આ સરકારી યોજનામાં મહિલાઓને મળે છે દર મહિને રૂ. 4000નો લાભ, જાણો યોજનાની તમામ વિગત

પ્રતિકાત્મક તસવીર

આ યોજના ગરીબ વર્ગની મહિલાઓ માટે ખૂબ જ લાભદાયી સાબિત થઈ રહી છે. આ યોજના હેઠળ મહિલાઓ બેન્ક એજન્ટ બનીને દર મહિને રૂ. 4000ની કમાણી કરી શકે છે.

  • Share this:
    ઉત્તરપ્રદેશ સરકારે (UttarPradesh Government) બેન્કિંગ કોરસપોન્ડન્ટ સખી યોજનાની (Banking Correspondent Sakhi Yojana) શરૂઆત કરી છે. આ યોજનાની મદદથી ઉત્તરપ્રદેશની મહિલાઓ (women) માસિક રૂ. 4000 કમાઈ શકે છે. મહિલાઓને રોજગાર આપવાના હેતુથી ઉત્તરપ્રદેશ સરકાર બેન્કિંગ કોરસપોન્ડન્ટ સખી યોજના ચલાવી રહી છે.

    આ યોજના ગરીબ વર્ગની મહિલાઓ માટે ખૂબ જ લાભદાયી સાબિત થઈ રહી છે. આ યોજના હેઠળ મહિલાઓ બેન્ક એજન્ટ બનીને દર મહિને રૂ. 4000ની કમાણી કરી શકે છે. ઉત્તરપ્રદેશ સરકાર આ યોજના હેઠળ મહિલાઓને કમિશન સહિતની અનેક સુવિધાઓનો પણ લાભ આપે છે.

    હજારો મહિલાઓને થઈ રહ્યો છે ફાયદો
    ઉત્તરપ્રદેશ સરકારે આ યોજનાની શરૂઆત વર્ષ 2020માં કરી હતી. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 22 મે 2020ના રોજ આ યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ ગામડાની મહિલાઓ બેન્ક સાથે જોડાઈને ઘરે ઘરે જઈને પૈસાની લેવડદેવડ કરાવશે. પૈસાની લવડ દેવડ સંપૂર્ણપણે ડિજિટલ રહેશે. આ યોજના સાથે હજારો મહિલાઓ જોડાઈ છે અને આ યોજનાનો લાભ મેળવી રહી છે.

    આ પણ વાંચોઃ-રાજકોટઃ માથાભારે ધનરાજ બેડલાનો છરી સાથે લુખ્ખાગીરીનો live Video, પોતાની દરેક કારમાં લગાવે છે પોલીસની પ્લેટ

    આ પણ વાંચોઃ-નવસારીઃ ભયંકર અકસ્માતનો live video, નેશનલ હાઇવે નં.48 પર ટેન્કર સાથે ધડાકાભેર અથડાયો ટેમ્પો, મહિલાનું મોત

    આ યોજનાનો લાભ કોને મળી શકે?
    ઉત્તરપ્રદેશમાં રહેતી મહિલાઓ આ યોજનાનો લાભ લઈ શકે છે. મહિલાઓએ 10 પાસ કરેલ હોવું જોઈએ અને તેમને ઓનલાઈન ટ્રાન્જેક્શનની જાણકારી હોવી જરૂરી છે. જે લોકોને બેન્કિંગ સેવાઓમાં રસ હોય તે આ કામને સરળતાથી શીખી શકે છે અને સમજી શકે છે. આ યોજના હેઠળ મહિલાઓ ગામડાઓમાં લોકોને બેન્કિંગ સેવાઓ સાથે જોડશે.

    આ પણ વાંચોઃ-રાજકોટઃ ટુવ્હીલર ઉપર જતાં પતિ-પત્ની સાત બોટલ દારૂ સાથે ઝડપાયા, હકીકત જાણી પોલીસ પણ ચોંકી ગઈ

    આ પણ વાંચોઃ-પોલીસે પતિને ફટકાર્યો દંડ, બાઈકની હેડલાઈટ ફોડી, રણચંડી બનેલી પત્ની SDMને ચપ્પલ મારવા દોડી, હંગામાનો video

    યોજના સાથે જોડાતી મહિલાઓ પર ગ્રામીણ લોકોને બેન્કિંગ સેવા વિશે જાગૃત કરવાની પણ જવાબદારી રહેશે. મહિલાઓને 6 મહિના સુધી દર મહિને રૂ. 4000 પગાર આપવામાં આવશે. લોકોને બેન્કિંગ ટ્રાન્જેક્શન કરાવવા પર તેમને કમિશન પણ આપવામાં આવશે. આ કમિશન ટ્રાન્જેક્શન સાથે જોડાયેલું હશે.



    સખી યોજના સાથે કેવી રીતે જોડાવું?
    બેન્કિંગ કોરસપોન્ડન્ટ સખી યોજનાનો લાભ લેવા માટે અરજી કરવાની રહેશે. તે માટે તમારે ગૂગલ પ્લે સ્ટોર પર જઈને BC Sakhi એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. તે બાદ એપ્લિકેશનમાં ફોન નંબર રજિસ્ટર કરાવવાનો રહેશે. તે બાદ જનરલ પ્રોફાઈલ પર ક્લિક કરવાનું રહેશે અને તમામ વિગતો ભરવાની રહેશે. તમામ માહિતી ભર્યા બાદ અરજી સબમિટ કરી દો.
    First published: