I-T ડિપાર્ટમેન્ટનું એલર્ટ, આ મેસેજથી દૂર રહો નહીં તો ખાલી થઈ જશે બેંક એકાઉન્ટ

ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ટેક્સપેયર્સને ફેક ટેક્સ રિફન્ડ મેસેજથી છેતરાઈ ન જવાની સલાહ આપી

News18 Gujarati
Updated: April 3, 2019, 9:51 AM IST
I-T ડિપાર્ટમેન્ટનું એલર્ટ, આ મેસેજથી દૂર રહો નહીં તો ખાલી થઈ જશે બેંક એકાઉન્ટ
ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ટેક્સપેયર્સને ફેક ટેક્સ રિફન્ડ મેસેજથી છેતરાઈ ન જવાની સલાહ આપી
News18 Gujarati
Updated: April 3, 2019, 9:51 AM IST
ઇન્કમ ટેક્સ (Income Tax) ડિપાર્ટમેન્ટે તમામ ટેક્સપેયર્સને સાવધાન કર્યા છે. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે કહ્યું કે ફેક ટેક્સ રિફન્‍ડ મેસેજથી છેતરાઈ ન જતાં અને કોઈ પણ સંજોગોમાં પોતાના બેંક એકાઉન્ટ (Bank Account), પિન (PIN), ઓટીપી (OTP), પાસવર્ડ અને અન્ય નાણાકીય એકાઉન્ટ સંબંધિત જાણકારી કોઈ અજાણ્યા સોર્સની સાથે શેર ન કરતાં. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ આ વિશે એસએમએસ અને ઈમેલ દ્વારા તમામ રજિસ્ટર્ડ ટેક્સપેયર્સને જાગૃત પણ કરી રહ્યું છે.

IT ડિપાર્ટમેન્ટ નથી માંગતું આ માહિતી


ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ મુજબ વિભાય દ્વારા ક્યારેય ફોન, એસએમએસ કે ઈ-મેલ દ્વારા ટેક્સપેયર્સ પાસે ડેબિટ કે ક્રેડિટ કાર્ડના પિન, ઓટીપી, પાસવર્ડ કે આવી જ કોઈ જાણકારી નથી માંગવામાં આવતી.

કેવી રીતે કરાય ફિશિંગ ઈ-મેલની ઓળખ

ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે ફિશિંગ ઈ-મેલની ઓળખ સાવધાનીથી કરો. તેના માટે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે કેટલીક વાતો જણાવી છે-
- જે આઈડીથી મેલ આવ્યો છે, તેને ધ્યાનથી જુઓ, તેમાં ખોટો સ્પેલિંગ હશે અથવા તો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ જેવું દેખાતું બીજું નામ હશે.

આ પણ વાંચો, ખાનગી નોકરીયાત વર્ગનું પેન્શન અનેક ગણું વધશે, SCનો મહત્વપૂર્ણ ચુકાદો

ફિશિંગ મેલ મળ્યા બાદ શું કરવું?

- એવા કોઈ મેલની સાથેના અટેચમેન્ટને ન ખોલો
- મેલમાં આપવામાં આવેલી કોઈ લિંકને ક્લિક ન કરો
- જો તમે ભૂલથી કોઈ લિંકને ક્લિક કરો છો તો તેમાં ક્યાંય પણ પોતાનો બેંક એકાઉન્ટ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ વગેરેની અંગત જાણકારી એન્ટર ન કરો.
First published: April 3, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...