હતું કે મકાન માલિકને ભાડું મળવાનું જ છે. આથી નાણાકીય વર્ષ દરમિયાન ટેક્સ વસૂલ કરવામાં આવતો હતો. હવે એવું માનવામાં આવ્યું છે કે જો ભાડુઆત ભાડું ચૂકવી જ નથી શકતો તો મકાન માલિક પર ટેક્સનો બોઝ નાખવો યોગ્ય નથી. આથી જે ભાડું મળ્યું જ નથી તેને તમારી વાર્ષિક આવકમાં નહીં જોડવામાં આવે.

    આ પણ જુઓ-

    સમારકામ માટે ભાડુઆત પાસેથી વસૂલવામાં આવેલી રકમને આવક માનવામાં આવશે

    તાજેતરમાં દિલ્હી હાઈકોર્ટે એક નિર્ણય સંભળાવ્યો હતો. જે પ્રમાણે ભાડુઆત મકાન ખાલી કરે તે પછી તેની પાસેથી મકાનને થયેલા નુકસાન અંગે લેવામાં આવતી રકમને પણ ઇન્કમ ટેક્સના દાયરામાં લાવવામાં આવશે. તેને પણ પ્રૉપર્ટીથી થતી આવક જ ગણવામાં આવશે.
    Published by:Vinod Zankhaliya
    First published:November 30, 2020, 18:06 pm

    टॉप स्टोरीज