Income tax calculator: વર્ષ 2023માં ઘર ખરીદવાનું વિચાર તો જાણી લો, કેવી રીતે મળશે 80EEDનો લાભ
Income tax calculator: વર્ષ 2023માં ઘર ખરીદવાનું વિચાર તો જાણી લો, કેવી રીતે મળશે 80EEDનો લાભ
વર્ષ 2023માં હોય નવાં ઘરમાં રોકાણ કરવાંનો વિચાર, તો જાણી લો મહત્વની વાત
Income Tax Calculator: પ્રથમ વખત ઘર ખરીદનારાઓ (Home Buyers)ને જો ઘરની કિંમત રૂ.45 લાખથી ઓછી હોય તો હોમ લોન ઇએમઆઈ (Home Loan EMI)માં રૂ.1.50 લાખ સુધીની હોમ લોન વ્યાજ ચુકવણી પર આવકવેરા મુક્તિ માટે દાવો કરવાની મંજૂરી આપવામાં આવી હતી.
બજેટ 2021 (Budget 2021) કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે (Nirmala Sitharaman) કલમ 80 ઇઇડી (Section 80 EED) હેઠળ આવકવેરા લાભ (Income Tax Benefits)ને 31 માર્ચ 2022 સુધી લંબાવ્યો હતો. જેમાં પ્રથમ વખત ઘર ખરીદનારાઓ (Home Buyers)ને જો ઘરની કિંમત રૂ.45 લાખથી ઓછી હોય તો હોમ લોન ઇએમઆઈ (Home Loan EMI)માં રૂ.1.50 લાખ સુધીની હોમ લોન વ્યાજ ચુકવણી પર આવકવેરા મુક્તિ માટે દાવો કરવાની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ, બજેટ 2022 માં આ લાભ વધારવામાં આવ્યો નથી, જેનો અર્થ એ છે કે નવા પ્રથમ વખત ઘર ખરીદનારાઓએ આગામી નાણાકીય વર્ષથી વધુ આવક વેરો ભરવો પડશે.
જો કે, જો કોઈ કરદાતા નાણાકીય વર્ષમાં ઘર ખરીદવાનું વિચારી રહ્યો હોય તો પણ તે આગામી નાણાકીય વર્ષમાં પોતાનું આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે આ આવકવેરાનો લાભ મેળવી શકે છે. તેના માટે ઘર ખરીદનારે તે ચાલુ નાણાકીય વર્ષમાં તેની લોન મંજૂર કરાવવાની રહેશે અને આગામી નાણાકીય વર્ષમાં ઘર ખરીદવાનું રહેશે.
કઇ રીતે લઇ શકો છો લાભ?- આવકવેરા કાયદાની કલમ 80ઈઈડી હેઠળ ઘર ખરીદનાર હજુ પણ આવકવેરાનો લાભ કેવી રીતે લઈ શકે છે તે અંગે વાત કરતાં મુંબઈ સ્થિત ટેક્સ અને ઈન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ બળવંત જૈને જણાવ્યું કે, “આગામી નાણાકીય વર્ષથી ITR ફાઇલ કરતી વખતે કરદાતા આવકવેરા કાયદાની કલમ 80EED હેઠળ આવકવેરા લાભનો દાવો કરી શકશે નહીં. કારણ કે આ લાભ 31મી માર્ચ 2022ના રોજ સમાપ્ત થાય છે. પરંતુ જો કરદાતા આગામી નાણાકીય વર્ષમાં તેનું ડ્રીમ હોમ ખરીદવા વિચારી રહ્યા હોય તો તેની પાસે હજુ પણ એક નાણાકીય વર્ષમાં રૂ.1.50 લાખની હોમ લોનના વ્યાજની ચુકવણી પર આવકવેરા મુક્તિનો આ લાભ મેળવવાની તક છે.”
આ માટે કઇ રીતે દાવો કરી શકાય તેના જવાબમાં બળવંત જૈને જણાવ્યું કે, આ લાભ હજુ પણ 31મી માર્ચ 2022 સુધી ઉપલબ્ધ છે. તેથી, જો કોઈ કરદાતા આગામી નાણાકીય વર્ષમાં પોતાનું ઘર ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય, તો તેણે અત્યારે જ હોમ લોન માટે અરજી કરવાની અને આ નાણાકીય વર્ષના અંત પહેલા એટલે કે 31મી માર્ચ 2022 પહેલાં મંજૂરી પત્ર મેળવવાની જરૂર રહે છે.
લાભ મેળવવા માટેની આપેલી અવધિમાં હોમ લોન મંજૂરી પત્ર મેળવી લેવામાં આવે અને જો તેઓ થોડા સમય પછી તેમનું ઘર ખરીદે તો પણ માન્ય હોમ લોનની આપેલ અવધિમાં આવકવેરા લાભનો દાવો કરી શકશે. બળવંત જૈને વધુમાં જણાવ્યું હતું કે, આ પ્લાન માત્ર પ્રથમ વખત ઘર ખરીદનારાઓ માટે જ કામ કરશે અને ઘરની મિલકતની કિંમત ₹45 લાખથી ઓછી હોવી જોઈએ.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર