Home /News /business /તમારા પોર્ટફોલિયોમાં સામેલ કરો આ ત્રણ વિકલ્પો, અસ્થિર બજારમાં પણ મળશે બમ્પર વળતર

તમારા પોર્ટફોલિયોમાં સામેલ કરો આ ત્રણ વિકલ્પો, અસ્થિર બજારમાં પણ મળશે બમ્પર વળતર

વર્તમાન અનિશ્ચિતતાને જોતા સોનું અને ચાંદીમાં રોકાણ કરવું યોગ્ય નિર્ણય છે.

Investment Tips: વધતી મોંઘવારીનો સામનો કરવા માટે દુનિયાભરની કેન્દ્રીય બેંકો વ્યાજ દરમાં વધારો કરી રહી છે. ભારતની સેન્ટ્રલ બેંક, સરકાર અને કોર્પોરેટ્સે મળીને હજુ સુધી સ્થિતિને સારી રીતે જાળવી રાખી છે, પરંતુ ગ્લોબલ માર્કેટમાં જોખમ હજુ યથાવત્ છે. એવામાં એક રોકાણકારે તમારો પોર્ટફોલિયો કઈ રીતે બનાવવો જોઈએ, જેથી તે બજારના જોખમથી દૂર રહીને મોટો નફો કમાય શકે.

વધુ જુઓ ...
  નવી દિલ્હીઃ એક રોકાણકાર તરીકે તમે જુઓ તો ગત એક વર્ષમાં ભારતીય અને વૈશ્વિક ઈક્વિટી માર્કેટ અસ્થિર રહ્યુ છે. વધતી મોંઘવારીનો સામનો કરવા માટે દુનિયાભરની કેન્દ્રીય બેંકો વ્યાજ દરમાં વધારો કરી રહી છે. ભારતની સેન્ટ્રલ બેંક, સરકાર અને કોર્પોરેટ્સે મળીને હજુ સુધી સ્થિતિને સારી રીતે જાળવી રાખી છે, પરંતુ ગ્લોબલ માર્કેટમાં જોખમ હજુ યથાવત્ છે. એવામાં એક રોકાણકારે તમારો પોર્ટફોલિયો કઈ રીતે બનાવવો જોઈએ, જેથી તે બજારના જોખમથી દૂર રહીને મોટો નફો કમાય શકે.

  આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડના એમડી અને સીઈઓ નિમેશ શાહનું કહેવુ છે કે, આજે દુનિયા પહેલા કરતા ઘણી વધારે એકબીજા સાથે જોડાયેલી છે અને આ રીતે જો દુનિયામાં કોઈ સમસ્યા આવે છે, તો ભારતમાં ઈક્વિટી રોકાણકારો માટે સફર સરળ ન થાય. આપણે તે જોવું પડશે કે, ભૌગોલિક રાજકીય વિકાસ કેવી રીતે સામે આવે છે અને આગળ વધે છે. એક વ્યક્તિગત રોકાણકારના રૂપમાં તમે તમારો પોર્ટફોલિયો મુખ્ય રૂપથી ત્રણ વિકલ્પોની આસપાસ તૈયાર કરવો જોઈએ.

  આ પણ વાંચોઃઆ સ્મોલ કંપનીના શેરે રોકાણકારોને કર્યા માલામાલ, માત્ર ત્રણ વર્ષમાં 1 લાખને બનાવી દીધા 47 લાખ

  ડેટ મ્યુચ્યુઅલ ફંડ એક આકર્ષક વિકલ્પ


  ડેટ મ્યુચ્યુઅલ ફંડ ગત 18-20 મહિનામાં ફરીથી આકર્ષક દેખામાં લાગ્યો છે. અંદાજ છે કે, આવનારી બેઠકોમાં રેપોરેટમાં વધારો થશે, કારણ કે ઉપભોક્તા ચીજવસ્તુઓના ભાવ ઊંચા છે. એટલા માટે ભવિષ્યમાં ઉચ્ચ ઉપાજિત યોજના અને ગતિશીલ અવધિ યોજના પર દાવ લગાવવો નફાનો સોદો હશે. અમારુ માનવું છે કે, ફ્લોટિંગ રેટ બોન્ડસ એટલે કે એફઆરબી આગળ સારું પ્રદર્શન કરી શકે છે. રોકાણકારોએ તે વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, ડેટ મ્યુચ્યુઅલ ફંડની પોર્ટફોલિયોમાં બહુ જ મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે અને તેને અવગણી ન શકાય.

  આ પણ વાંચોઃઅમેરિકામાં આ વર્ષમાં છઠ્ઠીવાર વ્યાજ દર વધ્યા, આજે RBIની બેઠક; તો શું ભારતમાં પણ વધશે?

  SIP દ્વારા લગાવો રૂપિયા


  શાહે કહ્યુ કે, અમે આશા રાખીએ છીએ કે, જ્યાં સુધી યૂએસ ફેડ નાણાકીય સ્થિતિનો સામનો કરવા માટે બધા જ ઉપલબ્ધ પગલાનો આશરો લેશે, ત્યાર સુધી માર્કેટ અસ્થિર બન્યું રહેશે. જેથી રોકાણકારોએ હવે સતર્ક રહેવું જોઈએ. આવનારા વર્ષોમાં, રોકાણકારોને આદર્શ રૂપથી ત્રણથી પાંચ વર્ષના ,સમયની સાથે એસઆઈપી દ્વારા રૂપિયા લગાવવા જોઈએ. ઈક્વિટી રોકાણમાં દ્રષ્ટિકોણથી મરજી પ્રમાણે રૂપિયા લગાવવા અયોગ્ય હશે. રોકાણકારોએ બૂસ્ટર એસઆઈપી, બૂસ્ટર એસટીપી, ફ્રીડમ એસઆઈપી કે ફ્રીડમ એસડીપી જેવા ફીચર્સ પર ધ્યાન આપવું જોઈએ.


  ગોલ્ડ અને સિલ્વર ઈટીએફ જબરદસ્ત વિકલ્પ


  કોઈ રોકાણકારનો પોર્ટફોલિયો જેટલો ડાયવર્સિફાઈ રહેશે, તેમાં જોખમની શક્યતા તેટલી જ ઓછી રહેશે. વર્તમાન અનિશ્ચિતતાને જોતા સોનું અને ચાંદીમાં રોકાણ કરવું યોગ્ય નિર્ણય છે. આ વિકલ્પ મોઘવારી અને કરન્સી ડેપ્રિસિએશન બંનેના બચાવ કરે છે. રોકાણકારો આમાં ઈટીએફ દ્વાપા રોકાણ કરવા પર વિચાર કરી શકે છે. જેમની પાસે ડીમેટ ખાતું નથી, તેમના માટે સોનું કે સિલ્વર ફંડ ઓફ ફંડ એક સારો વિકલ્પ બની શકે છે.
  Published by:Sahil Vaniya
  First published:

  Tags: Business news, Earn money, Investment tips

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन