Home /News /business /

નવા વર્ષમાં સામાન્ય જનતા ઉપર પડશે મોંઘવારીનો માર, જરૂરી વસ્તુઓ થશે મોંઘી

નવા વર્ષમાં સામાન્ય જનતા ઉપર પડશે મોંઘવારીનો માર, જરૂરી વસ્તુઓ થશે મોંઘી

પ્રતિકાત્મક તસવીર

લોટ, ખાદ્ય તેલમાં 12-20 ટકા સુધી વધી શકે છે. ટીવી અને ફ્રિઝની કિંમતોમાં આગામી વર્ષના જાન્યુઆરીથી કિંમતોમાં વધારો થઈ શકે છે.

    નવી દિલ્હીઃ નવા વર્ષમાં સામાન્ય લોકો ઉપર મોંઘવારીનો માર પડી શકે છે. કંપનીઓ જરૂરી ચીજવસ્તુઓના ભાવ વધારવાની તૈયારી કરી રહી છે. આનાથી લોકોના માસિક બજેટ (Monthly Budget) ઉપર ભાર પડી શકે છે. લોટ, ખાદ્ય તેલમાં 12-20 ટકા સુધી વધી શકે છે. ટીવી (TV) અને ફ્રિઝની (Fridge) કિંમતોમાં આગામી વર્ષના જાન્યુઆરીથી કિંમતોમાં વધારો થઈ શકે છે.

    આટલી વસ્તુઓ થઈ શકે છે મોંઘી
    ઈકોનોમિક ટાઈમ્સનની ખબર પ્રમાણે FMCG કંપની નેસ્લે (Nestle), પારલે (Parle) અને આઈટીસી (ITC)નું કહેવું છે કે, કિંમતોમાં વધારો કરીને પોતાના પ્રોડક્ટ સાઈઝને ઘટાડી દેશે. આનાથી લોકો ઉપર વધારો બોઝો નહીં પડે. જો કંપનીઓ પેકેટ સાઈઝ નાની નહીં કરતી તો પછી કિંમતોમાં વધારો કરશે. દૂધની કિંમતોમાં 35 ટકા વધારો થયા પછી લોટમાં 18થી 20 ટકા, ખાંડમાં 14 ટકા અને ખાદ્ય તેલ 15 ટકા મોંઘો થઈ ચૂક્યા છે.

    જાન્યુઆરીથી આ ચીજ વસ્તુઓના ભાવ વધશે
    જાન્યુઆરીથી બિસ્કિટ, નૂડલ્સ, સ્નેક નમકીન, ફ્રોઝન ફૂડ, કેક, સાબુ અને રેડી ટૂ ઈટ મીલ્સની કિંમતોમાં વધારો થઈ શકે છે. કંપનીઓનું કહેવું છે કે, જો કિંમતો નહીં વધારે તો તેમનો ખર્ચ વધશે. જેનાથી તેમને નુકસાન થશે. જોકે, કંપનીઓનું કહેવું છે કે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાથી લાભ મળ્યો છે. જેના કારણે અત્યારે કિંમતોમાં વધારો કર્યો નથી. સરકાર તરફથી જો આ લાભ ન મળતો તો કંપનીઓ દ્વારા ભાવ વધારો કરવામાં આવી ગયો હોત.

    TVમાં વધરે ભાવ ઈલેક્ટોનિક્સ ઈન્ડસ્ટ્રીએ કહ્યું કે ગ્લોબલ સ્તર ઉપર ટેલીવિઝનની કિંમતોમાં 15-17 ટકનો વધારો થઈ ચૂક્યો છે. એટલે નવું પ્રોડક્શન જાન્યુઆરીમાં આવશે એ ભાવ વધારા સાથે આવશે.
    Published by:ankit patel
    First published:

    Tags: FMCG, New year

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन