Home /News /business /EV tax benefits: ઈ-વાહનો પર Subsidy સાથે કર રાહત પણ મળે છે, 2022માં આવી રીતે ઉઠાવો ફાયદો
EV tax benefits: ઈ-વાહનો પર Subsidy સાથે કર રાહત પણ મળે છે, 2022માં આવી રીતે ઉઠાવો ફાયદો
ઇલેક્ટ્રિક વાહનો
Electric vehicle tax benefits: ભારતમાં ઇલેક્ટ્રિક વાહનના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે સરકારે એક નવું સેગમેન્ટ બનાવ્યું હતું. જે EV ખરીદનારને કર રાહત પૂરી પાડે છે.
મુંબઈ: ઇલેક્ટ્રિક વાહનો માત્ર પર્યાવરણ માટે જ ઉપયોગી (Environment friendly electric vehicle) નથી, આ વાહનો પરંપરાગત ઇંધણ આધારિત કાર કરતાં વધુ કિફાયતી છે. ઇંધણના ભાવમાં સતત વધારાના કારણે વાહન ખરીદદારો ઓછા ખર્ચે દોડતા વાહનો શોધવા લાગ્યા છે. જેના કારણે ઇલેક્ટ્રિક વાહનોના વેચાણ (Selling of electric vehicle)માં વધારો થયો છે. અહીં એ વાત નોંધવી જરૂરી છે કે, ઇલેક્ટ્રિક વાહનો લોકોને અમુક કર રાહતો પણ આપે છે. આ કર રાહતોથી મોટાભાગના લોકો અજાણ છે.
ઇવી માટે લોન પર કર કપાત
ભારતમાં ઇલેક્ટ્રિક વાહનના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે સરકારે એક નવું સેગમેન્ટ બનાવ્યું હતું. જે EV ખરીદનારને કર રાહત પૂરી પાડે છે. ભારતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ મોડેલ્સની કોઈ કમી નથી અને વધતા વેચાણને કારણે વિવિધ ઉત્પાદકો આગામી વર્ષમાં નવા મોડેલ લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યા છે.
દેશમાં આવકવેરાના નિયમો અનુસાર કારને વ્યક્તિગત ઉપયોગ માટે લક્ઝરી પ્રોડક્ટ્સ માનવામાં આવે છે. જેથી પગારદારોને કાર લોન પર કોઈ કર લાભ મળતો નથી. જોકે, EVના ગ્રાહકો 80EEB કલમ હેઠળ તેમની લોન પર કર લાભ મેળવી શકે છે. સરકારની યોજના મુજબ કલમ 80EEB અનુસાર ઇવીની ખરીદી માટે લોન ચૂકવતી વખતે 1,50,000 રૂપિયા સુધીના ટેક્સ પર સંપૂર્ણ છૂટ મળે છે. આ કર કપાત ટુ-વ્હીલર અને ફોર વ્હીલર બંને માટે લાગુ પડે છે.
>> કોઈપણ વ્યક્તિ માત્ર એક વાર જ આ છૂટનો લાભ લઈ શકે છે. આનો અર્થ એ છે કે જે વ્યક્તિએ અગાઉ ક્યારેય EV ખરીદ્યું નથી તે જ કલમ 80EEB હેઠળ લોન પર કર લાભ મેળવી શકે છે.
>> આ ડિસ્કાઉન્ટ ફક્ત તે લોકો માટે છે, જેઓ લોન પર EV ખરીદી રહ્યા છે. EV માટેની લોન બેંક અથવા NBFC તરફથી હોવી જોઈએ.
>> ડિસ્કાઉન્ટ કોમર્શિયલ માટે નથી. માત્ર ઇન્ડીવિઝ્યુલ જ કર લાભ મેળવી શકે છે.
>> 1લી એપ્રિલ 2019થી 31મી માર્ચ 2023ના સમયગાળા દરમિયાન લેવામાં આવેલા તમામ EV લોન માટે આ કલમ હેઠળ કર લાભ મેળવી શકાય છે.
>> નાણાકીય વર્ષ 2020-2021થી કલમ 80EEB હેઠળ કર રાહતો ઉપલબ્ધ છે.
અહીં ઉલ્લેખનીય છે કે, જે લોકો લોન પર EV ખરીદે છે, તેઓ લોનના વ્યાજની ચૂકવણી પર કલમ 80EEB હેઠળ રૂ. 1.5 લાખની છૂટ મેળવી શકે છે. આ સિવાય રાજ્ય સરકારો પણ EVની ખરીદી પર સબસિડીનો લાભ આપી રહી છે. મહારાષ્ટ્રમાં EV પર 2.5 લાખ અને દિલ્હી, ગુજરાત, આસામ, બિહાર અને બંગાળમાં 1.5 લાખ રૂપિયા સબસીડી આપવામાં આવી રહી છે. બીજી તરફ ઓડિશામાં 1 લાખ અને મેઘાલયમાં 60 હજારની સબસીડી મળે છે. ઉપરાંત EVનો ખરીદીમાં GST રાહત પણ આપવામાં આવે છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર