Home /News /business /Year Ender 2022: વર્ષ 2022માં આ કંપનીના CEO છવાયા હેડલાઈન્સમાં, કારણ જાણીને ચોંકી જશો

Year Ender 2022: વર્ષ 2022માં આ કંપનીના CEO છવાયા હેડલાઈન્સમાં, કારણ જાણીને ચોંકી જશો

વર્ષ 2022માં આ નામદાર માણસો રહ્યા વિવાદમાં

જ્યારે બિઝનેસ અને કંપનીઓની વાત આવે છે, તો વર્ષ 2022 ચોક્કસપણે (Year 2022 for Business & Companies) તેની માટે થોડું મુશ્કેલ રહ્યું હતું. આ વર્ષે ઘણા મોટા ડેવલપમેન્ટ્સ (Developments in Business World) થયા

  નવી દિલ્હીઃ જ્યારે બિઝનેસ અને કંપનીઓની વાત આવે છે, તો વર્ષ 2022 ચોક્કસપણે (Year 2022 for Business & Companies) તેની માટે થોડું મુશ્કેલ રહ્યું હતું. આ વર્ષે ઘણા મોટા ડેવલપમેન્ટ્સ (Developments in Business World) થયા. એલોન મસ્કના ટ્વિટર (Twitter's New CEO Elon Musk)ના ટેકઓવરથી લઈને મોટા પાયે છટણી કરવા સુધી. વર્ષ સમાપ્ત થવાનું છે, તો ચાલો વર્ષની મોટી ઘટનાઓ (Controversial CEOs in 2022) પર એક નજર કરીએ.

  ટ્વિટરના નવા માલિક બન્યા એલોન મસ્ક


  ઓક્ટોબરમાં એલોન મસ્કે ટ્વિટરની માલિકી મેળવી અને હવે તે સોશિયલ મીડિયા કંપનીના નવા બોસ છે. ટ્વિટરનો કાર્યભાર સંભાળ્યા બાદ તરત જ મસ્કે ટ્વિટરના ટોચના ચાર એક્ઝિક્યુટિવ્સની હકાલપટ્ટી કરી હતી. જેમાં ભારતીય મૂળના CEO પરાગ અગ્રવાલ અને લીગલ એક્ઝિક્યુટિવ વિજયા ગાડ્ડેનો પણ સમાવેશ થાય છે. ટ્વીટર અંગે ઘણા નવા ફેરફારો પણ રજૂ કરવામાં આવ્યા છે અને ત્યારથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વિવાદોથી ઘેરાયેલું છે. જે એક્ઝિક્યુટિવ્સને બરતરફ કરવામાં આવ્યા છે, તેમાં અગ્રવાલ, ગદ્દે, ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર નેડ સેગલ અને જનરલ કાઉન્સિલ સીન એજેટનો સમાવેશ થાય છે. જો કે, મસ્ક ટ્વિટર પર તાજેતરના પોલમાં હાર્યા બાદ પદ છોડી શકે છે.

  આ પણ વાંચોઃ SBI મ્યુચ્યુઅલ ફંડની આ યોજનાઓ વળતરના મામલે અવ્વલ, 1 વર્ષમાં જ રોકાણકારોના ખિસ્સા ભરી દીધા

  અશ્નીર ગ્રોવર


  ફિનટેક યુનિકોર્ન ભારતપેએ તેના ભૂતપૂર્વ એમડી અને કો-ફાઉન્ડર અશ્નીર ગ્રોવર અને તેમના પરિવાર સામે ફોજદારી દાવો દાખલ કર્યો છે, જેમાં કથિત છેતરપિંડી અને ભંડોળની ઉચાપત માટે રૂ. 88.67 કરોડ સુધીના નુકસાનની માંગ કરવામાં આવી છે. આ વર્ષની શરૂઆતમાં નાણાંકીય ઉચાપતના આરોપો બાદ ગ્રોવરે ભારતપેમાંથી વિદાય લીધી હતી. સિવિલ દાવો અને ફોજદારી ફરિયાદ દિલ્હી હાઈકોર્ટ સમક્ષ આવી હતી. જેણે ગ્રોવર પરિવારને નોટિસ ફટકારી હતી અને તેમને બે અઠવાડિયામાં જવાબ આપવા જણાવ્યું હતું. આગામી સુનાવણીની તારીખ 9 જાન્યુઆરી નક્કી કરવામાં આવી છે. તેણે ગ્રોવરના સાળા, તેના પિતા અને તેના ભાઈ સહિત અન્ય લોકો સામે પણ સમન્સ જારી કર્યા હતા.

  એલિઝાબેથ હોલ્મ્સ


  આ અમેરિકન બાયોટેક ઉદ્યોગસાહસિકને થેરાનોસ છેતરપિંડીના કેસમાં 11 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ કેસના ભાગરૂપે હોલ્મ્સે વચન આપ્યું હતું કે, અમુક સેલ્ફ સર્વિસ મશીન લોહીના માત્ર થોડા ટીપાં પર વિવિધ પ્રકારના પરીક્ષણો કરી શકે છે. જો કે વોલ સ્ટ્રીટ જર્નલની તપાસમાં એવું બહાર આવ્યું હતું કે, વચન મુજબ મશીનો ચાલતા ન હતા.

  આ પણ વાંચોઃ આ રહ્યા Top-10 મ્યુચ્યુઅલ ફંડ, મોંઘવારીના જમાનામાં પણ આપશે સારું વળતર

  શાંતનુ દેશપાંડે


  બોમ્બે શેવિંગ કંપનીના સીઈઓ શાંતનુ દેશપાંડેએ હસલ કલ્ચર પર પોતાની પોસ્ટ દ્વારા વધુ એક વિવાદ ઊભો કર્યો હતો. તેની અગાઉની લિંક્ડઇન પોસ્ટ માટે તેમની ભારે ટીકા થઈ હતી, જ્યાં તેમણે હસલ કલ્ચરને પ્રોત્સાહન આપ્યું હતું. દેશપાંડેએ લખ્યું હતું કે, "જ્યારે તમે 22 વર્ષના હોય અને તમારી નોકરીમાં નવા હોય ત્યારે તમારી જાતને તેમાં સમર્પિત કરી દો. સારું જમો અને તંદુરસ્ત રહો, પરંતુ ઓછામાં ઓછા 4-5 વર્ષ સુધી દિવસના 18 કલાક કામ કરો."


  આ માટે માફી માંગતા તેણે પોતાનો એક ઇન્ટરવ્યૂ વિડીયો પોસ્ટ કર્યો હતો. ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે, "હું એવા લોકોની માફી માંગું છું કે જેમના માટે પોસ્ટથી ભાવનાઓને ઠેસ પહોંચી હોઈ શકે છે અથવા સંદર્ભ વિના અથવા કોઈ પણ પ્રકારની સૂક્ષ્મતા વિનાની હોઇ શકે છે. જે હોવું જરૂરી હતું તેમ મને હવે લાગે છે."
  First published:

  Tags: Business news, Elon musk, Year Ender 2022

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन