Home /News /business /Income Tax Notice: આ પાંચ કેશ ટ્રાન્ઝેક્શન પર આવી શકે છે ઇન્કમ ટેક્સની નોટિસ, જાણો નિયમ
Income Tax Notice: આ પાંચ કેશ ટ્રાન્ઝેક્શન પર આવી શકે છે ઇન્કમ ટેક્સની નોટિસ, જાણો નિયમ
ઇન્કમ ટેક્સ નોટિસ (ફાઇલ તસવીર)
Income Tax Notice: આજકાલ મોટા કેશ ટ્રાન્ઝેક્શન પર ઇન્મક ટેક્સ ડિપાર્ટમેન્ટની ચાંપતી નજર રહે છે. જો તમે પણ આ પ્રકારના કેશ ટ્રાન્ઝેક્શન કરો છો તો તમને પણ આવી શકે છે નોટિસ.
મુંબઇ. Income Tax Notice: આવક વેરા વિભાગ (Income tax department) આજકાલ કેશ ટ્રાન્ઝેક્શનને લઈને ખૂબ જ સતર્ક થઈ ગયું છે. ગત દિવસોમાં આવક વેરા વિભાગે બેંકો, મ્યુચ્યુઅલ ફંડ હાઉસ (Mutual Funds), બ્રોકર પ્લેટફોર્મ જેવા પ્લેટફોર્મમાં સામાન્ય લોકો માટે કેશ ટ્રાન્ઝેક્શન (Cash Transaction)ના નિયમ વધારે કડક બનાવ્યા છે. આ તમામ ટ્રાન્ઝેક્શન માટે એક મર્યાદા નક્કી કરી છે. જો તમે આ નિયમોનું પાલન નહીં કરો તો ઇન્મક ટેક્સ ડિપાર્ટમેન્ટ (Income Tax Department) તમને પણ નોટિસ ફટકારી શકે છે. આ ઉપરાંત જો કોઈ શેર બજારમાં રોકાણકાર છે અને તે કેશનો ઉપયોગ કરીને ડિમાન્ડ ડ્રાફ્ટ વડે રોકાણ કરે છે તો બ્રોકરે પોતાની બેલેન્સ શીટમાં તેનો રિપોર્ટ કરવો પડશે. અહીં અમે તમને આવા જ પાંચ કેશ ટ્રાન્ઝેક્શન વિશે માહિતી આપી રહ્યા છીએ.
બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ
બેંક FDમાં રોકડ થાપણો રૂ. 10 લાખથી વધુ ન હોવી જોઈએ. બેંક દ્વારા FD ખાતામાં રોકડ જમા કરાવનાર બેંક ખાતેદારને સલાહ આપવામાં આવે છે કે તે રૂ. 10 લાખની લિમિટને ક્રોસ ન કરે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT) એ જાહેરાત કરી હતી કે, જો કોઈ ખાતેદારની એફડી નિયત મર્યાદા કરતા વધુ હોય તો બેન્કે તે અંગે માહિતી આપવી જોઈએ. આવી એક અથવા એકથી વધુ ખાતાઓ વિશે બેન્કે આવકવેરા વિભાગને માહિતી આપવી જોઈએ.
સેવિંગ બેન્ક અકાઉન્ટમાં ડિપોઝિટ કરવી
વધુમાં અમિત ગુપ્તા જણાવે છે કે, "બેંક ખાતામાં રોકડ જમા કરવાની નિશ્ચિત મર્યાદા રૂ. 10 લાખ છે. જો કોઈ બચત ખાતાધારક એક નાણાકીય વર્ષ દરમિયાન રૂ. 10 લાખથી વધુ ડિપોઝિટ કરે છે, તો આવકવેરા વિભાગ તેને આવકવેરા નોટિસ આપી શકે છે. નાણાકીય વર્ષમાં રૂ. 10 લાખની મર્યાદા કરતા વધુ રકમ બેંક ખાતામાં જમા કરવામાં આવે અથવા ઉપાડવામાં આવે તો તેની વિગતો ઈનકમટેક્સ ડિપાર્ટમેન્ટને આપવી જરૂરી છે. કરંટ અકાઉન્ટમાં આ લિમિટ રૂ. 50 લાખની છે."
ક્રેડિટ કાર્ડ બિલોની ચૂકવણી
CBDT મુજબ, ક્રેડિટ કાર્ડ બિલની ચૂકવણી માટે રૂ. 1 લાખ કે તેથી વધુની રોકડ ચૂકવવામાં આવે તો તેની જાણ આવકવેરા વિભાગને કરવી જરૂરી છે. આ સાથે જ જો ક્રેડિટ કાર્ડ બિલની ચૂકવણી માટે નાણાકીય વર્ષમાં રૂ. 10 લાખ કે તેથી વધુની ચૂકવણી કરવામાં આવે તો આ અંગેની જાણ આવકવેરા વિભાગને કરવી જરૂરી છે. જોકે, ક્રેડિટ કાર્ડના વ્યવહારો પર પણ આવકવેરો લાગૂ થાય છે. તમારે એ બાબતની ખાતરી કરવાની જરૂર છે કે તમે તમારા ક્રેડિટ કાર્ડ લિમિટ ક્રોસ ન કરી હોય. ટેક્સ વિભાગ તમારા ક્રેડિટ કાર્ડના વ્યવહારો પર પણ ચાંપતી નજર રાખે છે. કારણ કે તમારા ક્રેડિટ કાર્ડની વિગતો તમારા PAN કાર્ડ સાથે લિંક છે, અને આ રીતે સરકાર દ્વારા તમારા ક્રેડિટ કાર્ડના વ્યવહારોને સરળતાથી ઓનલાઈન મોનિટર કરી શકાય છે.
ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરતી વખતે તમારા તમામ રોકડ વ્યવહારો વિશે કરવેરા વિભાગને જાણ કરવી જરૂરી છે. જો તમે કોઈપણ વધુ રકમના વ્યવહારો પર ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યાં હોવ, તો આવકવેરાની નોટિસ મેળવવાથી બચવા માટે તમારું ITR ફાઇલ કરતી વખતે તેને ફોર્મ 26AS પર આ બાબતોની માહિતી આપવાનું ચૂકશો નહી.
સ્થાવર મિલ્કતની ખરીદી અથવા વેચાણ
પ્રોપર્ટી રજીસ્ટ્રરે રૂ. 30 લાખ કે તેથી વધુની રકમ માટે સ્થાવર મિલકતના કોઈપણ રોકાણ અથવા વેચાણને ટેક્સ અધિકારીઓ સમક્ષ જાહેર કરવું જરૂરી છે. મિલકતની ખરીદી અને વેચાણના વ્યવહારની જાણ તમારા ફોર્મ નંબર 26AS માં થવી જરૂરી છે. જો તમે રૂ. 30 લાખથી વધુની મિલકત ખરીદો છો અથવા વેચી રહ્યાં છો, તો પણ તમે આવકવેરા વિભાગના રડાર પર છો. આવકવેરા વિભાગ તપાસ કરી શકે છે કે, ખરીદનારએ તેના ટેક્સ રિટર્નમાં આવકની જાણ કરી છે કે કેમ? જો ન કરી હોય તો તમને આ માટે નોટિસ પણ પાઠવવામાં આવી શકે છે.
શેર, મ્યુચ્યુઅલ ફંડ, ડિબેન્ચર અને બોન્ડ સંબંધિત રોકડ વ્યવહારો
મ્યુચ્યુઅલ ફંડ્સ, સ્ટોક્સ, બોન્ડ્સ અથવા ડિબેન્ચરમાં રોકાણ કરતાં લોકોએ ખાતરી કરવી જોઈએ કે આ રોકાણોમાં તેમનો રોકડ વ્યવહાર રૂ. 10 લાખથી વધુ ન હોય. IT વિભાગે કરદાતાઓના ઉચ્ચ રકમના વ્યવહારોને ટ્રેસ કરવા માટે નાણાકીય વ્યવહારોનું એન્યુઅલ ઈન્ફોર્મેશન રિટર્ન (Annual Information Return - AIR) સ્ટેટમેન્ટ બનાવ્યું છે. આની મદદથી કર અધિકારીઓ ચોક્કસ નાણાકીય વર્ષના આ આધારે અસામાન્ય ઉચ્ચ રકમના વ્યવહારોની વિગતો એકઠી કરશે. જો કોઈપણ ખર્ચ અથવા વ્યવહારને ઉચ્ચ રકમના વ્યવહાર તરીકે લિસ્ટેડ કરવામાં આવ્યો હોય, તો તમારા ફોર્મ 26ASના AIR વિભાગની ચકાસણી કરો. ફોર્મ 26AS નો ભાગ-E ઉચ્ચ મૂલ્યના નાણાકીય વ્યવહારો વિશેની વિગતોને કમ્બાઈન કરે છે."
ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ટ્રાવેલર્સ ચેક, ડ્રાફ્ટ અથવા અન્ય સાધનોના વીમા દ્વારા આવા ચલણમાં કોઈપણ ક્રેડિટ સાથે વિદેશી ચલણના વેચાણ માટે કોઈપણ વ્યક્તિ દ્વારા નાણાકીય વર્ષમાં તેના વ્યવહારો રૂ. 10 લાખ તેથી વધુ હોય તો તે અંગે આવકવેરા વિભાગને જાણ કરવી જોઈએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર