Home /News /business /IPO News: આ IPOના રોકાણકારોને તો જલસા જ જલસા! 435 વખત થયો સબસ્ક્રાઈબ; 75% ના ફાયદા સાથે થઈ શકે લિસ્ટ
IPO News: આ IPOના રોકાણકારોને તો જલસા જ જલસા! 435 વખત થયો સબસ્ક્રાઈબ; 75% ના ફાયદા સાથે થઈ શકે લિસ્ટ
435 વખત થયો સબસ્ક્રાઈબ થયો આ IPO
IPO News: બજાર સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે, બહેતી ઈન્ડસ્ટ્રીઝના શેરોનું ગ્રે માર્કેટ પ્રીમિયમ એક સપ્તાહમાં 8 રૂપિયાથી વધીને 34 રૂપિયા પર પહોંચી ગયુ છે. માર્કેટ એક્સપર્ટસ મુજબ, કંપનીના શેરોની માર્કેટમાં ઉંચા પ્રીમિયમ પર લિસ્ટિંગ થઈ શકે છે.
નવી દિલ્હીઃ બહેતી રિસાયક્લિંગ ઈન્ડસ્ટ્રીઝના આઈપીઓને રોકાણકારો તરફથી જબરદસ્ત પ્રતિભાવ મળી રહ્યો છે. બહેતી રિસાયક્લિંગ ઈન્ડસ્ટ્રીઝના શેર એનએસઈ એસએમઈ એક્સચેન્જમાં લિસ્ટ થવાના છે. 12.42 કરોડ રૂપિયાના આ પબ્લિક ઈશ્યૂમાં રોકાણકારોનો ક્વોટા 435.65 ટકા સબસ્ક્રાઈબ થઈ ચૂક્યો છે. જ્યારે, બહેતી રિયાસક્લિંગનો આઈપીઓ કુલ 347.53 ટકા સબસ્ક્રાઈબ થયો છે. રિટેલ રોકાણકારો તરફથી તગડો પ્રતિભાવ મળ્યા પછી કંપનીના શેર ગ્રે માર્કેટમાં પણ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે.
34 રૂપિયાના પ્રીમિયમ પર પહોંચ્યા કંપનીના શેર
બહેતી રિસાયક્લિંગ ઈન્ડસ્ટ્રીઝનાં શેરોનું ગ્રે માર્કેટ પ્રીમિયમ બુધવારે 32 રૂપિયા હતું. બજાર સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે, રોકાણકારોની તરફથી તેને મજબૂત પ્રતિભાવ મળ્યા પછી ગ્રે માર્કેટમાં આઈપીઓ પર બુલિશ થઈ ગયું છે. તેમનું કહેવું છે કે, દલાલ સ્ટ્રીટ સેન્ટિમેન્ટ્સ પણ બુલિશ છે. કારણ કે, માર્કેટને આશા છે કે, એનએસઈ નિફ્ટી વહેલી તકે 19,000 ના સ્તરે પણ સ્પર્શ કરી શકે છે.
આ સપ્તાહમાં 8 રૂપિયાથી 34 રૂપિયા પર પહોંચ્યુ ગ્રે માર્કેટ પ્રીમિયમ
બજાર સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે, બહેતી ઈન્ડસ્ટ્રીઝના શેરોનું ગ્રે માર્કેટ પ્રીમિયમ એક સપ્તાહમાં 8 રૂપિયાથી વધીને 34 રૂપિયા પર પહોંચી ગયુ છે. માર્કેટ એક્સપર્ટસ મુજબ, કંપનીના શેરોની માર્કેટમાં ઉંચા પ્રીમિયમ પર લિસ્ટિંગ થઈ શકે છે. કંપનીના શેરનું પ્રાઈસ બેન્ડ 45 રૂપિયા છે. જો કંપનીના શેરોનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 34 રૂપિયા રહે છે, તો બહેતી રિસાયક્લિંગ ઈન્ડસ્ટ્રીઝના શેર લગભગ 79 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે. એટલે કે, કંપનીના શેર લગભગ 75 ટકાના પ્રીમિયમ પર લિસ્ટ થઈ શકે છે. એનએસઈ એસએમઈ એક્સચેન્જ પર 8 ડિસેમ્બર 2022ના રોજ કંપનીના શેરોનું લિસ્ટિંગ થઈ શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર